• પૂ.ધીરગુરુદેવના ચાતુર્માસ અંતર્ગત જૈન સાથે આહીર સહિત તમામ જ્ઞાતિઓના લોકો હીલોળે ચડયા
  • કરમુળ-માડમ કુટુંબે જશાપરને ધાર્મિકતાથી રંગાવી દીધો

ચાતુર્માસમાંજૈન રામાયણ પ્રવચન માળા સાથોસાથ કૃષ્ણ જન્મઉત્સવ ઉજવાશે

Untitled 3 33

  • પૂ.ધીર ગુરૂદેવનો ચાતુર્માસ પ્રવેશ મહાવીરની  સાથે જય દ્વારકાધીશ નાદથી ગુંજી ઉઠ્યો
  • જસાપરના યુવાનોને વ્યસન મૂકત કરવા મહાઅભિયાન

ચાતુર્માસ પ્રવેશમાં ભાજપના પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાનું અબતક મિડીયાના મેનેજીંગ એડીટર સતિષકુમાર મહેતા દ્વારા બહુમાન કરાયું

Untitled 3 34

ચાતુર્માસ પ્રવેશમાં ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમનું સ્થાનકવાસી જૈન મોટા સંઘના  પ્રમુખ હરેશભાઈ વોરા દ્વારા બહુમાન કરાયું

ભાણવડ તાલુકાના જસાપર ગામે શ્રી સ્થાનકવાસી જૈન સંઘના જૈન મૂનિ પૂ. ધિરગુરૂદેવ અને ગુણીબાઈ મહાસતીજી પ્રથમવાર જ  ચાતુર્માસ ગાળવા આવતા જસાપર ગામ ધર્મમય બની ગયું છે.  સમગ્ર  ગામ ધર્મોત્સવને રંગે ચંગે ઉજવણી કરવા જૈન સમાજની સાથે આહિર સમાજ અને ઈતર જ્ઞાતિ જોડાયા હતા. ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને  તેમના જમાઈ કે.ડી.કરમુળ પોતાને ત્યાજ ધાર્મિક  પ્રસંગ હોય તે રીતે જૈન સમાજના  આગેવાનો સાથે ખંભેખંભો મિલાવી ધાર્મિક  કામમાં લાગી ગયા છે. ચાતુર્માસ દરમ્યાન  ધાર્મિક  કાર્યક્રમોની સાથે સાથે વિવિધ  સેવાકીય  પ્રવૃત્તિઓ  કરવામાં આવશે. ગામના યુવાનોને  વ્યસન મૂકત બનાવાનો મહાઅભિયાનનો પ્રારંભ  કર્યો છે.  જન્માષ્ટમીના દિવસે સમગ્ર  ગામને ધુવાણાબંધ જમણવારની ઘોષણા  કરવામાં આવી.

vlcsnap 2022 06 28 12h15m18s155

આ ધર્મના મહોત્સવ અંતર્ગત ઉપસ્થિત  રાજકીય અને  સામાજીક  આગેવાનોને હાલારી   પાઘડી પહેરાવી સન્માનીત  કરાયા હતા.શ્રી સ્થાનકવાસી જૈન સંઘ અને  સમસ્ત ગામના ઉપક્રમે ભાણવડ  તાલુકાના જશાપરમાં જૈનમૂનિ  પૂ. ધીરગુરૂદેવ તથા પૂ. ગુણીબાઈ મહાસતીજી આદિ ઠાણાનો પ્રથમ જ વાર  ચાતુર્માસ  પ્રવેશની રંગેચંગે  ઉજવણી સર્વત્ર ધર્મોલ્લાસ છવાયો હતો.પ્રવેશ પૂર્વે રંજનબેન નાથાલાલ મોદી પ્રેરિત   નવકારશી બાદ પ્રેમ ચબુતરાથી મુખ્ય મહેમાનો ઘોડા પર   આરૂઢ થયા બાદ કળશધારી બહેનો તેમજ દુબઈ, મસ્કત, લંડન, અમેરીકા, ગોંડલ, ઘાટકોપર, માટુંગા, વિરાર,  સુરત,  બરોડા, અમદાવાદ, કલકતા, ઈન્દોર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દિલ્હી, મોરબી, ભાણવડ, લાલપુર, ભાયાવદર,  ઉપલેટા, જોધપુર, વિસાવદર ધોરાજી, કલ્યાણપર, કાટકોલા, વગેરે  સહિત હજારો ભાવિકોએ જિનશાસનકી શાન હૈ, ધીરગુરૂ મહાન હૈના જયનાદે આકાશ ગુંજવ્યું હતુ.શ્રીમતી માલિની કિશોર સંઘવી- સેવા સંકુલના પટાંગણે ડુંગર દરબારમાં અમીશા નીરજ વોરાના પ્રમુખ પદે સમારોહમાં  ધારાસભ્ય  વિક્રમભાઈ  માડમે સચિત્ર તત્વાર્થ સુત્રનો  ચડાવો 2 લાખમાં લીધા બાદ રીમોર્ટથી વિમોચન  વિધિ કર્યા બાદ ચાતુર્માસ પોથી જૈન રામાયણનો 5 લાખ 4 હજારમાં કાટકોલાના સરપંચ શિલ્પા કે.ડી. કરમુરે લઈને ગુરૂદેવના કરકમલોમાં અર્પણ કરેલ આ ખુશાલીમાં જન્માષ્ટમીના અમીશા નીરજ વોરા તરફથી ધુંવાડાબંધ ગામજમણની ઘોષણા  કરાતા જય દ્વારકાધીશનો જય જયકા વર્તાયો હતો.

Untitled 3 35

માડમનું હરેશભાઈ વોરા,  બીજેપી પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાનું સતીષકુમાર એસ.  મહેતાએ હાલારી પાઘડીથી સન્માન કરેલ. પ્રવીણભાઈ કોઠારી અને અનિલ મણીયારના હસ્તે શાસનવંદના યોજાયેલ જશવંત મણીયારે  સહુને આવકાર્યા હતા. સેવા સંકુલ પ્રવેશ દ્વારને 15માં ચડાવો  કે.ડી. કરમુર અને  જય દ્વારકાધીશ પ્રવેશ દ્વારનો એડવોકેટ દીપ્તિ શૈલેશ શાહે 3માં લીધેલ. જીવદયા કળશનો 12માં દક્ષાબેન  મુકેશભાઈ કામદાર, પ્રદીપભાઈ સી.ગાંધી અને  વિરાજ નિધિ શાહે લઈને ઉમંગ  વધાર્યો હતો. સાધર્મીભકિત અને અષ્ટમંગલનો લાભ ચપોચપ લેવામાં આવેલ. સૂત્ર સંચાલન સંજય શાહે કરેલ.હકડેઠઠ  ધર્મસભાને સંબોધતા  ગુરૂદેવે  જણાવેલ કે આંસુ, સાસુ, ચોમાસુ કયારે વરસે તે નકકી નહિ માટે સત્કાર્યમાં વિલંબ  કરવો નહીં.  જીવનને સમૃધ્ધ બનાવવા આદતને બદલવા, સોબતને સુધારવા અને દાનતને બદલવા પ્રયત્ન કરશો તો ચોમાસુ  સફળ જશે શ્યામ ધંધુકીયા, માલદે ગાગલીયા વગેરેએ પાન,બીડી, તમાકુનો ત્યાગ કરી   ગુરૂદક્ષિણાનો પ્રારંભ કરેલ. સમસ્ત ગ્રામજનો અને આસપાસના  સેવકોની જહેમતથી 5500 જેટલા ભાવિકોએ  શાંતિપૂર્વક પ્રસાદનો લાભ લીધેલ. યુવાદાનવીર કે.ડી. કરમુર વગેરેના  સહિયારા સથવારે   ચાતુર્માસ પ્રવેશોત્સવ અવિસ્મરણીય બની રહેલ છે. તેમ મનહરભાઈ મણિયારની  યાદીમાં જણાવાયું છે. જશાપર માટે મો. 75663 33333/93222 61124નો સંપર્ક કરવો.

Untitled 3 36

જશાપર માતૃભૂમિનું ઋણ ચુકવવા આવ્યો છું: પૂ.ધીરગુરુદેવ

vlcsnap 2022 06 27 11h40m27s036

પૂ.ધીરગુરુદેવએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જૈન દિક્ષા અંગીકાર કર્યા બાદ સૌ પ્રથમવાર જન્મભૂમિ પર ચાતુર્માસ કરી પૂ. ધીરગુરૂદેવ માતૃભૂમિનું રૂણ ચુકવાશે તેમ કહ્યું છે. વિવિધ ધાર્મિક અને સામાજીક કાર્યો હાથ ધરશે તેમજ ગ્રામજનોના જીવન સમૃધ્ધ બનાવવા આદતને બદલવા સોબતને સુધારવા અને દાનતને બદલવા પ્રયત્નો  કરશે આની સાથોસાથ જસાપરને શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ અને આધુનિકતા તરફ લઈ જવા ક્ધયા કેળવણીનું આહવાન  કરશે. તેમજ યુવાનોને  વ્યસન મુકત કરવાનું મહા અભિયાન કરશે. જીવદયાના કાર્ય કરશે ચાતુર્માસને યાદગાર બનાવશે તેમ કહ્યું છે.  જૈન ધર્મમાં ચાતુર્માસ એટલે ચાર મહિના ધર્મ આરાધના કરવાની,પાપથી નિવૃત્તિ અને પુણ્યની કમાણી કરવાની ચાતુર્માસ કલ્પ હોય છે.જૈન સાધુ-સાધ્વીજી ચાર મહિના જીવોની હિંસા ન થાય એના માટે એક ક્ષેત્ર પર બિરાજતા હોય છે. આ વર્ષે ભાણવડ તાલુકાના જસાપર મુકામે ચાતુર્માસ કરવાનું છે.ગ્રામજનોની વિનંતિથી આ વર્ષે જન્મભૂમિ જસાપર માં ચાતુર્માસ કલ્પ છે. જૈન રામાયણ વિષય પર પ્રવચનનું આયોજન કરવામાં આવશે. સાથોસાથ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં કૃષ્ણાઅષ્ટમી યોજાશે. જેમાં ગ્રામજનો સ્વધર્મ અને પરધર્મ જાણી અને સત્ય ધર્મનો સ્વીકાર કરી સાચા માર્ગે ચાલે તેવા હેતુસર ચાતુર્માસ પ્રવેશ કાર્યક્રમ જસાપર ગામ માં યોજવામાં આવ્યો છે.

સસરા-જમાઈની જોડીએ ક્ધયાની સાથે-સાથે જૈન નાદ કર્યો

Untitled 3 37

જશાપર મુકામે છેલ્લા 15 દિવસમાં કે.ડી.કરમુળ તેમજ વિક્રમભાઈ માડમએ ચાતુર્માસના પૂર્વને ધામેધૂમે ઉજવા માટેની કોઈ કસર બાકી રાખી નહતી ગામમાં તાત્કાલીક ધોરણે રોડ રસ્તાથી માંડી લાઈટ તેમજ ભુગર્ભ ગટરની સેવાઓ સહિત અન્ય ઘણી સુવિધાઓ અને સગવડ ઉભી કરાવી હતી. સાથોસાથ સમગ્ર ધર્મ ઉત્સવ થકી જસાપરને ધર્મમઈ બનાવી દીધું છે. બંને સસરા જમાઈની જોડીએ તમામ તૈયારીઓ પર દેખરેખ રાખી જૈન અગ્રણીઓ સાથેખંભેથી ખંભો મિલાવી જહેમત ઉઠાવી હતી.

ગુરુદેવની હંમેશા મારી અને મારા પરિવાર પર અસીમ કૃપા રહી છે:અમીશાબેન વોરા

vlcsnap 2022 06 27 11h38m27s345

પ્રભુદાસ લીલાધર સ્ટોક બેન્કિંગ અને ઇન્વેસ્ટમેન્ટના ઓનર અમીશાબેન વોરાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે, ગુરુદેવની મારી અને મારા પરિવાર પર અસીમ કૃપા રહી છે.કયાંકને ક્યાંક મને સેવાનો લાભ આપવામાં યાદ રાખે છે.ચાતુર્માસમાં જસાપર ગામ ખાતે આવી છું.ત્યારે ગામ લોકોના પ્રેમ,લાગણી અને નિ:સ્વાર્થ  સ્વભાવથી ઘણું શીખી. પૂજ્ય ધીર ગુરુદેવ નો ભાવ હંમેશા એવો જ રહ્યો છે કે લોકો પોતાના કાર્યોથી જ આગળ તેમની અંદર રહેલો તાણ ઓછો થઈ જાય. ગામ લોકો માટે કંઈક વિચાર્યું છે જે આગામી દિવસોમાં જવાબદારી પૂર્વક પૂરું કરીશ.

પૂ.ધીરગુરુદેવએ ચાતુર્માસ પ્રવેશ ઉત્સવમાં ક્ધયા કેળવણી પર ભાર મૂકાયો

Untitled 3 38

ચાર મહિના પૂ. ધીરગુરૂદેવ તેમની જન્મભૂમિ જસાપર મુકામે ચાતુર્માસ કરશે ત્યારે પ્રવેશઉત્સવના પ્રવચન સમયે ધિરગુરૂદેવે ક્ધયા કેળવણી પર ભાર મૂકતા કહ્યું હતુ કે આહિર સમાજની દિકરીઓને વેઢલા (દાગીના) ઓચ્છા કરશો તો ચાલશે પરંતુ તેમને શિક્ષણનું જ્ઞાન આપવું જરૂરી. દિકરીઓને ભણાવી ગણાવી તેમનેપગભર કરવાની છે. જસાપર સહિત આસપાસના તમામ ગામની દિકરીઓને શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધારવાનું ગામ લોકોને આહવાન કર્યું.

આવા મહાન સંતોનું સન્માન કરવું તેમને સહકાર આપવો એ મારી ફરજનો ભાગ છે:વિક્રમભાઈ માડમ

vlcsnap 2022 06 27 11h40m18s151

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું કે, આ ચાતુર્માસનો લાભ હાલરની ધરતિ, બરડાની ધરતી, સાથો સાથ આજુબાજુના પંથકને લાભ મળશે. આપણી ધરતી ઉપર જ આવા મહાન સંત આવતા હોય ત્યારે તેનું સન્માન કરવું તેમને સહકાર આપવો તે મારી ફરજનો ભાગ છે સાથોસાથ મારા જમાઈ કે.ડી કરમુળ અને તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમની બધી જ વ્યવસ્થાને ઉઓળવાની જેહમત ઉઠવી હતી.

ગુરૂ મહારાજની પધરામણીથી અમારું  ગામ આદર્શ ગામ અને ગોકુળિયું ગામ બનશે:કે.ડી કરમૂળ

vlcsnap 2022 06 27 11h38m42s114

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સભ્ય કે.ડી કરમૂળએ  અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, બધા જ તહેવારો એક જ દિવસે જસાપરમાં હોય એવો અનુભવ થઈ રહ્યો. નાનેરા થી મોટેરા વો ચાતુર્માસ પ્રવેશ ઉત્સવમાં ઉમળકાભેર જોડાયા છે મારી માટે સૌભાગ્યની વાત છે અને ગુરુકૃપા મારા પર હવે તો જ ચાતુર્માસના સન્માન સમારોહ સમિતિ ના સભ્ય મારી વરણી કરવામાં આવી. ગુરુ મહારાજની પધરામણીથી અમારું ગામ આદર્શ ગામ અને ગોકુળીયુ ગામ બની જશે.

ગુરુદેવ નાનપણથી જ ધાર્મિક અને આધ્યાત્મિક છે: અનિલભાઈ મણિયા

vlcsnap 2022 06 27 11h38m18s069

અનિલભાઈ મણિયારે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હું અને ગુરુદેવ નાનપણના મિત્રો છીએ. નાનપણમાં અમે ખૂબ લડ્યા જગડીયા અને સાથે રહીને દીક્ષા પણ લીધી છે. પરંતુ જે જ્ઞાન તેમને થયું છે એ જ્ઞાનથી અત્યારે લોકોના જીવન પરિવર્તન થઈ રહ્યા છે.બચપનમાં દર વર્ષે જૈન શિબિરમાં અમે બે વાર જતા. ગુરુદેવનું મેનેજમેન્ટ ટકોરા બંધ છે.તેમના માર્ગદર્શન હેઠળ એવું જ મેનેજમેન્ટ અહીં ગામ લોકો નું જોવા મળે છે.

નાનપણથી જ ગુરુદેવે અમારામાં ધર્મના સંસ્કાર સિંચ્યા છે: બિમલભાઈ દોશી

vlcsnap 2022 06 27 11h38m35s075

બિમલભાઈ દોશીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પૂજ્ય ગુરુદેવની અમારા પર નાનપણથી જ કૃપા રહી છે. શિબિરમાં પણ અમને લઈ જતા તેમજ નાનપણથી જ અમારામાં ધર્મના સંસ્કારનું સિંચન કર્યું છે. ચાતુર્માસની આવી અદ્ભુત વ્યવસ્થાને હજુ ક્યાંય પણ જોઈ નથી. સાપર ગામમાં એક જ ઘરનું ઘર છે છતાં અન્ય સમાજના લોકો આજે ધાર્મિકતાપૂર્વક ખોબલે ને ખોબલે ગુરુજીને વધાવી અને જૈન ધર્મની ભક્તિ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.