“હોંશિયાર અને અનુભવી અધિકારી સ્વભાવે ચીકણા વધુ હોય છે જેઓ અંધાધૂંધીના સમયે ચીકાસને કારણે ક્યારેય અવરોધરૂપ પણ બનતા હોય છે!”
સંસારની ઘટમાળમાં સમયાંતરે કુદરત સર્જીત તો કયારેક માનવસર્જીત એવી કેટલીક ઘટનાઓ બનતી હોય છે કે જે લાંબા સમય સુધી લોકમાનસને અસર કરતી હોય છે અને તેની અસર કેટલીક વખત શાસન વ્યવસ્થા ઉપર પણ પડતી હોય છે. વિસમી સદી તો આવી ઘટમાળોથી ભરચકક હતી જેમ કે વિશ્ર્વ યુધ્ધ અને બીજા વિશ્ર્વ યુધ્ધમાં અમેરીકા દ્વારા જાપાન ઉપર અણુ બોમ્બથી હુમલો અને એકી સાથે લાખો લોકોના મૃત્યુ, તે દરમ્યાન જ અંગ્રેજોની હીટલર શાહિ સામે ગાંધીજીએ આફ્રિકાથી ભારત પાછા આવી અહિંસક રીતે આઝાદીની ચળવળ ચલાવી તે દરમ્યાન બનેલ બનાવો જલીયાં વાળા બાગ હત્યાકાંડ, આઝાદ હિંદ ફોજ લઈને સુભાષચંદ્ર બોઝનું રંગુન સુધી પહોંચી આવવુ આવા સંજોગોને કારણે અંગ્રેજોને ભારતમાંથી ભાગવુ જ પડે તેમ જ હતુ. પરંતુ અંગ્રેજોએ જતા જતા કપટ બુધ્ધીથી હિન્દુસ્નાન ના કોમને આધારે (હિન્દુ-મુસલમાન) એમ બે ભાગલા કરી ભારતના ગળામાં કાયમી ધોરણે પાકિસ્તાન રૂપી દાભોળીયુ ભરાવ્યુ પણ તાજેતરમાં થોડા વર્ષો દરમ્યાન વિશ્ર્વ આખુ જેમાં આ અંગ્રેજો સહિતનાઓ જે રીતે ત્રાસવાદનું ઉદ્ભવસ્થાન એવા પાકિસ્તાનનું કોમ અને ધર્મના આધારે અંગ્રેજોએ જે પાકિસ્તાનનું સર્જન કર્યુ તે જ છે તે સાબીત થયુ છે. જેના પડધા હજુ એકવિસમી સદીમાં પણ આખા વિશ્ર્વમાં આંતકવાદરૂપે પડે છે. જે સર્વવિદિત છે.
પાકિસ્તાન પ્રેરીત આંતકવાદના પરીપાકરૂપે એકવિસમી સદીના પુર્વાર્ઘ માં જ જે ગુજરાતના ગોધરા ખાતે સાબરમતી એકસ્પ્રેસ ટ્રેન સળગાવવાનો જધન્વ બનાવ બનેલ તે બનાવ પુર્વે હજુ એક વર્ષ પહેલા જ રાજયના કચ્છ જિલ્લામાં આવેલ ભીષણ ધરતીકંપે હજારો માનવ જીંદગીઓનો ભોગ લીધેલો અને તેના રાહત કાર્યમાં કાટમાળ કૌભાંડના કારણે રાજયની રાષ્ટ્રવાદી સરકાર બદનામ થયેલી અને પડુ પડુ કે હચુ ડચુ થતી સરકારને તો બચાવી પણ તે પહેલા સરકારના સુકાની બદલાઈ ગયેલા. પરંતુ આ ગોધરા કાંડ આંતકવાદનો રાજયની જનતાએ એટલો વિરોધ કર્યો કે તે પછી રાજયમાં લાંબા ગાળા સુધી રાષ્ટ્રવાદીઓ ની જ સરકાર રહી ઉપરાંત આના કારણે જ છેક દિલ્હીનો તખ્તો પણ બદલાઈ ગયો અને આઝાદી કાળ પછી લાંબા સમય સુધી મુળીયા નાખેલી રાષ્ટ્રીય પાર્ટીનો એવો સફાયો કર્યો કે તે માન્ય વિરોધ પક્ષને લાયક પણ રહ્યો નહિ. આ ઘટનાનું મુળ કારણ તો આ કોમી આંતકવાદનો વિરોધ જ છે.
આ ગોધરાકાંડમાં આગળ જતા પહેલા આપણે ગોધરા રેલ્વે અને ઉંઝા પોલીસ સ્ટેશનોની સામાજીક માનસિકતા, કાયદાકીય અને ભૌતિક દૃષ્ટિએ ભુતકાળ અને વર્તમાન પરિસ્થિતિ ઉપર એક આછો દૃષ્ટિપાત કરી લઈએ.
અગાઉ અયોધ્યા શિલાયાત્રા સમયે થયેલ તોફાનો વખતે એટલે કે આ ગોધરાકાંડના દસ-બાર વર્ષ પહેલા પીઆઈ જયદેવ પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા રેલ્વે પોલીસ થાણાનો જ અધિકારી હતો. આ સમયની ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશન તથા આજુબાજુના વિસ્તારોની તે સમયની ત્યાંના ગુનેગાર લોકોની માનસીકતા , સંજોગો, ભુતકાળ અને અનુભવોના અમુક અંશો અગાઉના પ્રકરણો-ગોધરા રેલ્વે-નં ૮૦, રેલ્વે સબોટેજ નં. ૮૫ તથા રેલ્વેના અનુભવોનાં ૯૧ માં વિગતે વર્ણવેલા છે.
પ્રકરણ રેલ્વેના અનુભવો નં-૯૧માં જે જણાવેલ છે કે ડીસ્ટાફ કોન્સ્ટેબલ પુંજાભાઈએ બાતમી આપેલ કે પ્લેટ ફોર્મ ઉપરના ફેરીયાઓને ગોધરાના ગુનેગારો ટકલો અને દંતિયો (આમ તો બંને રેલ્વે માલગાડીના માલ ચોર જ હતા) વાત કરતા હતા કે હરીયાણા બાજુ જેમ ટ્રેનના ડબ્બામાં અકસ્માતે આગ લાગી હતી. તેમ હવે ગોધરામાં પણ આપણે કરવુ છે. ગોધરા સીંગલ ફળીયાનુું નામ પાછળ રહેવુ ન જોઈએ વિગેરે બાબતે જયદેવે જે રીતે ગુનેગારોનું લીસ્ટ બનાવી જાહેર કરેલુ અને જણાવેલ કે આ શિલાયાત્રા દરમ્યાનના તોફાનોમાં જો ગોધરા રેલ્વે વિસ્તારમાં કે રેલ્વે ટ્રેક ઉપર પણ કોઈ લાશ ફેંકી જશે તો પણ આ લીસ્ટવાળા પૈકીનાઓને જ ફીટ કરી દેવામાં આવશે અને પેલા બનાવ રેલ્વે સબોટેજ (પ્રકરણ-૮૫) ની યાદ આપી સંભવીત પરીણામ ભોગવવા તૈયાર રહેવા જણાવેલુ. તેથી આ રીઢા ગુનેગારો જ આડી નજરે રેલ્વે સ્ટેશન વિસ્તારનું ધ્યાન રાખવા માંડેલા કે રખેને રેલ્વે ની હદમાં કાંઈ ગુન્હો નોંધાય જાય તો ? કેમ કે તો પછી આ પેન માસ્ટર ફોજદાર આપણને તમામને દુ:ખી દુ:ખી કરી દેશે અને જામીનના પણ વાંધા પડી જશે અને જો કે શિલાયાત્રા બંદોબસ્ત લાંબો ચાલેલો પણ કોઈ અનિચ્છનીય બનાવ ગોધરા રેલ્વે પોલીસના સ્ટેશનમાં બનેલ નહિ.
વળી તે સમયે ગોધરા રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નં.-૧ ના બંને છેડે રેલ્વે તંત્ર દ્વારા ડીઝલ એન્જીનોમાં ડીઝલ પુરવા માટે લોખંડના સ્ટોરેજ ટેંક બનાવતા જયદેવને ગુનેગારોની ઉપર જણાવેલ પ્રકારની માનસીકતા ને કારણે ચિંતા અને શંકા થયેલી કે કદાચ આ જગ્યાએ જ ગુનેગારો પેસેન્જર ટ્રેન આવેલ હોય ત્યારે જ કાંઈક ચાળો કરે તો ગંભીર પરિસ્થિતી ઉભી થવા સંભવ હોય તેણે રેલ્વે પોલીસવડા વડોદરા અને રેલ્વે સતાવાળાઓને યાદી પાઠવી ભવિષ્યના સંભવીત ગંભીર હાદસાને અટકાવવા ગોધરા રેલ્વે સ્ટેશનનું સ્થળ જ આ જુની જગ્યાએથી બદલી ને પાંચ કીમી દુર વડોદરા તરફ ખડસલીયા સ્ટેશને અથવા પાંચ કિમી દુર દાહોદ તરફ ચંચેલાવ સ્ટેશન ખાતે જાહેરહિત અને કાયદો અને વ્યવસ્થાના કારણોસર ખસેડવા માટે જણાવેલ હતુ. પરંતુ હજુ પણ ગોધરા રેલ્વે સ્ટેશન જુની જગ્યાએ સીંગલ ફળીયા પાસે જ આવેલુ છે.
હવે ગોધરાકાંડ થયો ત્યારે પી.આઈ જયદેવ ઉત્તર ગુજરાતમાં ઉંઝા પોલીસ સ્ટેશનનો થાણેદાર હતો. આ ઉંઝા શહેરની ટોળાશાહિ ખતરનાક ઝનુની તો હતી જ પરંતુ અગાઉના પ્રકરણ નં ૧૮૭ “મહેસાણા ઉંઝા માં જણાવ્યા પ્રમાણે ઘાતક અને જીવલેણ પણ બની શકતી હતી. તાજેતરમાં છેલ્લા પાટીદાર માટે ઓબીસી અનામત આંદોલન સમયે તા.૨૬/૮/૧૫ના રોજ આ જ ઉંઝાની હિંસક ટોળાશાહિ એ નગરપંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી, પોસ્ટ ઓફીસ, રેલ્વે ટ્રેક સહિત ઉંઝાના બે માળના વિશાળ પોલીસ સ્ટેશન-હાઈવે પોલીસ ચોકી સહિતના સંસ્થાનોને આગ ચાંપીને સળગાવીને ભસ્મીતભુત કરી દીધેલા જેમાં રૂપીયા સીતેર લાખની લુંટની પણ વાત હતી. જો સમાજમાં પોલીસ સ્ટેશન જ સલામત ન હોય તો પછી લોકશાહી કયાં રહી ? આ ટોળાશાહિ કેવી ખતરનાક કહેવાય? પ્રબુધ્ધ નાગરીકોએ વિચારવા જેવુ છે.
ગોધરાકાંડ પહેલાના બારમા દિવસે બપોરના સમયે જયદેવ ઉપર બાતમીદાર નો ફોન આવ્યો કે ઉંઝા મુખ્ય બઝારમાં અજાણી લુવારીયા જેવી સ્ત્રિઓ, ધાતક હથીયારો, ધારીયા, ફરસી ભાલા વિગેરે હથીયારો લારીમાં નાખીને વેચવા નીકળ્યા છે. આથી જયદેવે તાત્કાલીક પોતાના ડીસ્ટાફ સાથે આ હથીયારો બી.પી. એકટ કલમ ૧૨૩ મુજબ કબ્જે કરેલા અને કાર્યવાહી કરેલી. બાર દિવસ પછી ગોધરાકાંડના પ્રત્યાઘાતરૂપે થયેલ તોફાનોના સમયે જયદેવ હિંસક ટોળાઓનો સામનો કરતી વખતે વિચારતો હતો કે એક બાતમીદારની સજાગતા અને સામાન્ય લાગતી બાબતો પણ કેવી હિંસક વારદાતો આ હથીયારો કબ્જે થઈ જતા અટકી અને પોલીસને પણ કેટલી રાહત છે? જો કે આવી અનાયાસ યેલી કામગીરી સબબ મહેસાણા પોલીસવડાએ જયદેવ અને તેના ફોજદાર કે.જે.ચૌધરીકને સારી રકમનું ઈનામ પણ આપેલુ !
આ સાબરમતી એકસ્પ્રેસ ગોધરાકાંડ તા. ૨૭ મી ફેબ્રુઆરીએ બનેલો પણ જયદેવ તારીખ ૨૫ મી ફેબ્રુઆરી અમરેલી કોર્ટ અને ૨૬મી ફેબ્રુઆરી ભાવનગર કોર્ટ મુદત માટે સૌરાષ્ટ્રમાં આવી ગયેલો. કોર્ટ મુદત પતાવી તારીખ ૨૭ મીએ સવારના સાત વાગ્યે ભાવનગરથી રવાના થઈ ઉંઝા તરફ પ્રયાણ કર્યુ; દરમ્યાન ક ૧૧/૨૦ વાગ્યે મહેસાણાથી ડીવાયએસ.પી. એસ.સી. એસ.ટી સેલનાઓએ જયદેવને મોબાઈલ ફોન ઉપર સુચના કરી કે ગોધરા ખાતે સાબરમતી ટ્રેન સળગાવાયેલ છે. જેમાં અમુક મૃતક કારસેવકો મહેસાણા જિલ્લાના પણ વતની છે. આથી આ મૃતકોના મૃતદેહો મહેસાણા પહોચે તે પહેલા કાયદો અને વ્યવસ્થા માટે બંદોબસ્ત ગોઠવી દેવાનો છે. બહારથી કોઈ પણ વધારાની મદદની અપેક્ષા રાખતા નહિ કેમ કે મળવા શકયતા જ નથી. મારા માનવા મુજબ ખુબ જ ગંભીર અને ભયાનક પરિસ્થિતી ઉભી થવા સંભવ છે. આ બનાવના પ્રત્યાઘાતો ખુબ ખરાબ આવી રહ્યાં છે. વળી આ બનાવના અનુસંધાને આવતી કાલે કદાચ બંધનું એલાન આવે તો પરિસ્થિતી અતિશય કથળવાની સંભાવના છે. તે તો જે થશે તે થશે પણ આ તોફાનો પછી ઈન્કવાયરી કમીશનો અને તપાસો શરૂ થશે અને છેલ્લે બધા માછલા પોલીસ ઉપર જ ધોવામાં આવશે, માટે સંપુર્ણ તકેદારી રાખી, પુરી હોંશ અને તૈયારી કરી પ્રયત્ન કરી બંદોબસ્ત જાળવવો.
બે દસકા પહેલા થયેલા રોસ્ટર આંદોલન સમયે આ ડીવાયએસ.પી. એસ.સી. એસ.ટી. સેલના ખેડા જિલ્લાના આણંદ પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે હતા. તે સમયે થયેલા ભીષણ કોમી તોફાનો શાંત થયા બાદ આ તોફાનો અંગે ઈન્કવાયરી કમીશન નિમાયેલુ જે ‘ દવે કમીશન’ તરીકે ઓળખાતુ હતુ. આ કમીશનદ્વારા આ હાલના એસ.સી. એસ.ટી. સેલ ડીવાયએસપીની ખુબ પુછપરછ થયેલી અને તોફાનો વખતે તેમણે લીધેલા પગલાઓ જાહેરહિત માટે જ લીધેલા છતા તેમણે ખુબ જ સ્પષ્ટતાઓ કરવી પડેલી. જો કે આમેય તેઓ કાયદા કાનુન અને પેપરવર્કના નિષ્ણાંત હતા અને વળી ખાતાના પીઢ અને અનુભવી અધિકારી પણ હતા.
મુસાફરી કરતો જયદેવ સાંજના ચાર વાગ્યે ઉંઝા પહોંચ્યો. સમગ્ર રાજયમાં અરેરાટી અને આક્રોશનો માહોલ હતો. જનતા જાહેરમાં જેમ ફાવે તેવી વાતો કરતી હતી. શેરી, ગલી ચારે ચૌટે અને બજારમાં લોકોના ટોળા એકઠા થઈને એક જ વાત કરતા હતા બસ બહુ થયુ બહુ સહન કર્યુ આ કોમી આંતકવાદનું. પાન ગલ્લા, હોટલો, દુકાનો જયાં પણ ટીવી ઉપલબ્ધ હતા ત્યાં ટીવી ઉપર ગોધરા રેલ્વે સ્ટેશનના બનાવના સમાચારો જ આવતા હતા. તે ઉપરાંત અન્ય શહેરોનો માહોલ દર્શાવવામાં આવી રહ્યો હતો અને ગુનેગારો પાકિસ્તાન સમર્થિત સંપર્ક વાળા કોમવાદી જાલીમોએ કેવોે અત્યાચાર કર્યો તેના સમાચારો આવી રહ્યાં હતા અને ધીમે ધીમે લોકોનો આક્રોશ પણ વધી રહ્યો હતો.
જયદેવે ઉંઝા પોલીસ સ્ટેશનમાં આવીને હાજરી માસ્તરને બોલાવ્યા; પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનોનું હાજર સંખ્યાબળ જોતા છોંતેરનું હતુ. જયદેવે વિચાર્યુ કે જો આ તોફાનો ાય તો એમ કાંઈ એક દિવસમાં બંધ થાય તેમ ન હતા. જેથી લાંબા સમયનો વિચાર કરીને બાર બાર કલાકની બે શિફટ (પાળી) જવાનો માટે ગોઠવી જેથી એક શિફટમાં પાંત્રીસ જવાનો ઉપલબ્ધ થઈ શકે શીફટ-પાળી બંદોબસ્ત તો જવાનો માટે હતો પીઆઈ અને ફોજદારોને તો સતત ચોવિસેય કલાક લડવાનું હતુ ! ઉંઝા ટાઉન સહિત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોંત્રીસ ગામો હતા અને લગભગ તમામ ગામો પાંચ હજારથી વધારે વસ્તી વાળા હતા. અમુક ગામો તો દસ-દસ હજારની વસ્તી વાળા પણ હતા.
ચોંત્રીસ ગામો પૈકી આઠેક ગામો બહુમતી અને લઘુમતી મિશ્રિત વસ્તીવાળા હતા. તેમાં પંદરેક હજારની વસ્તીવાળુ ઉનાવા આઉટ પોસ્ટ તો કોમી સંવેદનશીલ પણ હતુ. ઉંઝા પોલીસ સ્ટેશન જયારે અગાઉ પાટણ જિલ્લામાં હતુ ત્યારે જ પાટણ જિલ્લા પોલીસવડાએ આ ઉનાવાને અલગ સ્વતંત્ર પોલીસ સ્ટેશન કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાય રહે તે માટે ક્રાઈમની સ્થિતી-વસ્તી-સંજોગો વિગેરે કારણો સહિતની દરખાસ્ત સરકારને મોકલી હતી. જયદેવના ઉંઝા પોલીસ સ્ટેશનમાં હાજર યાના ટૂંક સમયમાં જ એક કોમી છમકલુ યેલુ પરંતુ જયદેવે પોતાની શૈલીથી અને કોઠા સુઝથી “વાત થાળે પાડી દીધેલી પરંતુ આવા ગોધરાકાંડ જેવા બનાવો બને ત્યારે આ દબાવી દીધેલ મનદુ:ખ અને મનના ઘા ફરી સંવેદનાઓ સાથે જાગ્રત થઈ ઉઠતી હોય છે. પરંતુ ઉનાવાને છેક પાટીદાર ઓબીસી અનામત આંદોલન શરૂ થવાના ગણતરીના દિવસો બાકી હતા. ત્યારે સ્વતંત્ર પોલીસ સ્ટેશન બનાવવામાં આવેલુ.
જેથી જયદેવે વિચાર્યુ કે હાલના તબ્બકે સ્થિતી અને સંજોગો જોતા ઉંઝા અને ઉનાવા બે ગામોમાં જ પોલીસ બંદોબસ્ત ગોઠવવો; પછી આગળ જોયુ જાય તેમ નકકી કરી બંદોબસ્ત ચાલુ કર્યો. જો કે તોફોનો શરૂ થયા પછી શીફટ પાળીની તો વાત જ જવાદો પણ એવો ભીષણ સંગ્રામ અને આંધાધુંધી ફેલાયેલી કે કયુ લશ્કર કયાં લડે છે તે જોવાનો સમય પણ કયાં રહેવાનો હતો ?
રાત્રીના અઢી ત્રણ વાગ્યા સુધી જયદેવ તથા તેના જવાનોએ અજંપા ભર્યો બંદોબસ્ત અને પેટ્રોલીંગ ચાલુ રાખી. દરમ્યાન અનુભવી જમાદાર રણજીતસિંહે જયદેવને કહ્યુ ” સાહેબ આ ગોધરાના બનાવની જનમાનસ ઉપર ખુબ જ તીવ્ર અસર પડેલ છે. લોકો અતિશય લાગણીમાં આવીને આક્રમક બની ગયા છે. જેથી જે કાંઈ પગલા ભરો તે લાંબા ગાળાનો વિચાર કરી સમજી વિચારીને લેજો તેમ મારૂ મન કહે છે. જયદેવે પણ ઉંઝાની ટોળાશાહિનો ભુતકાળ યાદ કર્યો, વળી જમાદાર રણજીતસિહે જણાવેલ પ્રકારની બનાવની અસર ફક્ત ઉંઝામાં નહિ સમગ્ર ગુજરાત રાજયમાં હોવાની જ અને જો તેમ હોય તો ભુતકાળનો અનુભવ એવો હતો કે આવા સંજોગોમાં અમદાવાદ, વડોદરા, સુરત જેવા સંવેદનશીલ શહેરો તો તીખારો પડે તો પણ ભડકો થાય તેવા હતા. તો આ તો તીખારા ને બદલે આખો ભડકો જ પડયો હતો પછી પરિસ્થિતી બે હાલ થાય જ અને એ સંજોગોમાં ઉંઝા જેવા શહેરો ને કોણ યાદ કરે ? કોણ વધુ કુમુક મોકલે? જયદેવ સામે વિકરાળ પ્રશ્ર્ન ખડો હતો.
તમામ સંજોગો એકત્રીત કરતા એક શિફટ-પાળીના પાંત્રીસ જવાનોના સંખ્યાબળથી ચોંત્રીસ ગામો જેમાં ઉંઝાની વસ્તી પચાસ હજારની અને પંદરેક હજારની વસ્તીવાળુ ઉનાવા ગામ તો કોમી સંવેદનશીલ હતુ તેથી તેથી હવે આગ તો લગવાની જ હતી. પરંતુ શરૂઆત કયાંથી થાય છે તે જ પ્રશ્ર્ન બાકી હતો. આ સંજોગો ગમે તેવા મકકમ મનોબળ વાળી વ્યકિતને ચિંતિત કરવા પુરતા હતા. છતા જયદેવે છોંતેરે છોંતેરે જવાનોને આગલા દિવસના બંદોબસ્ત માટે એક જ શિફટ પાળીમાં મોકલી દેવાનું નકકી કર્યુ; જે લગભગ ત્રણ ચાર દિવસ તે જ સ્થિતીમાં રાત દિવસ રહેવાનું હતુ. એક ફોજદાર અને અમુક જવાનો ઉનાવા ખાતે ફાળવી દીધા. જયદેવને સંશયહતો કે તોફાનોની શરૂઆત ઉંઝાથી જ થશે તેથી ઉંઝાનો મુખ્ય સળગતો મોચચો પોતે તથા બે ફોજદારો ને સાથે રાખીને ગોઠવ્યો.
દરમ્યાન સમગ્ર રાજયની તંગ પરિસ્થિતીને કારણે જે વધુ સંવેદનશીલ પોલીસ સ્ટેશનો હતા. ત્યાં પોલીસદળ તો ખાસ વધુના મળ્યુ પરંતુ ઉંઝા ખાતે મહેસાણાના એસ.સી. એસ.ટી સેલના ડીવાયએસપીને મહેસાણાના એટીએસ ફોજદાર અને અગીયાર જવાનોને તા.૨૮/૨ના રોજ ઉંઝા મોકલ્યા પરંતુ આ સંખ્યા પણ આ માહોલ જોતા સાવ નગણ્ય જ જણાતી હતી. તેમ છતા જયદેવને એક અનુભવી અધિકારી મદદમાં મળ્યાનો અહેસાસ થયો. જેમ સિકકાને બે બાજુ હોય તે રીતે હોંશિયાર અનુભવી અધિકારી સ્વભાવે ચિકણા પણ વધુ હોય છે અને ખાસ તો આવી અંધાધુંધીવાળા સમયે આવા અધિકારી વધુ પડતી ચિકાસને (સ્વ બચાવની માનસીકતા) કારણે અવરોધક બને કે માનસીક વ્યગ્રતા પણ વધારે તે સહજ હતુ.
મોડી રાત્રે આ વ્યગ્રતા અને ચિંતા સાથે આગલા દિવસનો ભાવનગરથી ઉંઝા સુધીની મુસાફરીનો થાક અને તે પછી મોડી રાત સુધી તનાવગ્રસ્ત સ્થિતીમાં બંદોબસ્ત કર્યો તેનો થાક ઉતારવા માટે અને આગલા દિવસના સંભવીત ભીષણ સંગ્રામની ચિંતા કરતો તે સુતો, પરંતુ જયદેવને મનમાં ખ્યાલ આવી જ ગયો હતો કે વહેલી સવારથી જ યુધ્ધની રણભેેરીઓ વાગવા માંડવાની છે, આથી તે માટે પણ આરામ કરવો જરૂરી હતો. ત્રણેક કલાકની કાચી પાકી ઉંઘ કરીને જયદેવ ઉતાવળે ઉતાવળે તૈયાર થઈને પોતાના બખ્તર-આયુધો(ડ્રેસ-શસ્ત્રો) સજીને વહેલી સવારે સાડા છ વાગ્યે પોલીસ સ્ટેશન તરફ રવાના થયો.