સોનું સૌપ્રથમવાર રૂ. 36000ની સપાટીએ આંબ્યું છે. અમદાવાદ ખાતે 10 ગ્રામદીઠ રૂ.300 સુધરેલું સોનું વધુ એક નવી ઊંચાઇએ સ્પર્શવા સાથે ચાંદી પણ કિલોદીઠ રૂ. 800 વધી રૂ. 40500 મુકાતી હતી.
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે 15 પૈસાના ઘટાડા સાથે 68.97 બંધ રહ્યો હતો.સરકારે બજેટમાં સોનાની આયાત ડ્યૂટી 2.5 ટકા વધારી 12.5 ટકા અને જીએસટી 3 ટકા સાથે 15.5 ટકા જેટલું ઊંચું ડ્યુટી ભારણ લાદ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1500 ડોલર થવા સાથે સ્થાનિકમાં ભાવ ઉંચકાઇ 37000ની સપાટી કુદાવી શકે છે. સોનાની તુલનાએ ચાંદીમાં ઝડપી તેજીના સંકેતો છે. ચાંદી ઉપરમાં 43500 પહોંચી શકે.