કોરોના બાદ તહેવોરોમાં લોકોએ સોનાનાં આભૂષણોની ધૂમ ખરીદી
ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ દરેક ધર્મોના તહેવારો અને પ્રસંગોમાં સોનાની ખરીદી અચૂક કરવામાં આવતી જ હોય છે. આ સાથે પેઢી દર પેઢી વારસામાં સોનાના દાગીના વિરાસતમાં આપવામા આવે છે. સોનુ ફક્ત એક ઘરેણું જ નહીં પરંતુ મૂડી રોકાણનું પણ સાધન બની ગયું છે. આ સાથે લોકોને આકર્ષિત કરે એવા અવનવા આભૂષણો પણ બજારમાં મળતા થઈ ગયાં છે. આ વર્ષે કોરોના કાળ બાદ લોકોએ તહેવાોમાં સોનાની ખરીદીમાં ઘણો વધારો જોવા મળ્યો છે.
જુલાઈ મહિનાથી સપ્ટેમ્બર સુધીની વાત કરીએ તો ભારતમાં સોનાની માંગ છેલ્લાં ત્રણ મહિનામાં ખૂબ વધી ગઈ સોનાની જ્વેલરીની માંગ 17ટકા વધીને 146.2 ટન થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 125.1 ટન નોંધાઈ હતી.
એકંદરે સોનાની માંગ 2021વર્ષની સરખામણીએ 2022વર્ષમાં નવા સોનાની માંગ વધી છે, એટલે કે લોકો હવે જૂના સોનાને તોડાવી નવુ ઘડામણ આપવાને બદલે નવુ સોનું વધુ ખરીદતા થયા છે. કોરોના કાળ પછીના આ સમયગાળામાં ભારતમાં સોનાની માંગ દિવસે ને દિવસે માંગ વધતી જાય છે , ટિનેજ યુવક યુવતીનો રસ પણ હવે ડેલીકેટ અને લાઈટ વેઇટ જ્વેલરીમાં વધતો જાય છે
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મત મુજબ આ વર્ષે ત સોનાની માંગ 19ટકા વધીને રૂ. 85,010 કરોડ થઈ હતી, જે ગયા વર્ષના તુલનાત્મક સમયગાળામાં રૂ. 71,630 કરોડ હતી. આ વર્ષના જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં કુલ સોનાના દાગીનાનું વેચાણ રૂ. 22% વધીને રૂ. 64,860 કરોડ નોંધાયું હતું, જે 2021ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 53,330 કરોડ હતું.
ભારતીયો માટે સોનામાં ધિરાણ કરવું એ હંમેશાંથી પરંપરા રહી છે એમાં પણ વધતી જતી સોનાની માંગ તેમજ કીંમતને આધારે સોનામાં રોકાણ કરવું એ ફાયદાઓના સ્વર્ગ સમાન બન્યું છે. એમાં પણ ભારતીય મહીલાઓ સોનામાં રોકાણ કરવું એ સુરક્ષિત માને છે તેમજ તેને સંકટ સમયની પુંજી માનવામાં આવે છે.