૧૮૦ રૂ ના વધારા સાથે સોનાનો ભાવ ૩૦,૬૦૦ જયારે પ૦ રૂ ના વધારા
સાથે ચાંદીનો ભાવ ૩૮,૧૫૦ એ પહોચ્યો
વૈશ્વીક સ્તરે મજબુત બદલાવો અને તહેવારોની સીઝન નજીક આવતા સોનાના ભાવ વઘ્યા
છેલ્લા ઘણા સમયથી સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હતો પરંતુ લાંબા સમય બાદ આજે ફરી સોના-ચાંદીના ભાવમાં ઉછાળો થયો છે. ૧૮૦ રૂપિયાના ભાવ વધારા સાથે ૧૦ ગ્રામ સોનાની કિંમત ૩૦,૬૦૦ રૂપિયાએ પહોંચી ગઇ છે.
વૈશ્વીક સ્તરે મજબુત બદલાવો અને તહેવારોની સીઝન નજીક આવતા સોનાના ભાવ ઉછળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ઔઘોગિક એકમો અને સિકકા નિર્માતાઓ દ્વારા ખરીદી વધતા ચાંદીના કિંમતના પણ વધારો થયો છે. રૂપિયા ૫૦ ના કિંમત વધારાની સાથે ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ ૩૮,૧૫૦ એ પહોંચયો છે.
વૈશ્વીક સ્તરે સોનાના ભાવમાં ઉછાળો થતા તેમજ આગામી તહેવારોને લઇ સોના-ચાંદીના ભાવ વઘ્યા છે. તહેવારોમાં વધતી જતી માંગને પુર્ણ કરવા સ્થાનીક આભુષણ નિર્માતાઓ દ્વારા વધુને વધુ બહુમુલ્ય ઘાતુનો બનાવાય છે. જેના કારણે પર સોનાની કિંમત ઉછળી છે. આ ઉપરાંત સોના-ચાંદીના વેપારીઓનું એવું પણ કહેવું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રીઝર્વ દ્વારા વધારાતા વ્યાજના દરો પ્રત્યે નારાજગી વ્યકત કરી છે તેના કારણે પણ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. વૈશ્વીક બજારમાં અમેરિકી ડોલરમાં કડાકો થતા સોનાના ભાવ વધુ મજુબ બન્યા છે.
વૈશ્વીકસ્તર પર સોનાના કિંમતમાં ૦.૩૩ ટકાનો વધારો થયો છે. અને આ વધારાની સાથે ૧,૧૯૪ ડોલરે ભાવ પહોચ્તો છે. જયારે ચાંદી ની કિંમત ૦.૩૧ ટકા વધી ૧૪.૭૮ ડોલરે પહોંચી છે.