દુનિયાના અન્ય પ્રમુખ ચલણી મુદ્રાની તુલનામાં ડૉલરના ભાવ ઘટવાથી વૈશ્વિક સ્તર પર સોનાના ભાવ વઘી રહ્યાં છે. વેપારીઓએ જણાવ્યું કે વૈશ્વિક તેજી અને ઘરેલૂ સ્તર પર માંગ વધવાથી બંને કિંમતી ઘાતુઓમાં તેજી નોંધવામાં આવી છે.
વૈશ્વિક સ્તર પર સોના અને ચાંદીના રહેલી તેજી અને સ્થાનિક સ્તર પર ઘરેણાની માંગના કારણે આજે સોનાનો ભાવમાં રૂપિયા 50 વધીને 31,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે અને ચાંદીનો ભાવમાં રૂપીયા 150 વધીને 39,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.