નોટબંધીની મુશ્કેલીઓ બાદ જવેર્લ્સોને જીએસટીમાં રાહત, માર્કેટમાં વધી સોનાની માંગ
વર્ષ ૨૦૧૭ના કેલલેન્ડરમાં ગુજરાતનાં ગોલ્ડ ટ્રેડર્સો માટે ચાંદી હી ચાંદી રહી હતી ત્યારે રાજયનાં ગોલ્હ ડિલરોને પણ રાહત રહી હતી કારણ કે પીળા ધાતુ પરની આયાત સસ્તી રહી હતી. ૨૦૧૭માં સોનાની આયાત ૮૫.૫૪ મેટ્રીક ટન રહી હતી જે ૨૦૧૬માં વધી હતી. જેના વિશે જવેલર્સોનું કહેવું છે કે ૨૦૧૭નું માર્કેટ તેમના માટે ફળ્યું છે. કારણ કે ૨૦૧૬ કરતા ૨૦૧૭માં તેમના ઉદ્યોગને વધુ સફળતા મળી હતી મનોજ સોની જણાવે છે કે ૨૦૧૬માં ભારતીય ગોલ્ડ માર્કેટમાં ધણા ઉતાર ચડાવ આવ્યા હતા.
જેમાં સૌથી મોટી ઘટના સરકાર દ્વારા સોના પર ૧ ટકા એકસાઈઝ ડયુટી વધારવાનો લીધે સોનીઓ દ્વારા ૪૨ દિવસની કરેલી હડતાલ રહી હતી. તેથી જવેલર્સોએ માર્કેટ રિકવર કરવું ખૂબજ જ‚રી બન્યું હતુ માટે ૨૦૧૭માં સોનાની આયાત સતત વધી હતી વર્ષ ૨૦૧૬માં સોનાની આયાત ૪૯.૧૦ ટકા રહી હતી. ત્યારે ૨૦૧૭માં ૮૫.૫૪ ટકા સોનાની આયાત વધી હતી અને જેનો સૌથી મોટો શ્રેય લગ્ન સીઝનને સીરે જાય છે. તો બીજી તરફ ફેબ્રુઆરી અને માર્ચમાં નોટબંધીને કારણે સોના-ચાંદી ઉદ્યોગોની માઠી પડી હતી.
ત્યારે અમારી ઉપર જાણે લટકતી તલવાર હોય પરંતુ જાન્યુઆરી ૨૦૧૭માં પીળા ધાતુની માંગ વધી હતી અને જીએસટી પણ અમને ફળી હતી. કારણ કે માર્કેટમાં ધરેણાની સારી એવી ખરીદી થઈ રહી હતી જોકે જો ભાવ વધે તો અમે પણ પ્લાન બી બનાવ્યો હતો અને લોકામેં આ વખતે પ્રિ-બુકીંગ માટે પણ પડાપડી બોલી હતી. નવેમ્બર ૨૦૧૭માં ૧૪.૪૦ મેટ્રીક ટનથી સૌથી મોટી સોનાની આયાત નોંધાઈ છે. અને હાલ પણ લગ્ન સીઝન આવી રહી છે. માટે હજુ સોનાની માંગ વધે તેવો જવેર્લ્સનો અંદાજ છે.