વરસાદી પાણી ટપકતા પાંચ ટન લાકડા પલળ્યા ડાઘુઓ માટે બેઠક વ્યવસ્થા પણ જજરીત હાલતમાં
પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે લાકડા રાખવાનું ગોડાઉન પણ બિસ્માર હાલતમાં જોવા મળે છે. જેના કારણે વરસાદી પાણી અંદર પડી જતા લગભગ પાંચ ટન જેટલા લાકડા પાણીમાં પલળી ગયા છે. પાલિકા તંત્ર દ્વારા તાત્કાલીક ગોડાઉનનું સમારકામ કરાવવું જોઈએ તેવી માંગ ઉઠી છે, તો આ સ્મશાન ભૂમિ ખાતે બીળ પણ અનેક અસુવિધાઓ જોવા મળે છે.
પોરબંદરના હિન્દૂ સ્મશાન ભૂમિ ખાતે અનેક અસુવિધા જોવા મળે છે. ઘણા વખતથી લાકડાનો સંગ્રહ કરવા માટેનું ગોડાઉન બિસ્માર હાલતમાં છે અને છત પરથી પોપડા પણ ખરી ગયા છે. છત પર લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. દીવાલોમાં તિરાડો નજરે ચડે છે. આ અંગે અવાર નવાર રજુઆત કરવા છતાં પાલિકા તંત્ર્ા દ્વારા અહી સમારકામ કરાવવામાં આવતું નથી. આ વષ્ર્ો પડેલ વરસાદના કારણે લાકડાઓ પર પાણી ટપકી રહ્યું છે. ઠેર ઠેર છત પરથી પાણી ટપકતું હોવાથી પાંચ ટન જેટલા લાકડા પલળી ગયા છે. અને ઠેર ઠેર ભેજ જોવા મળી રહ્યો છે. અહી ઘાસ રાખવામાં આવેલ છે જેના પર પણ પાણી આવતા સંચાલકો દ્વારા ઘાસને ઉપરના ભાગે લેવામાં આવ્યું છે. ગોડાઉન બિસ્માર થયું છે. આ ઉપરાંત લાકડાથી અગ્નિદાહ આપવાના સ્થળે લાઈટની પૂરતી વ્યવસ્થા નથી. તેની સામે બેઠક વ્યવસ્થા પણ બિસ્માર બની છે અને છત પરથી પોપડા ખરી રહ્યા છે. તાજેતરમાં જ છત પરથી પોપડા ખયર્ા હતા, હાલ ત્યાંથી પણ પાણી ટપકી રહ્યું છે અહી ડાઘુઓ બેસતા હોય છે ત્યારે પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી ડાઘુઓને મુશ્કેલી પડે છે. છત પર લોખંડ દેખાય છે અને દીવાલો પર તિરાડો પડી ગયેલા છે. અહી પણ વરસાદી પાણી ટપકે છે. આવી સ્થિતિમાં હિન્દૂ સ્મશાન ભુમીનું રીનોવેશન કરવાને બદલે પાલિકા તંત્ર્ા બગીચા બનાવવામાં વ્યસ્ત છે તેવું જણાવી વિપક્ષ સુધરાઈ સભ્ય ળવનભાઈ જુંગીએ પાલિકા પ્રમુખ પર આકરી ઝાટકણી કાઢી હતી.
વધુમાં જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ સ્મશાન ભૂમિની જાળવણી કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. અહી અનેક લોકો પોતાના મૃત પામેલ પરિવારજનોને અગ્નિદાહ દેવા આવે છે ત્યારે અહી પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ તેને બદલે બાગ બગીચા બનાવવામાં તંત્ર્ા વ્યસ્ત થયું છે. હિન્દૂ સ્મશાનભુમીનું તાત્કાલિક રીનોવેશન કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.