દાદરા નગર હવેલી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત પ્રદેશમા બાંધકામ અને નિર્માણ ક્ષેત્રે કામ કરી રહેલ કામદારોની નોંધણી કરવામા આવી હતી,જેમા સેલવાસના વિનોબાભાવે સિવિલ હોસ્પીટલના બિલ્ડીંગનુ કામ કરતા કામદારોને યોજનામા સામેલ કરવા શિબિર લગાવવામા આવી હતી,જ્યા કામદારોને આ યોજનાના લાભોથી અવગત કરવામા આવ્યા હતા.
તેઓને યોજનામા સામેલ કરી ગોલ્ડન કાર્ડ વિતરણ કરવામા આવ્યા હતા,એજ રીતે બીજી અલગ અલગ સાઈડ પર શિબિર લગાવી કામદારોની નોંધણી કરવામા આવશે,સ્વાસ્થ્ય નિર્દેશક ડો.વી.કે.દાસે જણાવ્યુ કે પ્રદેશવાસીમા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની વધતી જતી પ્રસિદ્ધિને ધ્યાનમા લઇ આ યોજનાનો વધુ વેગ આપવા માટે વનોબાભાવે સિવિલ હોસ્પીટલમા દસ કીટ લગાવવામા આવી છે,આ કીટ સવારે 9:00વાગ્યાથી રાત્રે 10:00વાગ્યા સુધી કાર્યરત રહેશે જેથી પ્રદેશવાસીઓને તેમના પરિવારનુ સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવામા આ યોજનામા સામેલ થવા અનુરોધ કરાયો હતો.