ગુગલ રેસ્ટોરન્ટની વિગતો મેપ સાથે ઉપભોકતાઓને પુરી પાડશે
ટેક્નોલોજીના યુગસમિ ૨૧મી સદીમાં લોકો જ્યારે નાની-નાની વાતને ગૂગલને પૂછીને કરતાં થયા છે ત્યારે કહી શકાય કે, આજનો ૨૧મી સદીનો માણસ ગૂગલ પર નિર્ભર થઈ ગયો છે.
આવા સમયે ટેકનોલોજિના ઉપભોગતાઓ માટે ખુશીના સમાચાર કહી શકાય કે આપડે જે રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરી, ગૂગલ પાસે રસ્તો પૂછીએ છીયે એજ રીતે ગૂગલ પરથી ઇમેજ ડાઉનલોડ કરીએ છીયે ત્યાં સુધી કહેવાય કે ગૂગલને કોઈ એવો જરૂરી પ્રશ્ન પણ પૂછી લેતા હોઈએ છીયે. આવા સમયે ગૂગલ લગભગ બધી જગ્યાએ પહોચી ચૂક્યું છે ત્યારે તો આવા સમયે ગૂગલ દ્વારા એક નવીજ ટેકનોલોજિનો ઉપયોગ કરી હવેથી તેના કસ્ટમરોને રેસ્ટોરન્ટની તમામ માહિતી આપશે.
સામાન્ય લોકોની જો વાત કરીએ તો ગૂગલનો ઉપયોગ લોકો રસ્તો ગોતવા માટે કરતાં હોય છે વધુમાં વધુ લોકો કોઈપણ વસ્તુને ગોતવા એટ્લે કે માહિતી માટે ઉપયોગ કરતાં જોયા છે. ટેકનોલોજિનો ઉપયોગ કરવા વાળા ગૂગલનો ઉપયોગ વધુમાં વધુ મેઈલ એકાઉન્ટ ખોલવા અને બીજી વિગતો જાણવા કરતાં હોય છે. જ્યારે પોલીસ દ્વારા અને ખાનગી કંપનીઓ કે જેઓ દેશની સુરક્ષાની જવાબદારી લઈ બેઠા છે એવા લોકોને પણ ગૂગલ બહુ ઉપયોગી નીવડે છે.
અત્યારે તમારે કોઈ પણ રેસ્ટોરન્ટની સામાન્ય માહિતી જેવીકે તમારી આસપાસ નજીકમાં ક્યાં રેસ્ટોરન્ટ આવેલા છે તે જાણવું હોય તો ગૂગલ માહિતી આપી દે છે. સાથે તમે ઘરે બેઠા કોઈ વસ્તુ મંગાવવા અને ખરીદી કરવા માંગો છો તો અમેજોન જેવી કંપની પરથી માંગવી સકો છો, સાથેજ કોઈ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવવું હોય તો એ પણ માંગવી શકો છો. જોમેટો એ આ સર્વિસ સૌથી પહેલા ભારતમાં ચાલુ કરી અને એના નકશા કદમ પર ચાલી ટેક્સી ભાડે આપતી કંપની ઉબર પણ હવે આ દોટમાં સામેલ છે. સ્વીગી પણ એજ પ્રકારની કંપની છે.
વાચક મિત્રોને જાણ કરતાં ખુશી થાય છે કે હવે ગૂગલ પણ આ હરોડમાં સામેલ છે પણ હરહમેશની જેમ એક ડગલું આગળ રહી.
ગૂગલની માહિતી મુજબ ગૂગલ આપના રેસ્ટોરન્ટની વિગત રાખશે જેમાં તે હવે જેમ રીતે રસ્તાઓ મેપને લાઈવ જોઈ શકીએ છીયેને લાઈવ ઉપડેટ મેડવીએ છીયે તે મુજબ રેસ્ટોરન્ટ ની તમામ માહિતી લાઈવ જેમાં રેસ્ટોરન્ટમાં ક્યાં ફૂડ ઉપલબ્ધ છે ક્યાં નથી, રેસ્ટોરન્ટમાં કેટલા લોકો જમી રહ્યા છે કેટલા લોકોની જગ્યા ખાલી છે એટલે કે વેઇટિંગ કેટલું છે સાથે કેટલા વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખૂલું રહેશે અને ક્યાં રેસ્ટોરન્ટમાં કઈ ઓફર ચાલુ છે તે પણ જોઈ શકાશે.
એટલે કે તમે ક્યાય રેસ્ટોરન્ટમાં જવા માગો છો તો હવે ગૂગલની આ સર્વિસ ચાલુ થયા બાદ તમે રેસ્ટોરન્ટના ભાવથી લઈ તમામ માહિતી જાણી શકસો સાથે ગૂગલ નો ઉદેશ આ સર્વિસ ચાલુ કરવા માટેનો એ કે તેના કસ્ટમરોને અલગ અલગ જગ્યાએ ફરીને માહિતી ન મેળવવી પડે તે હેતુથી આ સેવા શરૂ કરશે. એટ્લે જમવા માટે બહાર નિકડો એ પહેલા ગૂગલ પર જોઈને નિકળવું જેથી આ ઝડપી યુગમાં તમારો સમય બગાડે નહીં.