ભારતને અત્યાર સુધીમાં કુલ 20 મેડલ જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝનો સમાવેશ: બોક્સીંગમાં વધુ 3 મેડલ નિશ્ચિત: ભારત મેડલ ટેલીમાં સાતમા ક્રમે
ભારતના સુધીરે બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પેરા પાવરલિફ્ટિંગમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ પહેલા ભારતે અત્યાર સુધી આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો નહોતો. સુધીરે 134.5 પોઈન્ટ સાથે ગેમ્સ રેકોર્ડ બનાવ્યો હતો. સુધીર પેરા પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ જીતનાર ભારતનો પ્રથમ એથ્લેટ બન્યો છે. ભારતને અત્યાર સુધીમાં કુલ 20 મેડલ જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. બોક્સીંગમાં આજે વધુ 3 મેડલ નિશ્ચિત છે. આ સાથે ભારત મેડલ ટેલીમાં સાતમા ક્રમે પહોંચ્યું છે.
ભારતના પેરા પાવરલિફ્ટર સુધીરે પુરુષોની હેવીવેઇટ કેટેગરીમાં 212 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 87.30 કિલો વજન ધરાવતા સુધીરે પ્રથમ પ્રયાસમાં 14 રેકની ઊંચાઈ સાથે 208 કિલો વજન ઉપાડ્યું. આ પછી સુધીરે બીજા પ્રયાસમાં 212 કિલો વજન ઉપાડ્યું હતું. આ સાથે જ સુધીર 134.5 પોઈન્ટ સાથે ટોપ પર રહ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતના મુરલી શ્રીશંકરે મેન્સ લોંગ જમ્પમાં શાનદાર પ્રદર્શન કરી સિલ્વર મેડલ જીત્યો છે. તેણે ટ્રેક એન્ડ ફિલ્ડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ 19મો મેડલ છે. શ્રીશંકરે પુરુષોની લાંબી કૂદની ફાઇનલમાં 8.08 મીટરના શ્રેષ્ઠ જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે શ્રીશંકર કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં લાંબી કૂદ ઈવેન્ટમાં ભારત માટે મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ એથ્લેટ બની ગયો છે.
લોન્ગ જમ્પમાં મુરલી શ્રીશંકરનું શાનદાર પ્રદશન, સિલ્વર મેડલ જીત્યો
ભારતના મુરલી શ્રીશંકરે મેન્સ લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ 19મો મેડલ છે. શ્રીશંકરે પુરુષોની લાંબી કૂદની ફાઇનલમાં 8.08 મીટરના શ્રેષ્ઠ જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતના લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારત માટે બીજો મેડલ જીત્યો છે. શ્રીશંકરે પુરૂષોની લાંબી કૂદની ફાઇનલમાં 8.08 મીટરના શ્રેષ્ઠ જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે શ્રીશંકર કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં લાંબી કૂદ ઈવેન્ટમાં ભારત માટે મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ એથ્લેટ બની ગયો છે. ઉલ્લેખનીય છે કે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો આ બીજો મેડલ છે. આ પહેલા તેજસ્વિન શંકરે ઉંચી કૂદમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
બોક્સિંગમાં આજે ત્રણ મેડલ પાક્કા
- 60 ઊંૠ વેટ કેટેગરીમાં ભારતના જેસ્મિને સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. તેને ક્વાર્ટર ફાઈનલમાં ન્યૂઝીલેન્ડના ટોરી ગ્રાંટનને હરાવ્યો છે.
- બોક્સર અમિત પંઘાલે પોતાનો ક્વાર્ટર ફાઈનલ મુકાબલો જીતી સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. અમિતે સ્કોટલેન્ડના લેનન મૂલિગનને 48 ઊંૠ વેટ કેટેગરીમાં 5-0થી હરાવ્યો.
- 92 ઊંૠ વેટ કેટેગરીમાં સાગર અહલાવતે પણ સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. તેને સેશેલ્ડના કેડ્ડી ઈવાન્સનને 5-0થી હરાવ્યો. ત્રણેય ખેલાડી ઓછામાં ઓછા બ્રોન્ઝ મેડલના હકદાર થઈ ગયા છે.
200 મીટરની દોડની સેમિ ફાઇનલમાં પહોંચી હિમા દાસ, હેમર થ્રોમાં મંજુ બાલા ફાઇનલમાં
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતના ખેલાડી રોજ પદક પણ જીતી રહ્યા છે.
ત્યારે આજે ભારતની મહિલા દોડવીર હિમા દાસે પણ સારું પ્રદર્શન કર્યું છે. હિમા દાસે 200 મીટરની દોડમાં સેમીફાઈનલ સુધી પહોંચી ગઈ છે. હિમાએ 23.42 સેક્ધડમાં પોતાની દોડ પુરી કરી લીધી હતી આ સાથે જ હિમા દાસ હીટમાં પહેલા સ્થાન પર રહી હતી. હિમા દાસ સિવાય મંજૂ બાલાએ હેમર થ્રોની રમતમાં ફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે.
મંજૂ બાલાએ 59.68 મીટર દૂર હેમર થ્રો કર્યો હતો અને ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 11માં સ્થાન પર રહી હતી.
જો કે, ભારતની બીજી એથલીટ સરિતા ફાઈનલમાં ક્વોલીફાઈ નહોતી કરી શકી, સરિતાએ 57.48 મીટરનો થ્રો કર્યો હતો.
સરીતા આ થ્રોની સાથે 13માં સ્થાન પર રહી હતી. આ ઈવેન્ટમાં ટોપ 12માં રહેલા ખેલાડીઓને ફાઈનલમાં સ્થાન મળ્યું હતું.
આમ સરિતા 1 સ્થાનથી ફાઈનલમાં પહોંચતા ચૂકી ગઈ હતી.
ઉંચી કુદમાં તેજસ્વિન શંકરને મળ્યો બ્રોન્ઝ મેડલ
આ પહેલાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં એથલેટિક્સનો પહેલો મેડલ તેજસ્વિન શંકરે અપાવ્યો હતો. શંકરે 2.22 મીટરનો ઉંચો કૂદકો લગાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ઉંચી કૂદમાં ભારતનો પહેલો મેડલ છે. આ પહેલાં ભારતના ખેલાડી કોમનવેલ્થ ગેમ્સ 2022માં એથલેટિક્સમાં મેડલ જીતવામાં સફળ નહોતા થયા.
વેલ્સને 4-1થી હરાવી ભારતીય મેન્સ હોકી ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી
બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પુરૂષ હોકી ટીમે તેમની છેલ્લી ગ્રુપ મેચમાં વેલ્સને 4-1થી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે.
ભારતીય ટીમે પાંચમી વખત કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા ટીમ ઈન્ડિયા 1998, 2010, 2014 અને 2018 કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઈનલમાં પહોંચી હતી. આ સાથે જ 2010 અને 2014માં ભારતીય ટીમ ફાઇનલમાં પણ પહોંચી હતી. ત્રણ ક્વાર્ટર બાદ ભારતીય ટીમે મેચની અંતિમ ક્ષણોમાં ચોથો ગોલ કર્યો હતો. ભારતીય ટીમે વેલ્સ પર 4-0ની સરસાઈ મેળવી લીધી હતી. આ ચોથા ગોલ બાદ વેલ્સની ટીમ માટે મેચમાં વાપસી કરવી લગભગ અશક્ય બની ગઈ હતી. આ મેચ જીત્યા બાદ ભારતીય ટીમ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારત તરફથી ગુરજંત સિંહે પણ એક ગોલ કર્યો હતો. વેલ્સ માટે એકમાત્ર ગોલ ગેરેથ ફર્લોંગે ડ્રેગ ફ્લિક વડે કર્યો હતો.
આજે ભારતની મુખ્ય ઇવેન્ટ
1.મહિલા બેડમિન્ટન સિંગલ્સ- પી.વી.સિંધુ વિ. કોબુગાબે
2.મહિલા હોકી- ભારત વિ. ઓસ્ટ્રેલિયા (રાતે 12:45થી)
3.પુરુષ સ્કેવશ- પ્રિ-ક્વાર્ટર ફાઇનલ ભારત વિ. સ્કોટલેન્ડ ( સાંજે 5:25થી)
4.મિક્સ ડબલસ- સ્કવેશ ક્વાર્ટર ફાઇનલ- ભારત વિ. ઓસ્ટ્રેલિયા( રાતે 12 વાગ્યાથી)