દર્દીઓને ફીમાં પરીવહન, ભોજન, રહેઠાણ,તબીબી તપાસ અને દવાઓ મળશે: 21મી જાન્યુઆરીથી ત્રણ દિવસ તબીબી નિષ્ણાંતોની ટીમ દ્વારા 80થી વધુ કલેફટ સર્જરી કરાશે
મિશન સ્માઈલૂ. 80-જી અને ઋઈછઅ રજિસ્ટર્ડ મેડિકલ ચેરિટી, મુથૂટ પપ્પાયન ફાઉન્ડેશન અને ગોકુલ હોસ્પિટલ ના સહયોગથી ગુજરાતના બાળકો અને યુવા વયસ્કોને વિના મૂલ્યે ક્લેફ્ટ લિપ અને લેફ્ટ પેલેટ સુધારાત્મક શસ્ત્રક્રિયાઓ ઓફર કરે છે જે તા. 20મી જાન્યુઆરી થી 23મી જાન્યુઆરી 2024 દરમિયાન ગોકુલ હોસ્પિટલ, વિધ્યાનગર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવશે. રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં આ અમારું પ્રથમ મેડિકલ મિશન છે. વડોદરા ખાતે છેલ્લા 6 વર્ષથી સતત અમો આ મિશન દ્વારા મુથુટ પપ્પાયન જૂથ સાથેની આ ભાગીદારી દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં 400 પ્લસ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે 20મી જાન્યુઆરીએ હોસ્પિટલમાં લગભગ 70-80 દર્દીઓની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ 21મી જાન્યુઆરીથી 23મી જાન્યુઆરી, 2024 વચ્ચે સર્જરી કરવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ચાર દિવસીય લેફટ સર્જિકલ કેમ્પ (મિશન) દ્વારા સમગ્ર ભારતમાં પ્લાસ્ટિક સર્જરી, ઓરલ અને મેકિસલોફેસિયલ સર્જરી, એનેસ્થેસિયોલોજી, બાળરોગ, દંત ચિકિત્સા અને નર્સિંગ ક્ષેત્રના તબીબી નિષ્ણાતોની 1 ટીમ દ્વારા 50 થી વધુ કલેટ સર્જરી પ્રદાન કરશે આંઅગે આજે ગોકુલ હોસ્પિટલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ટીમે જણાવ્યું હતુ કે મુથુટ પપ્પાયન ગ્રૂપની સીએસઆર શાખા મુથુટ પપ્પાયન ફાઉન્ડેશન સમગ્ર મિશનમાં મદદ કરી રહી છે જેથી કરીને ગુજરાતના ક્લેફટની તકલીફ ધરાવતા અસરગ્રસ્ત બાળકોને મફત સર્જરીનો લાભ મળી શકે. મુથુટ પપ્પાયન ફાઉન્ડેશન એ ઓકટોબર 2014માં મિશન સ્માઇલ સાથેની ભાગીદારીમાં મુથૂટ ફિનકોર્પ લિમિટેડ માટે ‘સ્માઇલ પ્લીઝ’ નો મુખ્ય સીએસઆર કાર્યક્રમ, કોટ્ટાયમ, કેરળ ખાતે શરૂ કર્યો અને ત્યારથી 2790 બાળકો અને યુવાન વચસ્કોને સલામત, કરુણાપૂર્ણ અને સર્વગ્રાહી સંભાળ અને શસ્ત્રક્રિયા પૂરી પાડવામાં મદદ કરી છે. સમગ્ર ભારતમાં મુથુટ પપ્પાચન ફાઉન્ડેશનની ભાગીદારીમાં ગુજરાતમાં આ પહેલ 7મી વખત યોજાઈ રહી છે.
મિશન સ્માઇલ, મુથુટ પપ્પાચન ફાઉન્ડેશન સાથે ભાગીદારીમાં દર વર્ષે મફત ક્લેફટ સર્જરી આપીને ગુજરાતના બાળકોને મદદ કરવા આતુર છે આયોજિત શિબિર માટે, અમે મુથૂટ ફિનકોર્પ અને માઇક્રોફિન શાખાઓ દ્વારા ગુજરાતના જિલ્લાઓમાં ક્લેફ્ટ જાગૃતિ અભિયાનો યોજવાનું શરૂ કર્યું છે. દર્દીઓને મફત પરિવહન, ભોજન, રહેઠાણ, તબીબી તપાસ, સર્જરી અને દવાઓ મળશે. શસ્ત્રક્રિયા પછી, દર્દીઓને ઓપરેશન પછીની સારવાર પણ મફત આપવામાં આવશે. આ વ્યાપક ક્લેફટ સર્જરી મિશનના ભાગ રૂપે, જરૂરી દર્દીઓને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ, પોષણ સહાય અને માર્ગદર્શન વગેરેની પણ ઍક્સેસ હશે જે તદ્દન મફત છે.
રાજકોટની ગોકુલ હોસ્પિટલ આ મિશનનું આયોજન કરી રહી છે. ગોકુલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ 1991 થી સમાજની સેવા કરી રહી છે. સૌરાષ્ટ્રના પ્રથમ ન્યુરોસર્જન તરીકે ડો. પ્રકાશ મોઢાએ ગોકુલ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર’ ના નામથી હોસ્પીટલની શરૂઆત કરી હતી હાલ ગોકુલ હોસ્પિટલમાં 2 યુનિટ કાર્યરત છે. એક વિદ્યાનગર રોડમાં 75 બેડ સાથે અને બીજું કુવાડવા રોડમાં 100 બેડ સાથે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ સઘન સંભાળ એકમો, અને મોડ્યુલર ઓપરેશન થિયેટરો અને વિવિધ સારવાર સેવાઓ પ્રદાન કરે છે. અનુભવી ડોકટરોની ટીમ, અનુભવી નર્સિંગ સ્ટાફ અને અત્યાધુનિક ઇન્ફાસ્ટ્રક્ચર સારવાર અને દર્દીની સંભાળનું ઉચ્ચ ધોરણ પૂરું પાડે છે. તેમજ સમગ્ર હોસ્પિટલમાં 55 ફુલ ટાઈમ ડોકટરો ઉપલબ્ધ છે. ક્લેટ સર્જરીમાં શ્રેષ્ઠ અને સચોટ સારવાર અને શ્રેષ્ઠ પરિણામો આપવા માટે ગોકુલ હોસ્પિટલ, મિશન સ્માઈલ અને મુથૂટ પપ્પાયન ફાઉન્ડેશન માટે પ્રયત્નશીલ છે.
મિશન સ્માઈલે 2002થી 61 હજાર દર્દીઓની કલેફટ સર્જરી કરી
મિશન સ્માઈલ એ રજિસ્ટર્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ છે જે ક્લેટ લીપ (ફાટેલા હોઠ), ક્લેફ્ટ પેલેટ (ફાટેલા તાળવા) અને ચહેરાની અન્ય વિકૃતિઓ સાથે જેન્મેલા બાળકોને જીવન બદલી નાખતી શસ્ત્રક્રિયાઓ મફત આપવા માટે સમર્પિત છે. 2002 થી, મિશન સ્માઈલ એ 69,000 થી વધુ ક્લેટ દર્દીઓને સફળ સારવાર પ્રદાન કર્યું છે અને 139 મિશન, 16 કેન્દ્રો દ્વારા સમગ્ર ભારતમાં અમારા સમર્પિત 45,500 થી વધુ બાળકો અને પુખ્ત વયના બાળકો અને ક્લેટને વિના મૂલ્યે શસ્ત્રક્રિયાઓ અને લેફટનું તપાસ તથા નિદાન કરી ચુક્યા છીએ. ગુવાહાટીમાં વ્યાપક ક્લેફ્ટ કેર સેન્ટર અત્યાર સુધીમા મિશન સ્માઇલમાં અંદાજે 1800 થી વધુ ભારત અને વિદેશના તબીબી અને બિન-તબીબી સ્વયંસેવકો આ પહેલમાં જોડાયા છે અને તેમની સેવાઓ આપી રહ્યા છે.