મહામારી હટતા, તહેવારોની જમાવટ થશે
સોના-ચાંદીની ઘરેલું માંગમાં નોંધપાત્ર ઉછાળો, ઓગષ્ટ માસમાં ૧૨૧ ટન ગોલ્ડની આયાત કરાઈ
અબતક, નવી દિલ્હી
કોરોના મહામારી હટતા આગામી સમયમાં આવનાર તહેવારોની હવે જમાવટ શે…!! અત્યાર સુધી તો છેલ્લા બે વર્ષ સુધી સતત કોરોનાએ દરેક તહેવાર પર ગ્રહણ લગાડી દીધું હતું. બજારમાં પણ મહદંશે મંદીની અસર જોવા મળેલી પરંતુ હવે મહામારી હટતા તહેવારોની જમાવટ શે..!! આગામી તહેવારોની સિઝનને લઈ સોના-ચાંદીનાની ઘરેલું માંગ પણ વધી છે. જેના પગલે ભારતમાં તી સોનાની આયાત પણ વધી છે. ઓગસ્ટ માસમાં અધધ…. ૧૨૧ ટન સોનાની આયાત ઈ ગયા વર્ષના આ માસની સરખામણીએ લગભગ બે ગણી ઈ ચૂકી છે. ઓગસ્ટમાં ભારતની સોનાની આયાત એક વર્ષ પહેલાની સરખામણીએ લગભગ બમણી ઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રમ પાંચ મહિનામાં ઓગસ્ટમાં સૌી વધુ સોનાની આયાત ઈ છે. આ સો સંબધિત એક સરકારી અધિકારીએ જણાવ્યું કે ઘટતા ભાવ અને મજબૂત માંગને કારણે રત્નકલાકારોએ તહેવારોની સિઝન માટે મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી છે.
વિશ્વની બીજી સૌી મોટી સોનાની બજાર-ભારત દ્વારા વધુ આયાત સોનાના ભાવને ઘટાડે તેવી શકયતા છે. ઓગસ્ટ ૨૦૨૦માં, સોનાની કિંમત ૨૦૭૨ ડોલર હતી અને ત્યારી તે અત્યાર સુધીમાં લગભગ ૧૨ ટકા ઘટી છે. જો કે સોનાની આયાતમાં આટલો વધારો ભારતની વેપાર ખાધને વધારી શકે છે અને રૂપિયાની આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત પર દબાણ લાવી શકે છે. ઓગસ્ટ ૨૦૨૧માં ભારતે ૧૨૧ ટન સોનાની આયાત કરી છે. એક વર્ષ પહેલા આ જ મહિનામાં ૬૩ ટન સોનાની આયાત કરવામાં આવી હતી. મૂલ્યની દ્રષ્ટિએ, ઓગસ્ટમાં ૬.૭ અબજનું સોનું આયાત કરવામાં આવ્યું છે, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં ૩.૭ અબજ હતું.
મુંબઈ સ્તિ ગોલ્ડ ઈમ્પોર્ટિંગ બેન્કના વેપારીએ જણાવ્યું કે મહિનાના પ્રમ પંદર દિવસમાં ભાવમાં સુધારો આવનારા તહેવારોની સિઝન માટે ઈન્વેન્ટરી(સ્ટોક) બનાવવા ઈચ્છતા જ્વેલર્સ માટે આદર્શ તક પૂરી પાડે છે. ૧૦ ઓગસ્ટના રોજ સનિક બજારમાં સોનાની કિંમત ઘટીને ૪૫,૬૬૨ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઈ હતી, જે છેલ્લા ચાર મહિનામાં સૌી નીચું સ્તર છે. કોલકાતાના એક જથ્ાબંધ બુલિયન વેપારીએ જણાવ્યું કે ઓગસ્ટમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો વાને કારણે લોકો ખરીદી માટે પ્રેરાયા હતા, જેના કારણે રિટેલ માંગ વધી છે.