ભારતના પડોશી ધર્મની ફળશ્રુતી
અદાણી પાવર દ્વારા પડોશી મિત્ર રાષ્ટ્રને સ્પર્ધાત્મક થર્મલ પાવરનો પુરવઠો આપવાનો આરંભ
વૈવિધ્યસભર અદાણી ઉદ્યોગ સમૂહનો એક હિસ્સો એવી અદાણી પાવર લિ. (એપીએલ) એ ભારતના ઝારખંડ જિલ્લામાં ગોડ્ડા ખાતે આવેલા તેના પ્રથમ 800 મેગાવોટ ક્ષમતાના અલ્ટ્રા-સુપર-ક્રિટીકલ થર્મલ પાવર જનરેશન યુનિટનો આરંભ કરવાની જાહેરાત કરતા બાંગ્લાદેશને 748 મેગાવોટ પાવર સપ્લાય આપવાનું શરૂ કર્યું છે. ગોડ્ડામાંથી સપ્લાય કરવામાં આવતી વીજળી પ્રવાહી બળતણમાંથી ઉત્પન્ન થતી મોંઘી શક્તિનું સ્થાન લેવા સાથે ખરીદેલી વીજળીની સરેરાશ કિંમતમાં ઘટાડો કરનાર હોવાથી પડોશી દેશની પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ લાવશે.
અદાણી પાવર લિ.ના મુખ્ય કારોબારી અધિકારી એસ.બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું કે, ભારત-બાંગ્લાદેશ વચ્ચેના લાંબા સમયના મૈત્રીભર્યા સંબંધોમાં ગોડ્ડા પાવર પ્લાન્ટ એ વ્યૂહાત્મક સંપત્તિ છે.તે બાંગ્લાદેશમાં વીજ પુરવઠાની સ્થિતિ સરળ બનાવશે પરિણામે ત્યાંના ઉદ્યોગો અને ઇકોસિસ્ટમને વધુ સ્પર્ધાત્મક બનાવશે. આ પ્લાન્ટ ભારત અને સમગ્ર દક્ષિણ-પૂર્વ પ્રદેશમાં સ્થાપિત થયેલો સૌથી કાર્યક્ષમ અને ઇકો ફ્રેન્ડલી થર્મલ પાવર પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે અને વિશ્વમાં આ શ્રેણીઓમાં શ્રેષ્ઠ પૈકીનો એક છે. સો ટકા ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન અને ઝીરો વોટર ડિસ્ચાર્જ સાથે પ્રથમ દિવસથી જ તેની કામગીરી શરૂ કરનાર દેશનો આ પ્રથમ પાવર પ્લાન્ટ છે.
બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ અદાણી પાવર ઝારખંડ લિ. સાથે 2X800 MW અલ્ટ્રા-સુપર પાવર પ્રોજેક્ટમાંથી 1,496 મેગાવોટ નેટ કેપેસિટી પાવર મેળવવા માટે નવેમ્બર 2017માં લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા હતા. ખાનગી ક્ષેત્રમાં ભારતના સૌથી મોટા પાવર ઉત્પાદક ગોડ્ડા ખાતે ટૂંક સમયમાં 800 મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ધરાવતું તેનું બીજું એકમ શરૂ કરે તેવી અપેક્ષા છે.
ભારતીય ઉપ-મહાદ્વીપ પ્રદેશમાં સૌથી મોટા પ્રવાહી ઇંધણ આધારિત પાવર જનરેશન પ્લાન્ટ્સ પૈૈકી બાંગ્લાદેશ એક પ્લાન્ટ ધરાવે છે તે ઉલ્લેખનિય છે. ભારે ઇંધણ તેલ આધારિત પ્લાન્ટ્સની સ્થાપિત ક્ષમતા લગભગ 6,329 મેગાવોટ અને હાઇ-સ્પીડ ડીઝલ (એચએસડી) આધારિત પ્લાન્ટની ક્ષમતા અંદાજે 1,290 મેગાવોટ છે, આમ કુલ 7,600 મેગાવોટથી વધુ છે. નાણાકીય વર્ષ 2021-22 માટે BPDB ના વાર્ષિક અહેવાલ અનુસાર HFO-આધારિત પ્લાન્ટ્સની કુલ ટેરિફ લગભગ કીલોવોટ દીઠ 22.10 BDT (USC 21/KWh) છે અને HSD-આધારિત પાવર પ્લાન્ટ્સની કુલ ટેરિફ કીલોવોટ દીઠ લગભગ 154.B11 BDT (USC 149/KWh)છે, જે ગોડ્ડા પાવર પ્લાન્ટના ટેરિફ કરતા ઘણો વધુ છે (ઊર્જાનો ખર્ચ કીલોવોટ દીઠ 9 સેન્ટ હોવાનો અંદાજ છે). અલબત્ત બાંગ્લાદેશ હાલમાં ત્રણ અન્ય આયાતી કોલસા આધારિત પાવર જનરેટર સાથે લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ ધરાવે છે, ગોડ્ડા ટીપીપીના કુલ ટેરિફ સાથીઓની સરખામણીમાં સ્પર્ધાત્મક છે.
વિશ્વમાં ઉપલબ્ધ અદ્યતન ટેકનોલોજીનો બે એકમો ધરાવતા ગોડ્ડા પાવર પ્લાન્ટમાં ઉપયોગ થયો છે, જે કોલસા અને પાણીના ઉત્સર્જન અને વપરાશને નિયંત્રિત કરવા માટેની આધુનિક ટેકનીક સાથેની “અલ્ટ્રા સુપર ક્રિટિકલ ટેક્નોલોજી” છે.જે ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન (એમજીડી) અને સિલેક્ટિવ કેટાલિટીક રિડક્શન (એસસીઆર) પ્લાન્ટમાં ઉત્સર્જન ઘટાડવા અને પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ સંબંધી વન અને પર્યાવરણ મંત્રાલયના હાલના પર્યાવરણીય ધોરણોને પૂર્ણ કરવા માટે સ્થાપિત કરવામાં આવી છે.