શિષ્ય ગુરુ વિષે શું લખે? કેમ લખે? શિષ્ટનું લખવું એ એક વિચારે ઉદ્ધાતાઇ જ ગણાય. ખરો શિષ્ય તો એ કે જે ગુરુમાં શમી જાય. એટલે એ ટીકાકાર તો હોય જ નહી. દોષ જાુએ એ ભક્તિ જ નથી. ગુણદોષનું પુથકરણ ન કરી શકે એવા લેખક પાસેથી પ્રજાજજન કોઇ પણ સ્તૃતિનો અંગીકાર ન કરે તો ફરીયાદને અવકાશ નથી. શિષ્યનું આચરણ એ જ ગુરુ પરની ટીકા છે. ગોખેલેજી મારા રાજય ગુરુ હતા, એમ મેં ઘણીય વાર કહ્યું છે. એટલે એમને વિષે લખવા હું મને અસમર્થ ગણું છું. જે લખું તે મને ન્યુન જ લાગે, મને લાગે છે કે ગુરુ શિષય વચ્ચેનો સંબંધ કેળવ આકસ્મિક છે એ ગણિત શાસ્ત્રના ધોરણ ઉપર રચાતો નથી. એક ક્ષણની અંદર જાણે કે અનાયાસે થયો હોય તેમ એ સંબંધ બંધાય છે અને બંધાયા પછી કદી તૂટી શકતો નથી.

હું ગોખલે પાસે ગયો. તે ફરગ્યુસન કોલેજમાં હતા. મને ખૂબ પ્રેમથી ભેટયા ને પોતાનો કરી લીધો. તેમનો પણ મને પહેલો પરિચય હતો. પણ, કેમ જાણે અમે પૂર્વ મળ્યા ન હોઇએ તેમ લાગ્યું. સર ફિરોજશાહ તો મને હિમાલય જેવા લાગ્યા, લોકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા, ગોખલે ગંગા જેવા લાગ્યા, જેમાં હું નાહી શકું. હિમાલય ચડાય નહી સમુદ્રમાં ડૂબવાનો ભગ રહે. ગંગાની તો ગોદમાં રમાય. તેમાં હાડકાં લઇને તરાય.

ફરચ્યુસન કોલેજ કપાઉન્ડમાં એમને ત્યાં હું એમને મળેલો જાણે કોઇ પુરાવન મિત્રને મળવાનું થયું હોય અથવા તો એથીયે વધુ સાર્થ શબ્દોમાં કહું તો જાણે ઘણાં વરસથી વિખૂટાં પડેલ મા દિકરો મળ્યા હોય! એમની માયાળુ મુખમુદ્રાએ ક્ષણવારમાં મારા મનની બધી ભીતિ હરી લીધી. મારે વિષે તેમ જ દક્ષિણ આફ્રિકાનાં મારાં કામોને વિષે તેમણે ઝીણામામં ઝીણી વિગતો પૂછી તત્કાળ તેમણે મારું હૃદય મંદિર સર કયું. અને જયારે મે તેમની વિદાય લીધી ત્યારે મારા મનમાં એક ધ્વનિ ઊઠયો: ‘આ જ મારો મુરશિદ.’

તે ઘડીથી માંડીને ગોખલેએ અને કોઇ દિવસ વિસાર્યો નહી. ૧૯૦૧માં હું ફરી વાર હિદુસ્તાનમાં આવ્યો અને અમે વધુ નિકટ સમાગમાં આવ્યા. તેણે મને કેવળ હાથમાં લીધો અને ઘડવા માંડયો. હું કેમ બોલતો, કેમ ચાલતો, કેમ ખાતો-પીતો, એ બધાંની એ ચિતાં રાખતા. મારી માએ પણ ભાગ્યે જ મારી તેટલી કાળજી કરી હશે. મને ખબર છે ત્યાં સુધી અમારી વચ્ચે કોઇ જાતનો પડદો ન હતી. ખરે જ, પહેલી દષ્ટિએ જ પ્રેમમાં પડેલાઓના જેવા અમારે સંબંધ હતો, અને સને ૧૯૧૩માં તો તે કઠણમાં કઠણ કસોટીમાંથી પણ પાર ઊતર્યો-રાજદ્રારી કાર્યકર્તા વિષેના મારા આદર્શનો એ સંપૂર્ણ નમૂનો હતા.

સ્ફટિક સમા નિર્મળ, ગાય જેવા ગરીબ, સિંહ જેવા શૂર અને ખોડ ગણાય એટલી હદ સુધી તેઓ ઉદાર હતા, કોઇને તે આ બધામાંથી કશુ જ ન દેખાયું હોય, મારે તેની જોડે નિસ્બત નથી. અને પોતાને એમનામાં આંગળી ચીંધવા જેવી એક પણ ખામી ન દેખાઇ એ મારે માટે બસ છે. મારી નજરમાં તો તેઓ આજની ઘડી સુધી રાજદ્વારી ક્ષેત્રમાં આદર્શ પુરુષ જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.