સૌરાષ્ટ્ર-કચ્છમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ધામધૂમથી ઉજવણી: પૂજન-અર્ચન-કિર્તન, જ્યોત પ્રાગટ્ય, સુખો-સેસા, ભંડારો, સત્સંગ, વિશાળ શોભાયાત્રા

‘લખ લખ વધાયું…. આયોલાલ ઝુલેલાલ’ના જયઘોષ સાથે સિંધી સમાજ દ્વારા નવા વર્ષ ચેટીચાંદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં ગામે ગામે શોભાયાત્રા, લંગરપ્રસાદ, સંમેલન સહિતના કાર્યક્રમો યોજાય છે. સિંધી સમાજએ નૂતન વર્ષને હર્ષોલ્લાસ સાથે એકમેકને શુભેચ્છા આ

પી વધાવ્યું હતું. સિંધી મંદિરોમાં ભગવાન ઝુલેલાલનું પૂજન, અર્ચન, કિર્તન, સત્સંગ, જ્યોત પ્રાગટ્ય, ભંડારો અને વિશાળ

શોભાયાત્રા સહિતના કાર્યક્રમો સાથે આજે ધાર્મિક કાર્યક્રમો આયોલાલ ઝુલેલાલના જયનાદ સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. રાત્રે આતશબાજી, નાચગાન, કેક કાપી નૂતનવર્ષની ઉલ્લાસભેર ઉજવણી થઇ હતી.

રાજકોટમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ જન્મ જયંતિની ભક્તિભાવ સાથે ઉજવણી થઇ રહી છે. રામનાથપરામાં આવેલ હરમંદિર, જંકશનમાં આવેલ સિંધી મંદિર, પારસ હોલ સહિત સિંધી મંદિરોમાં આરતી, પૂજન, પ્રભાતફેરી, મહાપ્રસાદ, કિર્તન સહિતના કાર્યક્રમોમાં ભાવિકો ઉમટ્યા હતા. બપોરે રામનાથપરાથી શોભાયાત્રા નીકળી હતી. રેસકોર્સ મેદાનમાં આજે નૂતનવર્ષ નિમીતે મહાસંમેલન યોજાયું છે.જામનગર, જુનાગઢ, વેરાવળ, મોરબી, ઉપલેટા, ધોરાજી સહિત ગામે-ગામે ચેટીચાંદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ હતી.

સિંધી સમાજના આરાઘ્યદેવ ઝુલેલાલની જન્મજયંતિની કેશોદમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે.ચેટીચાંદ પ્રસંગે સવારથી જ સિંધી સમાજના લોકોએ ધંધા-રોજગાર બંધ પાળી ફ્લોટસ સાથે શોભાયાત્રા સિંધીસમાજ ખાતેથી નિકળી હતી અને આ શોભાયાત્રા શહેરના આંબાવાડી ખાતેથી અમૃતનગર ખાતે પહોંચી  ત્યારે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને તમામ લોકોને બોમ્બે પ્રોવિઝનવાળા ભગુભાઇ તરફથી રંગબેરંગી શરબત પીવડાવેલ હતું. ત્યારબાદ શોભાયાત્રા ડી.જે.ને તાલે સિંધી સમાજના ભાઇ-બહેનો ઝુમી ઉઠ્યા હતા અને સ્ટેશન રોડ ચાર ચોક થઇ શોભાયાત્રાનું વિસર્જન સિંધી સમાજ ખાતે થયું હતું અને આ પ્રસંગે સમુહભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.