૧૩૮૭ બોરી મળી ૫૫ ટન ધાણા ચોરી જનાર અમરેલી પંથકના શખ્સ સામેનોંધાતો ગુનો
ગોંડલ શહેરના ભોજરાજપરામાં સેન્ટમેરી સ્કુલની સામે આવેલા યુ.સી.એમ.એલ. પ્રાઈવેટ લી.કંપનીના ગોડાઉનમાં તાળા તોડી રૂ.૨૫.૫૨ લાખના ધાણા ચોરીકરી ગયાની અમરેલી તાલુકાના શંભુપરા ગામના શખ્સ સામે ગુનો નોંધી સીટી પોલીસ મથકના સ્ટાફે તપાસનો ધમધમાટ આદર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબલોધીકા તાલુકાના સાંગણવા ગામે રહેતા અને ગોંડલ શહેરની સેન્ટમેરી સ્કુલ સામે યુ.સી.એમ.એલ. પ્રા.લી. કંપનીના ગોડાઉનમાં નોકરી કરતા રાકેશભાઈ ગિરધરભાઈ દેસાઈ નામના પટેલ કર્મચારીએ અમરેલી તાલુકાના અજય રમેશ બોરડ નામના શખ્સે ગોડાઉનમાં રૂ.૨૫.૫૨ લાખની કિંમતના ૫૫ ટન ૪૮૦ કિલો ધાણી અન્યો શખ્સોની મદદથી ચોરી કરી ગયાની ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરિયાદનોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં નોંધાવ્યા પ્રમાણે યુ.સી.એમ.એલ. પ્રાઈવેટ લી.કંપની ગોડાઉનોભાડે રાખી ગ્રાહકોનો માલનો સંગ્રહ કરતા હોય છે. આ ગોડાઉનમાં વેપારીઓદ્વારા રાખવામાં આવેલા ૭૬૩૪ બોરી ધાણાનો સ્ટોક હતો. જેમાંથી ૧૩૮૭બોરી ધાણા તા.૨૬/૧૧/૨૦૧૮ના ગાળામાં ૫૫ ટન ૪૮૦ કિલો મળી રૂ.૨૫.૫૨ લાખના ધાણા ગોડાઉનના તાળા તોડી ચોરી ગયાનું જણાવ્યું હતું. પોલીસે અજય રમેશ બોરડ સામેગુનો નોંધી ધરપકડ કરવા પીએસઆઈ એ.એમ.ઠાકોર સહિતના સ્ટાફ દ્વારા ચક્રોગતિમાન કર્યા છે.