ઘર મેં પડા હૈ સોના ફિર કાહે કો રોના
18 કેરેટ રોઝ ગોલ્ડ, ઇટાલિયન એન્ટિક, અનકટ પોલકી, પ્લેટીનમ સહિતની જવેલરીની ધૂમ માંગ
દિવાળીમાં સોનાનો સર્વત્ર ચળકાટ
સોનાનો ચમકાર ઓલ ટાઈમ ફેવરિટ ગણાય છે.મહિલાઓને સોનુ કે તેના દાગીનાનું જબરું આકર્ષણ હોય છે.આજના જમાનામાં રૂપિયાના રોકાણ માટે પણ તેને પ્રથમ અગ્રતા આપી રહ્યા છે.આપણા શુભ પ્રસંગોમાં સોનાના આભૂષણોનું અનેરું મહત્વ છે.પ્રવર્તમાન કોરોનાની ગાઇડલાઈન અનુસાર લગ્નમાં 400 લોકોને મંજૂરી મળતા નગરજનો ધામધૂમ સાથે પોતાના પુત્ર-પુત્રીના લગ્ન ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે સોનાનો ચળકાટ સોની બજારમાં જોવા મળી રહ્યો છે.
આજના યુગમાં ડિઝાઇનર હેવી જવેલરીથી માંડી લાઈટ વેઇટ ડાયમંડ જવેલરીનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે.દિવાળીના તહેવારોની રોનક સોની બજારમાં જોવા મળી રહી છે.આપણી સંસ્કૃતિમાં પણ ધનતેરસને સોનાની ખરીદીનો સૌથી મોટો દિવસ ગણવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર યોગમાં લોકો આભૂષણો ખરીદી કરવા ઉમટી પડતા હોય છે.રાજકોટના કલાત્મક આભૂષણોની ડિઝાઇન સમગ્ર વિશ્વમાં ફેમસ છે .હોલમાર્ક ફરજીયાત ને કારણે લોકોને છેતરવાની બીક લાગતી ન હોવાથી નાની દુકાનોથી માંડી શો રૂમમાં 20 હજારથી 5 લાખ સુધીની સોનાના દાગીનાની ખરીદી કરી રહ્યા છે.
આજના ફેશન યુગમાં વસ્ત્રો સાથે લાઈટ વેઇટના આભૂષણોનો ક્રેઝ વધુ છે.ત્યારે વીંટી, બુટી, બાલી, નથણી, શોર્ટ-લોન્ગ મંગળસૂત્ર રોઝ ગોલ્ડમાં 18 કેરેટમાં વિવિધ આભૂષણો, ઇટાલિયન જવેલરી સહિતના આભૂષણોની ધૂમ ખરીદી થઈ રહી છે.અત્યારે જે સોનાના ભાવ ચાલી રહ્યા છે તે ભાવ દિવાળી બાદ વધવાની શક્યતાને ધ્યાને લઈને પણ લોકો સોનાની ખરીદી કરવા લાગ્યા છે.
વર્ષો પહેલાની લગડી ખરીદવાની પૈસા રોકાણના ક્રેઝમાં પરિવર્તન આવ્યું છે લોકો હેવી વેઇટ લક્કી-ચેઇન ખરીદીને રોકાણ કરી રહ્યા છે .આદિકાળથી માનવીને સોના તરફ ગજબનું આકર્ષણ જોવા મળ્યું છે.અત્યારે આજની સદીમાં યુવા વર્ગને પણ સોનુ ખરીદવાનું ઘેલું લાગ્યું છે.ગત વર્ષ કરતા આ વર્ષે દિપોત્સવ પર્વ પહેલા સોનાના આભૂષણોની ખરીદીમાં માંગ વધી રહી છે.
2 વર્ષ બાદ સોની બજારમાં રંગત આવી: ભાયાભાઇ સાવલિયા (પ્રમુખ, ગોલ્ડ ડીલર એસો.)
બે વર્ષ પછી કોવિડ ના પ્રશ્નો હલ થયા છે. જેના કારણે અત્યારે વ્યાપાર ની રંગત આવી છે અને રાજકોટની સોની બજાર જે વિશ્વ વિખ્યાત છે તેની અંદર હાલ ના સમય માં સારી એવી રંગત જોવા મળે છે.જેના કારણે અત્યારે સોની બજારના વેપારીઓની અંદર પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરી ને જે અવનવી ડિઝાઈનો અને અવનવા કેટલોક આવ્યા છે તેના લીધે સોની બજારના કારીગરોને કામ મળી રહે છે. જેના હિસાબે આજે બધા ની રોજી રોટી ચાલુ થઇ હોય એવું બધાને લાગી રહ્યું છે.કોરોના સમય માં બિહાર , યુપી , રાજસ્થાન , બંગાળ બધા જ કારીગરો જે રાજકોટ માં અન્ય ધંધાઓ સાથે સંકાળેયેલા હતા એ ચાલ્યા ગયા હતા પરંતુ હવે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે.એટલે બધા જ કારીગરો પોતાના સ્થાન પર પોતે પાછા આવી ગયા છે અને અત્યારે ધીમી ગતિ એ ધંધો શરુ કરી દીધો છે અને હવે ધીમે ધીમે ગાડી પાટે ચડતી હોય એવું લાગી રહ્યું છે .તેમજ જો સોના ના ભાવ ની વાત કરીયે તો અત્યારે 49,000 જેવો ભાવ છે અને એ ભાવ હંમેશા હાઈ જ રહેવાના છે આ ભાવ વિશ્વ માં નક્કી થતા હોય અને એ ભાવ ભારત માં પણ આવતા હોય છે.આ ભાવ વિશ્વ લેવલ ની કક્ષાના જ ભાવ હોય છે.આ બે વર્ષ ની અંદર જે લોકો લગ્ન નથી કરી શકયા તેઓ માં પણ અત્યારે ઉત્સાહ જોવા મળે છે. જેના લીધે અત્યારે સોની બજારની અંદર રોનક જોવા મળે છે .સોની નો ધંધો કલા કારીગરીનો છે જેમાં સંપૂર્ણ કલાઓનો જ સમાવેશ થાય છે. જેમાં કરીગરો પોતપોતાની કલાઓ નાખી અને અને વનવી ડિઝાઈનો બનાવતા હોય છે અને એ ડિઝાઈનો બજાર ની અંદર મુકવામાં આવે છે
હોંગકોંગ, ચાઇના અને ઇટલીમાં બનતી જવેલરી હવે ઘર આંગણે: હરેશભાઈ સોની (પ્રેમજી વાલજી જવેલર્સ)
પ્રેમજી વાલજી જવેલર્સના ઓનર હરેશભાઇ સોનીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં તમામ શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જે અનુુુભવો થયા એ બહુ આઘાત જનક હતા.હાલમાં ઇન્ડિયા માટે હિસ્ટ્રી રચાઇ ચુકી છે. 100 કરોડ વેકસીનના ડોઝ અપાઈ ચુક્યા છે.આવનારા સમયમાં કોરોના પરિસ્થિતિમાં આપણે કંટ્રોલ કરી શકશું. માર્કેટ ની વાત કરીએ તો માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી એક પોઝિટિવ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે.લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સોનુ ખરીદવા નીરસ અભિગમ હતો એ અભિગમ બદલાયો છે.અમારી ઇન્ડસ્ટ્રી માટે ઈમ્પોર્ટન્ટ પોઇન્ટ એ છે કે સરકાર દ્વારા લગ્ન માટેની જે પરમિશન મળી છે જેમાં 400 વ્યક્તિની છૂટ મળી છે એનો પણ એક પોઝિટિવ વેવ આવ્યો છે કે નાની જવેલરીની જે ડીમાન્ડ કરતા હતા તે મોટા ભાગના ગ્રાહકો મોટી જવેલરી માં જે રાબેતા મુજબ ડીમાન્ડ હતી એ શરૂ થઈ ગઈ છે. લોકો માને છે કે ગોલ્ડ જવેલરી, ડાયમંડ જવેલરી ,અનકટ પોલકી જવેલરી, પ્લેટિનમ જવેલરી એક ટ્રેન્ડ જે છે તેમાં ગોલ્ડ માં મેજોરીટી એન્ટિક જવેલરી વધારે ચાલે છે. પણ કારીગરીની દ્રષ્ટિએ તેમાં અલગ અલગ વર્ક જોઈએ છે.એ ઉપરાંત ડાયમંડ જવેલરીની વાત કરીએ તો ડાયમંડ જવેલરીમાં અત્યારે ડાયમંડ સાથે રોઝ ગોલ્ડની જવેલરી વધુ ચાલે છે.તેમાં ડેલિકેટ જવેલરીની ડીમાન્ડ વધુ સારી છે. સૌથી વધુ ડીમાન્ડ અત્યારે અનકટ પોલકી ડાયમંડ સાથે કલર સ્ટોનના કોમ્બિનેશન નો ક્રિએટિવ ડિઝાઇનનો માહોલ ઉભો થયો છે.
સેલિબ્રિટી જેમ નવો ટ્રેન્ડ સ્ટાર્ટ કરતા જાય તે મુજબની ડીમાન્ડ પણ વધતી જાય છે.જવેલરી પોઈન્ટ ઓફ વ્યૂહ જોઈએ તો આ બધી જવેલરીની ખુબજ ડિમાન્ડ છે.ગોલ્ડ જવેલરીમાં પ્લેન જવેલરીનું
વેચાણ ઘટતું જાય છે.તેની સામે ડિઝાઈનર જવેલરીનું વેચાણ વધતું થાય છે. ઇન્ડિયાના મેનુફેક્ચરર્સ દ્વારા ટેકનોલોજી માં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે.જે હોંગકોંગ, ચાઇના ,ઇટલી જે જવેલરી બનતી એ જવેલરી હવે ઇન્ડિયામાં બનશે.બહારથી કોઈ લાવવાનું હવે ક્રેઝ રહ્યો નથી જે ધારો એ જવેલરી ઇન્ડિયામાં બને છે.ટેકનોલોજી અપડેગ્રેશન નું ઙખ મોદી સાહેબનું સ્વપ્ન છે, આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન છે એ જ રીતે ઇન્ડિયામાં બધા યુનિટ્સ ડેવલોપ થતા જાય છે.લેટેસ્ટ ટેકનોલોજીમાં પણ ઇન્વેસ્ટ વધતા વર્લ્ડ માં આપણે સારું સ્થાન મેળવ્યું છે.
ઇટાલિયન,રોઝ ગોલ્ડ જવેલરીની ધૂમ માંગ: વિજયભાઈ સુરુ (પીના જવેલર્સ)
પહેલા નોરતાથી શરૂ થનાર પીના જવેલર્સએ થોડા જ સમયમાં લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. પીના જવેલર્સના ઓનર વિજયભાઈએ અબતક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોરોનાને કારણે 2 વર્ષ બધા માટે ખુબજ ખરાબ હતા.કોરોનાની બીજી લહેર બાદ બધા ધંધા માં તેજી આવી છે.પહેલા લોકો સોનાના રોકાણમાં સોનાની લગડી લેતા હતા એના બદલે હવે એક નવું વલણ જોયું છે અમે, લોકો સોનાના ઘરેણાં ની ખરીદી કરે છે. જે પણ માનસિકતા બદલાણી હોય આ વખતે સોનામાં રોકાણ કર્યું તો આ વખતે સોનુ પેરી લઈએ .તેના હિસાબે અમારે ઘરેણાંનો વેપાર ખુબજ સારો થયો છે. અત્યાર સુધીના જે રેકોર્ડ હતા કે લગ્ન પ્રસંગ માંજ સોનાની વધુ ખરીદી થતી પણ આવર્ષે નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે આટલા વર્ષો પછી નવી નવી ડિઝાઇન્સ આવી છે એના હિસાબે લોકો ને જે ડિઝાઇન્સ ગમે છે એટલે દાગીના ની ખરીદી કરે છે આવો નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે .અમે એમરલ્ડ કરી નવી કંપનીની તમામ નવી વેરાયટી લાવ્યા છીએ. અમે ખાતરી કરી એવું કહી શકી એ કે રાજકોટ માં અમે જે પણ નવી ડિઝાઇન્સ લાવ્યા છીએ જે બીજે જોવા નહિ મળે. આમારો 32 વર્ષનો અનુભવ છે સોનાના વેપારમાં અમારે મેન્યુફેક્ચરીન,હોલસેલ બધું હતું એનો નિચોડ લઈ પહેલું રિટેલ વેપાર ચાલુ કર્યો છે .રાજકોટ માં ક્યાયનો જોવા મળે એવી ડિઝાઇનની જ્વેલરી અમે રાજકોટમાં ચાલુ કરી છે. એકવાર આમારા શોરૂમ ની મુલાકાત લેશે તો એ 100 ટકા સંતોષ મેળવશે. અત્યારે લગ્ન ગાળા માં સેટ,બંગડી જે હેવિ દાગીના વધુ પસંદ કરે છે અમારે ત્યાંથી અમારા ગ્રાહક 100ટકા સંતોષ મેળવી જાય છે. અમારી મજૂરી પણ ખુબજ વ્યાજબી છે. રાજકોટ માં અમારા જેવું કલેકસન અમારા જેવું જોવા નહિ મળે.
માત્ર 2 વર્ષમાં રારા જવેલર્સ માર્કેટમાં છવાયું,18 કેરેટ રોઝ ગોલ્ડ લોકોની પ્રથમ માંગ: મહર્ષિ વેકરીયા (રારા જવેલર્સ)
છેલ્લા 2 વર્ષથી પેલેસ રોડ પર શરૂ થયેલ રારા જવેલર્સ શો રૂમમાં લોકોની ભીડ અત્યંત રહે છે.રારા જવેલર્સએ થોડા જ સમયમાં લોકોની પસંદ બન્યું છે ત્યારે રારા જવેલર્સના ઓનર મહર્ષિ વેકરિયાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકો હવે કોવિડની પરિસ્થિતિમાંથી બહાર આવતા જાય છે અને સરકારે લોકો ને પ્રસંગોમાં વધુ છૂટછાટ આપી છે. તેથી સારી રીતે પ્રસંગોની ઉજવણી થઈ શકે છે .લોકો સૌથી વધુ ખરીદી કરવા માટે આવે છે ત્યારે વધુ પડતી લગ્ન ની ખરીદી થઈ ગઈ છે ,ત્યારે રોઝગોલ્ડ ની જ્વેલરીની વધુ પડતી માંગ જોવા મળે છે .ત્યારે રારા જવેલર્સમાં 125 રૂપિયા લેબર માં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અહીંયા દરેક પ્રકાર ની વેરાયટી જોવા મળે છે અને 2 વર્ષ થીજ રારા જવેલર્સ ઓપનિંગ થયું હોવાને કારણે બધી ડિઝાઇન ફ્રેશ જ જોવા મળે છે. અત્યારે 18 કેરેટ માં લોકો ને રસ પડ્યો છે કેમ કે 22 કેરેટ કરતા તેમાં વધુ પેટર્ન જોવા મળે છે લોકોને રારા નો ખુબજ સારો પ્રેમ મળ્યો એ બદલ આભાર વ્યક્ત કરે છે.
ગુણવત્તા અને ડિઝાઇનમાં લોકોની વિશ્વનીયતા હંમેશા રાધીકા જવેલર્સ સાથે: મુકેશભાઈ ( રાધીકા જવેલર્સ )
યંગસ્ટર્સને લગતું અને દિવાળી કલેકશન ખુબજ સારું આવ્યું છે.લગ્ન પ્રસંગ ને અનુરૂપ દરેક પ્રકારનું બ્રાઈડલ કલેક્શન ખુબજ આવ્યું છે .દિવાળી બાદ નવેમ્બર ડિસેમ્બર માં મેરેજ સીઝન હોવાથી લોકો ખુબજ ખરીદી કરી રહ્યા છે.કોવિડ માહોલ બાદ છેલ્લા 2 મહિનામાં ઘણી રાહત છે.લોકોને ડર ઓછો થતા ખરીદી વધી છે.જે લોકો 2 વર્ષ માં પ્રસંગ નથી કરી શક્યાએ લોકો હવે પ્રસંગ કરી રહ્યા છે. ગુણવત્તા માં ડિઝાઇન માં રેન્જમાં અમે ખુબજ ધ્યાન આપી રહ્યા છીએ. કોઈ પણ ઉંમર નો ગ્રાહક અમારે ત્યાં ખરીદી કરવા આવે તેમને સંતોષકારક અમે ગોલ્ડ જવેલરી બતાવી એક પરિવારના સદસ્યની જેમ તેઓને તમામ જવેલરી આપીએ છીએ.ડાયમંડની ખરીદી પર 50% મજૂરીમાં ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે.1200 રૂપિયા ગ્રામ ની ખરીદી પર પણ ડિસ્કાઉન્ટ છે જેનો લાભ તમામ વર્ગના લોકો લઈ રહ્યા છે.
તહેવારો,લગ્ન સિઝનને કારણે સોનાની ધૂમ ખરીદી: ધવલ સોની (જે.પી.જવેલર્સ)
જે.પી.જવેલર્સના ધવલભાઈ સોનીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે સોની બજાર માં દિવાળી અને સોનાના ભાવમાં ઘટાળાના કારણે ખરીદી સારી જોવા મળે છે.તેમજ લોકો અત્યારે ગોલ્ડ ની આઈટમ માં એન્ટિક જ્વેલરી વધુ પ્રીફેર કરી રહ્યા છે.અત્યારે જે.પી. જવેલર્સ માં એક ગ્રામ પર લેબર પર 125 રૂપિયા ડિસ્કાઉન્ટ અને ડાયમન્ડ ના લેબર પર 50 ટકા ડિસ્કાઉન્ટ ની ઑફર ચાલી રહી છે. જે ગ્રાહકો ના આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે તેમજ અહીંયા અહીં ગ્રાહકોને ઘર જેવું લાગે છે અહીંયા ગ્રાહકો ને ગ્રાહક ની જેમ નહીં પરંતુ પરીવાર ના સભ્ય ની જેમ રાખવામાં આવે છે.લોકો પોતાના સેવિંગ્સ થી માંડી લગ્ન તેમજ તહેવારો નિમિતે ખરીદી કરવામાં લાગી ગયા છે અને હાલ સોની બજારમાં ધૂમ ખરીદી ચાલી રહી છે.
લાઈટ વેઇટ જ્વેલરીની વધુ માંગ: કેતનભાઈ (શિલ્પા જ્વેલર્સ)
શિલ્પા જવેલર્સ લોકોની પહેલી પસંદ બની છે .કેતનભાઈએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં લોકો ની માંગ લાઈટ વેઇટ જ્વેલરી ની છે. અને સરકાર ની છૂટ પ્રમાણે લગ્ન ની સીઝન પણ આવી રહી છે. તેથી ગ્રાહકો ની પણ ખુબજ સારી અવરજવર છે. અને અમે શિલ્પા જ્વેલર્સ માં ઇનાયા કલેકશન અને સ્ફરોસ્કી નું કામ નવું લોન્ચ કરેલું છે. આ કામ ને અત્યારે સૌથી વધુ રિસ્પોન્સ મળી રહ્યો છે. અમારી પાસે દસ ગ્રામ થી લઈને પાંચસો ગ્રામ સુધી ની વેરાઈટીઓ મળી રહે છે અને એક હજાર સુધી ના સેટ્સ ની રેન્જ અમે બતાવીએ છએ. આગળ ના દીવસો માં ગ્રાહકો પૂરો સંતોષી થશે તેવી અમને આશા છે.
ઇટાલિયન જવેલરી,લાઈટ વેટ જવેલરી મારી પહેલી પસંદ: રમાબેન (શહેરીજન )
રાજકોટ શહેરમાં રહેતા રમાબહેને અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પીના જવેલર્સમાં ખુબજ સારી ડિઝાઇનના ઘરેણાં અને અતિ આધુનિક ડિઝાઇન વાળા છે તો મને થયું કે કંગન મારે પીના જેવેલર્સ માંથી લેવા છે તેથી હું અહીંયા ખરીદી કરવા આવી અને મને ખુબજ સારી વેરાયટી જોવા મળી. મારી પાસે જેવો નમૂનો હતો એ નમૂના પ્રમાણે મને વસ્તુ પીના જેવેલર્સ માંથી મળી ગઈ તેથી મને સંતોષ થયો તેમજ ઘણી બધી વેરાઈટીઓ જોવા મળી કે મને બ્રેસલેટ લેવાનું પણ મન થયું ને મેં બ્રેસલેટ પણ ખરીદ્યું છે જે મને ઓછી મજૂરી માં મળ્યું છે . અહીંયા ઇટાલિયન તેમજ રોઝ ગોલ્ડની નવી નવી ડિઝાઇન્સ જોઈ એકવાર ખરીદી કરવા નું મન થઈ જ જશે.
વેસ્ટર્ન લુક જવેલરી ખુબજ ગમે છે: કૌષા કોટક ( શહેરીજન )
કૌષા કોટકે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોવિડ સમયમાં લોકો માટે પ્રસંગ કરવા અઘરા થઈ ગયા હતા.જેમ જેમ કોવિડ ઓછો થતો ગયો છે વેક્સીનેશન ચાલી રહ્યું છે. પ્રસંગોમાં છૂટછાટ મળતા લોકોનો ઉત્સાહ વધ્યો છે.મારી સગાઈ નજીક છે. હું રાધિકા જવેલર્સમાં શોપિંગ કરવા આવી છું. અહીંયા લોકો મન મુકીને ખરીદી કરી રહ્યા છે. રિંગ ,બ્રેસલેટ અને પેન્ડલ સેટમાં એન્ટિક જવેલરી ઘણી આવી છે. મને વેસ્ટર્ન લુક વધુ ગમે છે તે જવેલરી મે ખરીદી છે.
ડિઝાઇનર કળા અને એન્ટિક રિંગ મારી પહેલી પસંદ: ઝરના (શહેરીજન)
પીના જવેલર્સમાં યંગ જનરેશન થી લઇ ને ઓલ્ડ જનરેશન બધા જ લોકો માટે બધી પ્રકાર ની આઈટમ મળી રહે છે એ પીના જેવલર્સ ની ખાસિયત છે. પીના જેવલર્સ માં ખાસ કરી ને યંગ જનરેશનને કેન્દ્ર માં રાખી તેઓને ગમતી દરેક પ્રકાર ની ડિઝાઈનર ગોલ્ડ આઇટમો મળી રહે છે. અહીંયા ઇટાલિયન જવેલરી અને રોઝગોલ્ડ જવેલરી જે અત્યારની જનરેશન માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે એ પણ ઉપલબ્ધ છે.મને ઇટાલિયન જવેલરી, ડિઝાઇનર કળા તેમજ એન્ટિક રિંગ્સ ખુબજ ગમે છે અને તેની ખરીદી પણ મે કરેલ છે.
સોનાની સાથે ચાંદીમાં પણ ધૂમ વેચાણ:કેયુરભાઈ (પોપ્યુલર જ્વેલર્સ)
અત્યારે વધારે પડતું ખરીદી માં જોર જોવા મળી રહ્યું છે. લગ્નની ખુબજ સારી સિઝન ચાલી રહી છે જેને કારણે લોકો ખૂબ જ ખરીદી કરી રહ્યા છે તેમજ અત્યારે સૌથી વધુ પાયલ,કંદોરા,થાળી-વાટકા,ડિનરસેટ,ફૂડબોક્સ,મૂર્તિ આવી બધી વેરાયટીઓ ખુબજ ચાલે છે તેમજ સોનામાં પણ અનેક પ્રકારની વેરાયટીઓ જોવા મળે છે તેમજ કસ્ટમર ની ડિમાન્ડ પ્રમાણે દરેક પ્રકાર ની આઇટમો રાખવામાં આવે છે અમારે ત્યાં ડિસ્કાઉન્ટ ફ્ક્ત સોનામાં જ મળે છે બાકી દરેક પ્રકારની અવનવી વેરાયટીઓ જોવા મળે છે.