ગોધરામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ધમકી આપનાર સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી હતી. જે અંગે વધુ વિગતે વાત કરવામાં આવે તો…
તાજેતરમાં ભાજપના મંત્રી અને સાથી પક્ષના ધારાસભ્ય દ્વારા વિપક્ષ નેતા રાહુલ ગાંધી સામે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જેમાં તેમણે રાહુલ ગાંધીને આતંકવાદી ગણાવ્યા હતા.તેમજ રાહુલ ગાંધીની જીપ કાપી લાવાનારને રૂ.11 લાખ ઈનામ આપવાની જાહેરાત કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી પણ તેમના દ્વારા આપવામાં આવી હતી જેનાથી કોંગ્રેસના કાર્યકરોમાં રોષે ભરાયાં છે.
ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કોંગ્રેસ પક્ષના કાર્યકરો એકઠા થયા હતા અને હાથમાં બેનર રાખી સૂત્રોચ્ચાર સાથે એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી રાહુલ ગાંધીને ધમકી આપનાર નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની અરજી કરી હતી
આ સાથે આ અરજી આપવા જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર, યુવા પ્રમુખ મિક્કી જોસેફ, અજીતસિંહ ભાટી, રફીક તિજોરીવાલા ,અનશ અંધી સહિતના કોંગ્રેસના નેતા અને કાર્યકરો હાજર રહ્યા હતા