કિંમતી ધાતુઓમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા રોકાણકારો અને સ્ટોકીસ્ટોમાં ક્રેઝ
સોનું તો ચળકાટ ધરાવે જ છે પણ હાલ તેના કરતા ચાંદીનો ચળકાટ ૬૦૦ ગણો વધ્યો છે. ગુજરાતમાં ચાંદીની માંગમાં છેલ્લા બે માસમાં નોંધપાત્ર વધારો થતા આયાત ૨૭ ગણી વધી છે. છેલ્લા ૩૮ માસ દરમિયાન ફેબ્રુઆરીમાં ચાંદીની આયાત જોરદાર ઉછાળો નોંધાયો છે. ફેબ્રુઆરીમાં ૧૦૨ મેટ્રીક ટન ચાંદીની આયાત થઈ હતી.
વેપારીઓએ ધારણા વ્યકત કરી છે કે, હવે ચાંદીના ભાવમાં કોઈ ખાસ વધ-ઘટ જોવા મળશે નહીં. એક ટ્રેડર પીયુષ ઠકકરે જણાવ્યું કે, રોકાણકારો અને સ્ટોકીસ્ટો ચાંદી ખરીદવામાં સક્રિય થયા છે. શુક્રવારે ચાંદીનો કિલો ગ્રામનો ભાવ રૂ.૩૮,૧૫૦ નોંધાયો હતો. જણાવી દઈએ કે, ચાંદીની માંગમાં વધારો થતા આયાતમાં વધારો થયો છે. ગયા વર્ષે ૩.૫૫ મેટ્રીક ટન ચાંદીની આયાત થઈ હતી. જયારે આ વર્ષે માત્ર બે માસમાં જ ૧૦૨ મેટ્રીક ટન ચાંદીની આયાત થઈ છે.
આ અગાઉ આટલી મોટી માત્રામાં ચાંદીની આયાત ડિસેમ્બર, ૨૦૧૪માં થઈ હતી. જેમાં ૧૬૬.૯૬ મેટ્રીક ટન આયાત નોંધાઈ હતી. જવેલર્સોનું માનવું છે કે, ચાંદીમાં રોકાણનું કારણ ઈન્ડસ્ટ્રીઅલ ડિમાન્ડ પણ ગણી શકાય.
ઈન્ડિયન બુલીયન એન્ડ જવેલર્સ એસોસિએશન-આઈબીજેએના સચિવ સુરેન્દ્ર મહેતાએ આ વિશે જણાવ્યું કે, કિંમતી ધાતુમાં રોકાણ કરવા તરફ રોકાણકારો વળ્યા છે. રોકાણકારો અને સ્ટોકીસ્ટો દ્વારા ચાંદીની ખરીદીના પગલે માંગ વધી છે અને ચાંદી ઉધોગને બુસ્ટર ડોઝ મળ્યો છે. છેલ્લા બે માસમાં ચાંદીની માંગ વધતા આયાતમાં ૨૭ ગણાનો વધારો