ક્રિટીકલ કેરટીમે ઇસીએમઓ મશીન થકી સારવાર આપી બુઝાતી જિંદગીમાં નવા પ્રાણ ફૂંકયા
શહેરની જાણીતી ગોકુલ હોસ્પિટલમાં જીવન મરણના સંઘર્ષ વચ્ચે અલિપ્ત થતી પાંચ જિંદગીઓને ઇસીએમઓ મશીન દ્વારા સારવાર આપી ક્રિટીકલ કેર ટીમ બુઝાતી જિંદગીમાં નવા પ્રાણ ફૂંકયા છે. ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગર રોડ ખાતે ઉનાના ૪૫ વર્ષીય પુરૂષને અત્યંત ગંભીર હાલતમાં લાવવામાં આવેલ હતા. તેઓએ કોઇ અકળ કારણોસર એલ્યુમીનીયમ ફોસ્ફેટ નામની અત્યંત ઝેરી દવાનું સેવન કર્યુ હતું. તાજેતરમાં ઉપલેટાના ૫૭ વર્ષના ભાઇએ ૩ ઝેરી ટીકડા ખાઇ ગયા હતા અને તેમના સંબંધીઓને તેની જાણ થતા તાત્કાલીક ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગર રોડ ખાતે લઇ આવ્યા હતા. ગોકુલ હોસ્પિટલ ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા ત્યારે આ બન્ને દર્દીનું બ્લડ પ્રેશર માપી ન શકાય તે હદે નીચુ હતુ અને હૃદયનું પંપીગ માત્ર ૧૦% જ હતું. આ સંજોગોમાં ડોકટરોની ટીમ દ્વારા દર્દીના સગાને દર્દીનો જીવ બચાવવા માટે ઇસીએમઓ મશીનના ઉપયોગ અંગે માહીતી આપવામાં આવેલ અને તાત્કાલીક નિર્ણય લઇ અને દર્દીને મશીન ઉપર મુકવામાં આવેલ.
આ મશીન કે જેમાં હૃદય અને ફેફસાનો સંપૂર્ણ કંટ્રોલ મશીન ઉપર લઇ લેવામાં આવે છે. પ્રથમ દર્દીને સતત નવ દિવસ અથાગ સારવાર થકી દર્દીની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થતા ઇસીએમઓ મશીન દૂર કરાયેલ અને દર્દીને આઇસીયુઓ વધુ ૧૫ દિવસ રાખવામાં આવ્યા હતા અને આમ સતત ૨૪ દિવસની સઘન સારવાર બાદ દર્દીએ નવજીવન પ્રાપ્ત કર્યુ હતું. બીજા દર્દીને માત્ર ત્રીજા દિવસે ઇસીએમઓ મશીન દૂર કરાયેલ અને છઠ્ઠા દીવસે ખૂબ જ સારી કંડીશનમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ. અને તેઓ પોતાની કારમાં ઘરે પહોંચી ગયા હતા.
બન્ને દર્દીની આ કટોકટીની ક્ષણોમાં અને દર્દીઓને નવજીવન બક્ષવામાં ગોકુલ હોસ્પિટલની ક્રિટીકલ કેર ટીમ અને ડો. તેજસ મોતીવરસ, ડો. દિગ્વીજસિંહ જાડેજા, ડો. તેજસ કરમટા, ડો. તુષાર ભટ્ટી (કાર્ડીયોલોજીસ્ટ), ડો. પ્રિયંકાબા જાડેજા, ડો. હાર્દિક વેકરીયા ઉપરાંત યુરોલોજીસ્ટ ડો. કૃણાલ કુંદડીયા વગેરેનું મહત્વનું યોગદાન હતું. આ ઉપરાંત ગોકુલ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત અને આ મશીનનો ઉપયોગ કરવા માટેની ખાસ પ્રકારની ટે્રનીંગ પ્રાપ્ત કરેલ નસીંગ સ્ટાફનું યોગદાન પણ ખૂબ મહત્વનું હતું.
પ્રથમ દર્દી લોકડાઉન હળવું થતા તા.૩ જૂનનાં રોજ જાતે જ કાર ચલાવી ઉનાથી રાજકોટ ફોલોઅપ માટે આવેલ. બન્ને દર્દી તેમજ દર્દીના સગા અને સ્નેહીઓ દ્વારા જણાવવામાં આવેલ કે, ગોકુલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ઇસીએનઓ, સીઆરઆરટી અને અતિઆધુન્કિ સાધનો તથા ડોકટરોની સ્કીલના સમન્વયને કારણે દર્દીનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. વધુ માહિતી માટે (મો.નં. ૯૯૯૮૧૧૫૪૧૦) ઉપર વૈભવભાઇ દવેનો સપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.