‘તાઉતે’ ગુજરાતમાં અને ખાસ કરી દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી છે. આ સાથે ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ જેવા જિલ્લાઓમાં ભરે નુકસાની જોવા મળી છે. આ નુકશાન વારી સ્થિતિનું નિરીક્ષણ કરવા બીજેપી પ્રમુખ સી.આર.પાટીલ ગીર સોમનાથની મુલાકાત લીધી.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાઓની મુલાકાત લીધી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. વેર વિખેર થઈ ગયેલા આંબાના બગીચાઓમાં જઈ નુક્શાનીની સમીક્ષા કરી સી.આર. પાટીલે ખેડૂતોને આર્થિક સહાયની હૈયાધારણા આપી છે.

આ મુલાકાત દરમ્યાન મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ભરતભાઈ બોઘરા, મંત્રી રઘુભાઈ હુંબલ, ઝવેરીભાઈ ઠકરાર, ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ માનસિંહ પરમાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને જિલ્લાના અન્ય પદાધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.


‘તાઉતે’ વાવાઝોડાએ જે નુકસાન કર્યું તે અંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પહેલા અસરગ્રસ્ત વિસ્તારોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હવાઈ નિરીક્ષણ કરાયું હતું. તેના પછી રાજ્યના મુખમંત્રી વિજય રૂપાણીએ નિરીક્ષણ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. ‘તાઉતે’ની નુકશાની સામે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.