રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જતી લકઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાતાં મુસાફરો કાળનો કોળિયો બન્યા
તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે અકસ્માતોના બનાવોમાં એકા એક વધારી જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે .જેમાં વડોદરામાં કપૂરાઈ ચોકડી પાસે એક બસ અને ટ્રેલર ધકડાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં 6 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 17 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ લકઝરી બસ રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જતી હતી ત્યારે ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો છે.
વિગતો મુજબ વડોદરા નજીક કપુરિયા ચોકડી પાસે આજે સવારના સમય રાજસ્થાન ભીલવાડાથી મુંબઈ જતી એક લક્ઝરી બસ એક ઘઉં ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવા જતાં ગોઝારો અકસ્માત થયો હતો.જેમાં 6 જેટલા મુસાફરોના મોતી પછી હતા જ્યારે 17 જેટલા મુસાફરોને ગંભીર રીતે ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રેલર લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
આ અકસ્માતમાં બે પુરુષ, ત્રણ મહિલા સહિત એક બાળક મળી કુલ 6 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.આ ગમખ્વાર અકસ્માત બાદ ખાનગી બસમાંથી મુસાફરોને બહાર કાઢવા માટે બસનાં પતરાં કાપવા પડ્યાં હતાં, જેના પરથી ખ્યાલ આવે કે બસ ફૂલ સ્પીડમાં જતી હતી અને ધડાકાભેર બસ સાથે અથડાઈ હતી.