- લાખો રૂપિયા લઇ પરિક્ષાર્થીઓના પેપર નિષ્ણાંતોએ લખ્યા હોવાનો કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીનો આક્ષેપ
મેડીકલ અભ્યાસક્રમ પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષામાં પેપરલીક સહિતના ગોટાળાઓ ગેરરીતિ-ગોલમાલમાં એક પછી એક કાળા ચિઠ્ઠા સામે આવી રહ્યાં છે. ગોધરામાં લાખો રૂપિયા લઈને નીટ પરિક્ષાર્થીઓના પેપર ‘નિષ્ણાંતો’એ લખ્યા હતા, ’પેપર પેક’ કરવા માટે ફાળવાયેલા અર્ધા કલાકમાં જ મોટા ખેલ પડયા: ‘જે સવાલના જવાબ ન આવડે તે કોરા રાખવા વિદ્યાર્થીઓને કહેવાયુ હતુ, પછી નિષ્ણાંતોએ તે જગ્યા ભરી દીધી હતી. આ સમગ્ર કૌભાંડ જ્યાં થયુ તે ગોધરાની જલારામ ઈન્ટરનેશનલ સ્કુલના સંચાલક સામે તપાસ એજન્સી ગંભીરતાથી તપાસ કેમ કરતી નથી ? તેવો ગંભીર પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સરકારી ઈજનેરી કોલેજ તૈયાર હોવા છતાં ગોધરા ખાતેની જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલને નીટનું પરીક્ષા કેન્દ્ર કેવી રીતે ફાળવણી કરવામાં આવી ? જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી દિક્ષિત પટેલ, અમદાવાદથી દિલ્હી 12મી માર્ચ કોને મળવા માટે ગયા હતા ? શું આ એક દિવસની દિલ્હી મુલાકાત ક્યા ક્યા વિશેષ વ્યક્તિઓ સાથે મીટીંગ કરી ? કારણ કે તા. 16મી માર્ચ નીટનું રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું અને પાછળ થી ખાસ કિસ્સામાં 9મી એપ્રિલના રોજ વિન્ડો ખોલવામાં આવી હતી જેમાં માત્ર એકજ દિવસમાં 24,246 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ પૈકીના કેટલા વિદ્યાર્થીઓ નીટમાં ટોપર થયા ? કેટલા ક્વોલીફાઈડ થયા ? નીટ પરીક્ષાના દશ દિવસ પહેલા એટલે કે તા. 25-4-2024 ના રોજ વડોદરા થી દિલ્હી ખાસ એક દિવસ માટે દિલ્હીમાં ક્યા મહાનુભાવોને મળવા ગયા હતા ? ક્યા અધિકારી-પદાધિકારી સાથે વિશેષ બેઠક કરી ? આ બન્ને વિશેષ મુલાકાત અંગે પણ તટસ્થ તપાસ થવી જોઈએ કારણ કે ગોધરાની જય જલારામ ઈન્ટરનેશનલ સ્કુલ જ્યાં નીટ કૌભાંડ થયું ત્યાંના સેન્ટર ઈન્ચાર્જ અને વડોદરાની એજન્સીની પણ સાંઠગાંઠ સામે આવી છે.
ચોકકસ પરીક્ષાર્થીઓને પસંદગીના નાના સેન્ટરોના પરીક્ષા કેન્દ્રોની ફાળવણી નેશનલ ટેસ્ટીંગ એજન્સી ની સાંઠગાંઠ વગર શક્ય બને નહીં. તે તપાસનો વિષય છે. એવા કિસ્સા ધ્યાને આવ્યા છે કે પ્રથમ પ્રયાસમાં બે-ત્રણ લાખ જેવો રેન્ક મેળવનારા પરીક્ષાર્થીઓએ બીજા પ્રયાસમાં 8000 કે 13000 જેવો રેન્ક હાંસલ કરી લીધો હવે એટલું જ નહીં. પસંદગીના નાના સેન્ટરોમાંથી જ પરીક્ષા આપીને આ અસામાન્ય દેખાવ કર્યો હતો. પરીક્ષાર્થીઓને પસંદગીના સેન્ટર મળવાની ઘટના પણ તપાસનો વિષય છે. નીટની પરીક્ષા માટે અરજી કરવામાં આવે ત્યારે પરીક્ષાર્થીઓને પસંદગીના બે સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે.
એજન્ટો સાથે સાંઠગાંઠ ધરાવતા પરીક્ષાર્થીના ફોર્મ પણ એજન્ટો જ ભરે છે અને પરીક્ષાના વતનથી ઘણાં દુર – અંતરીયાળ – નાના સેન્ટર પસંદ કરે છે. સારો રેન્ક મળી જવાની ખાતરી આપે છે. જેમાં લાખો રૂપિયાની ગોઠવણો થવાનું સામે આવ્યું છે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા કોમ્પ્યુટર આધારિત રેન્ડમ પધ્ધતિ જ અપનાવવામાં આવતી હોય છે. કોમ્પ્યુટર આધારિત પ્રક્રિયા જ અપનાવવામાં આવતી હોય છે. કોમ્પ્યુટર આધારિત પ્રક્રિયા હોય તો વિદ્યાર્થીઓને ચોક્કસ કેન્દ્રો કેવી રીતે મળી શકે તે ગંભીર સવાલ છે.
સમગ્ર દેશમાં વિદ્યાર્થી-વાલીઓ અને કોંગ્રેસ પક્ષ દ્વારા વ્યાપક જનઆંદોલન બાદ કેન્દ્ર સરકારે નીટની પરીક્ષાના વિવાદ વચ્ચે સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત, બિહાર તથા ઝારખંડના કનેકશન ખુલ્યા જ છે. પરીક્ષા સેન્ટર, ખાનગી કોચીંગ કલાસ અને પેપરલીક કરનારાઓની સાથે વિદ્યાર્થીઓની ચોકાવનારી સાંઠગાંઠ સામે આવી છે. ચોક્કસ પરીક્ષાર્થીઓને એમ કહેવામાં આવ્યું હતું કે, ‘પરીક્ષાના પેપરમાં જેટલા પ્રશ્નોના જવાબ આવડતા હોય તેટલા લખવા, બાકીના પ્રશ્નો કોરા રાખી દેવા પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર પેક કરવા માટે અર્ધી કલાકનો સમય હોય છે અને તે દરમ્યાન પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ દ્વારા પરીક્ષાઓ નહીં આવડેલા સવાલના જવાબ લખી દેવાની ગોઠવણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તુર્ત આન્સર કી જાહેર થઈ તી હોય છે અને તે પહોંચાડવાની જવાબદાર કોચીંગ કલાસ સંચાલકોએ ઉપાડી હતી.
નિષ્ણાંતોના માનવા પ્રમાણે નીટનો આ ગોટાળો કોઈ એક સેન્ટર કે રાજયના બદલે રાષ્ટ્રવ્યાપી હોવાનું એક પછી એક તપાસમાં સામે આવી રહ્યું છે ત્યારે ગઊઊઝ ની પરીક્ષામાં થયેલ ગેરરીતિ-ગોલમાલની સંપૂર્ણ તપાસ કરવામાં આવે જેથી મહેનત કરનાર ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ન્યાય મળે અને કૌભાંડ કરનારાઓને કડકમાં કડક સજા થાય.
લાખો રૂપિયા લઇ પરિક્ષાર્થીઓના પેપર નિષ્ણાંતોએ લખ્યા હોવાનો કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીનો આક્ષેપ