• નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી અનિયમિતના કરાયા આક્ષેપ
  • લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકામાં અને કોન્ટ્રાકટરના માણસોને કરાઈ ફરિયાદ

ગોધરા ખાતે નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી નિયમિત કરવામાં આવતી નથી તેવા આક્ષેપ સાથે શહેરીજનોએ કચરો  નગરપાલિકામાં ઠાલવી  રોષ વ્યકત કર્યો હતો . ડોર ટુ ડોર કચરા કલેક્શન બાબતે  લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકામાં અને કોન્ટ્રાકટરના માણસોને અનેકવાર લેખિત, મૌખિક, ટેલિફોનીક ફરિયાદ કરવામાં આવી હતી . તેમ ગોધરાના નગરજનોએ વિરોધના સ્વરૂપે કચરો નગરપાલિકામાં ઠાલવ્યો હતો .

એક તરફ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ ગોધરામાં સ્વચ્છતા બાબતે તસવીર અલગ જ સામે આવી રહી છે. જેમાં ગોધરા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી નિયમિત કરવામાં આવતી નથી તેવા આક્ષેપ સાથે શહેરીજનોએ કચરો  નગરપાલિકામાં ઠાલવી  રોષ વ્યકત કર્યો હતો

ત્યારે ડોર ટુ  ડોર કચરા કલેક્શન બાબતે  લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકામાં અને કોન્ટ્રાકટરના માણસોને અનેકવાર લેખિત, મૌખિક, ટેલિફોનીક ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં નિયમિત કચરા કલેકશનની કામગીરી હાથ ધરવામાં આવતી નથી જેથી ગોધરાના નગરજનોએ વિરોધના સ્વરૂપે તેમજ તંત્રની આંખો ખોલવા નગરપાલિકામાં કચરો ઠાલવવા અંગેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને કચરો નગરપાલિકામાં ઠાલવ્યો હતો. તેમજ નગરજનો  સફાઈ વિભાગમાં કચરો લઇને પહોંચ્યા હતા ત્યારેજ સફાઈ નિરીક્ષક રમેશ મહેતા પાછલા બારણેથી સરકી ગયા હતા.

સબીર અલીઠા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.