ફાટક વચ્ચે હીંચકો, જેલમાં કૃષ્ણ જન્મ સહીતના અનેરા આકર્ષણ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવા જય દ્વારકાધીશ ગ્રુપની તાડામાર તૈયારીઓ
કૃષ્ણ નંદલાલાલના વધામણા નીમીતે આ વર્ષે પણ રાજકોટના રૈયા રોડ રેલવે ફાટક પાસે જય દ્વારકાધીશ ગ્રુપના કીરીટભાઇ મીરના નેજા હેઠળ ઘ્વજા રોહણ, રીક્ષાઓમાં તેમજ સોસાયટી વિસ્તારો મુખ્ય માર્ગો પર ઝંડી, સ્ટીકર લગાડવાના કાર્યક્રમ તેમજ રૈયા રોડ કૃષ્ણમય બની જાય એ માટે ગોકુલ મથુરાનું શાનદાર આયોજન કરાયું છે. આ ઉ૫રાંત રેલવે ફાટક પાસે કૃષ્ણ ભગવાનની મોટી મૂર્તિ તેમજ રૈયા રોડ ફાટક ની વચ્ચે હીચકો પણ મુકવાનું આયોજન કરાયું છે.
ઉલ્લેખનીય છે કે ની અથાગ મહેનત તથા પરીશ્રમ ના કારણે ગત વષે ૨૦૧૬ માંલતા સુશોભનમાં જય દ્વારકાધીશ ગ્રુપે સમગ્ર રાજકોટમાં બીજો ક્રમાંક મેળવ્યો હતો ત્યારે આ વર્ષે અનેરા આર્કષણ ના ભાગરુપે ફાટક વચ્ચે હીચકો કાનુડાનો જન્મ જેલમાં તાળા તુટતા હોય તેવું દ્રશ્ય બકાસુરનો અને મામા કંસનો વધ ૪ – ૫ ગોવાળીયા બલરામ સુદામા, રાધા વગેરે ના તાદ્રશ્ય મૂર્તિઓ શિવલીંગ મૂર્તિ દ્રશ્ય રાધા-કૃષ્ણ ની ઝુંપડી, ગોકુલ મથુરાનું સુશોભન તેમજ જન્માષ્ટમીની રાત્રે મટકી ફોડનો કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાય તેવું અનેરુ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પણ ભગવાનના અલગ અલગ સ્વરુપોને રાખી એક અલગ જ પ્રકારના લતા સુશોભન કરવાનું આયોજન છે. જેની તાડામાર તૈયારીઓ ગ્રુપ દ્વારા શરુ કરાઇછે. જેના માટે કીરીટભાઇ મીર તેના ગ્રુપના સર્વે સભ્યો તડામાર તૈયારીમાં જોડાયા છે.