પર્વને ધ્યાને લઈને ૧ થી ૫ સપ્ટેમ્બર સુધી પાર્કનો સમય સવારે ૯ થી રાત્રીના ૯ સુધી લંબાવાયો

ઈશ્વરીયા પાર્કનો રાબેતા મુજબનો પ્રવેશ સમય રવિવાર સીવાયના દિવસોમાં બપોરે ૩ થી રાત્રીના ૮ સુધી છે. જયારે રવિવારે પાર્ક સવારે ૧૦ થી રાત્રીના ૮ સુધી ખુલ્લો રહે છે. આ પાર્કમાં સોમવારે અઠવાડિક રજા રાખવામાં આવે છે. જયારે જન્માષ્ટમી પર્વ નીમીતે આગામી સોમવારે પાર્કને ખુલ્લો રાખવામાં આવનાર છે. ઉપરાંત ૧ થી ૫ સપ્ટેમ્બર સુધી પર્વને ધ્યાને લઈને પાર્ક સવારે ૯ થી રાત્રીના ૯ સુધી પ્રવેશ માટે ખુલ્લો રહેશે.

ઈશ્વરીયા પાર્કમાં સંગીત ફુવારા, સાંજે ૭ થી ૮ સુધી ચાલુ રહે છે. પાર્કમાં બોટીંગ પણ ચાલુ છે. ઉપરાંત જયુરાસીક પાર્ક છે જેમાં ડાયનોસોર સહિતના લુપ્ત થયેલા પ્રાણીઓના સ્ટેચ્યુ ગોઠવવામાં આવ્યા છે. આ સીવાય પાર્કમાં તાજેતરમાં નવી માપણી પ્રમાણે જિલ્લા લેવલનું બેચમાર્ક તરીકે પ્રાકૃતિક સ્વ‚પના ગ્રેનાઈડ પથ્થર ૯ નંગ મુકેલા છે.

ઉપરાંત બાળકો માટે સુંદર ચિલડ્રન પાર્ક છે. જેમાં હિંચકા અને લપસીયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. પાર્કના મુખ્ય તળાવમાં બે ટાપુઓ પક્ષીઓ માટે બનાવવામાં આવ્યા છે. પક્ષી પ્રેમીઓ માટે આ પાર્ક શ્રેષ્ઠ જગ્યા છે. પાર્કમાં કુદરતી તેમજ કૃત્રિમ જંગલો આવેલા છે.

જેની હરિયાળી સહેલાણીઓ માટે મોટુ આકર્ષણ છે. પાર્કમાં ક્રિકેટના સાધનો લઈ આવવાની મનાઈ છે ઉપરાંત ચોમાસાની ઋતુમાં પાર્કની અંદર ઝેરી જીવજંતુઓથી સાવધાન રહેવા પાર્કના મેનેજર આર.જે.આહ્યાએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.