અબતક, નવીદિલ્હી
રોકાણકારો માટે સોનું અને ચાંદી ખૂબ જ મહત્વપૂર્ણ ધાતુ માનવામાં આવે છે ત્યારે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે હાલ સોનુ જે રીતે ચળકાટ વાળું સોનુ છે તેવી જ રીતે ચાંદી પણ ઉણું ઊતરે તેવું નથી ત્યારે ચાંદીમાં વધુ પારદર્શકતા આવે માટે ડેડીએ સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અને માન્યતા આપી છે જેથી વધુ નવા સ્ટાન્ડર્ડ બનાવવામાં આવશે. વર્ષો પહેલા એક સમય એવો હતો જેમાં બે ચાંદીના સિક્કા સામે એક સોનાનો સિક્કો મળતો હતો પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સ્થિતિમાં પણ ઘણો બદલાવ જોવા મળ્યો છે ત્યારે ફરી ધીમે ધીમે એ જ સ્થિતિ સામે આવી રહી છે.
બીજી તરફ ૮૦ થી ૮૫ ટકા સોનાનો ઉપયોગ રોકાણ કરવા માટે થતો હોય છે ત્યારે બાકી રહેતા 15% મહત્વનુ અન્ય ઉપયોગ માટે લેવામાં આવે છે. સામે ૯૦ ટકા જેટલુ ચાંદી ઔદ્યોગિક ઉપયોગમાં લેવાય છે અને બાકી રહેતો 10% કોઈ અન્ય વપરાશમાં લેવાતું હોવાનું સામે આવ્યું છે.
હાલ ૯૦ ટકા જેટલું ચાંદી ઔદ્યોગિક ઉપયોગમાં લેવાય છે.
હાલની સાંપ્રત પરિસ્થિતિ માં વાઈટ મેટલની માંગમાં અનેરો વધારો જોવા મળતાં તેવી દ્વારા નવા ગોલ્ડ સ્ટાન્ડર્ડ બનાવવામાં આવશે . ગત માસની જો વાત કરવામાં આવે તો સોનામાં ૩.૫૯ ટકા વળતર મળ્યું હતું જ્યારે ચાંદીમાં ૧૦ ટકાનું વધુ પડતા સોનાની સરખામણીમાં જોવા મળ્યું છે ઓક્ટોબર 12ના રોજ ચાંદી પ્રતિ કિલો નો ભાવ 61 હજારને પાર હતો .
સેબીએ આ સંબધિત માન્યતા આપતાં જણાવાયું છે કે, સિલ્વર ઈટીએફ સ્કિમો એટલે જે મ્યુચ્યુઅલ ફંડ સ્કિમો પ્રાઈમરી ધોરણે સિલ્વર અથવા સિલ્વર સંબંધિત સાધનોમાં રોકાણ કરતી હશે. સેબીએ આ સાથે ઉમેર્યું છે કે સ્કિમોની એસેટ્સ રજીસ્ટર્ડ કસ્ટોડિયન પાસે જ રાખવાની રહેશે. ઈટીએફ સ્કિમ જે સિલ્વર ધરાવતા હોય એનું એસેટ મૂલ્ય લંડન બુલિયન માર્કેટ એસોસીયેશન(એલબીએમએ)માં દરેક ટ્રોય ઔંસ અમેરિકી ડોલરમાં દરેક હજાર ૯૯૯.૦ શુદ્ધતાની ગુણવતા મુજબ નિર્ધારિત કરવાનું રહેશે.