સોનાને ક્યાંથી લાગે કાટ
એપ્રિલ થી જૂન માસમાં 15.72 મેટ્રિક ટન સોનાની આયાત કરવામાં આવી
સોના કિતના સોના હૈ સોને જેસા તેરા મન… તહેવારોની શરૂઆત થતા જ અને લગ્નની સીઝન શરૂ થતા સોનાની માંગમાં જબ્બર ઉછાળો નોંધાયો છે. એટલું જ નહીં ગુજરાતમાં સોનાનો ભાવ મહદ અંશે અંકુશમાં હોવાના કારણે લોકોની ખરીદ શક્તિમાં પણ વધારો થયો છે ત્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાતમાં સોનાની આયાત 73.2 ટકાએ પહોંચી ગઈ છે. અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સ ના જણાવ્યા મુજબ ચાલુ વર્ષના એપ્રિલથી જૂન માસ એટલે કે ત્રણ મહિનામાં 15.72 મેટ્રિક ટન સોનાની આયાત કરવામાં આવી છે જે ગત વર્ષના સમય થી અનેક અંશે વધુ છે. ગત વર્ષના એપ્રિલથી જૂન મહિના દરમિયાન 8.92 મેટ્રિક ટન સોનાની આયાત થઈ હતી.
સોનાની માંગ વધતા અને ભાવમાં ઘટાડો આવતા સોના બજારમાં તેજી જોવા મળી છે. અખાત્રીજ તથા રથયાત્રા આ બંને દિવસે લોકોએ સોનાની ખરીદી કરી હતી અને આગામી દિવસોમાં જે લગ્નની તારીખો જાહેર થઈ છે તેને ધ્યાને લઈ લોકો દ્વારા સોનું ખરીદવામાં આવ્યું હતું એટલે કહી શકાય કે સોનાની માંગમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો છે. નહીં રોકાણકા રોકડ હવે સોનાના સિક્કા અને સોનાની ઈંટો ખરીદી રહ્યા છે. મુખ્યત્વે જૂન મહિનામાં સોનાના ભાવમાં ન જીવો ઘટાડો થતો હોય છે અને પરિણામ સ્વરૂપે માંગમાં પણ વધારો નોંધાય છે.
સોનાના વ્યાપારીઓનું માનવું છે કે આવનારા દિવસોમાં વ્યવહારો શરૂ થતા જ સોનાની માંગમાં ઉછાળો નોંધાશે પરિણામ સ્વરૂપે અનેક ગોલ્ડ કંપનીઓએ સોનાની આયાત કરવાનું શરૂ કરી દીધું છે અને તેઓ સ્ટોક પણ રાખી રહ્યા છે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે હાલ સોનાનો ભાવ ઘટયો છે. જૂન મહિનામાં 7. 54 મેટ્રિક ટન સોનાની આયાત કરવામાં આવી હતી જે ગત 2022 જૂન મહિનાની સરખામણીમાં 105 ટકા વધુ છે. તરફ સોનાની આયાત વધી છે તો બીજી તરફ ચાંદીની આત્મા ઘટાડો નોંધાયો છે કારણ કે ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે.