પૂ.મહંત સ્વામી મહારાજની ઉપસ્િિતમાં સત્સંગ દિનની ઉજવણી: આજે સમજણ દિન ઉજવાશે
બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે મહંત સ્વામી મહારાજ ૧૪ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગલાભ આપી રહ્યા છે. જે અંતર્ગત સત્સંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
મહંતસ્વામી મહારાજની પ્રાત:પૂજા દર્શન માટે વહેલી સવારે ૫ વાગ્યાી ભક્તોની ભીડ મંદિર પ્રાંગણમાં જોવા મળે છે. યુવાનો અને વડીલો સહિત નાના બાળકો પણ સ્વામીની પ્રાત:પૂજાનો લાભ લઇ રહ્યા છે. નાના બાળકોએ વહેલી સવારમાં પ્રાત:પૂજામાં પોતાની કાલી-ઘેલી ભાષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં સ્વામી સમક્ષ રજુઆતો કરી હતી. મહંતસ્વામી મહારાજને વધાવવા અનેકવિધ મહિલા હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક બનાવેલ કલાત્મક પતંગિયાનો વિશિષ્ટ હાર મહંતસ્વામી મહારાજને સંતો દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. પ્રાત: પૂજા બાદ ડોક્ટર સ્વામીએ મોબાઈલના વધતા ઉપયોગ પર ટકોર કરતા જણાવ્યું હતું કે ભગવાને રાજ છોડ્યા પણ આપણે મોબાઈલ ની છોડી શકતાં, મોબાઈલના ફાયદા ઘણા છે તેની સામે નુકશાન પણ ઘણું છે.
યુવકોએ મહંત સ્વામી મહારાજ સમક્ષ પ્રસ્તુતિ કરી હતી કે જીવનમાં પૈસા, શારીરિક સ્વસ્તા અને સારું પાત્ર એમાં જ જીવનનું સાચું સુખ છે કે નહી એ વિષયક રસપ્રદ ચર્ચાની રજૂઆત કરી હતી. અંતમાં મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે જીવનમાં પૈસા, શારીરિક સ્વસ્તા અને સારું પાત્ર એમાંજીવનનું સાચું સુખ ની પરંતુસાચું સુખ સત્સંગની સમજણમાં જ છે.
આજનો દિન સમજણ દિન તરીકે ઉજવાશે. જે અંતર્ગત મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્િિતમાં સમૂહ વર્તમાન વિધિનો કાર્યક્રમ સાંજે ૬ વાગ્યે યોગી સભાગૃહમાં યોજાશે. સાયંસભામાં ૬ થી ૭ સત્સંગ કાવાર્તાનો લાભ મળશે. સત્સંગની સમજણ દ્રઢ કરાવતો રસપ્રદ સંવાદ ૭ થી ૭:૩૦ દરમ્યાન યોજાશે અને અંતમાં મહંત સ્વામી મહારાજના આશીર્વચનનો લાભ મળશે.
ગઈ કાલે સત્સંગ દિને સાયંસભામાં મહંતસ્વામી મહારાજના સેવક સંત બ્રહ્મવત્સલ સ્વામીએ પારાયણમાં કાવાર્તાનો લાભ આપ્યો હતો જેમાં તેઓએ મહંતસ્વામી મહારાજના પ્રસંગો રજૂ કર્યા હતા. ત્યારબાદ સૌ હરિભક્તો સંધ્યા આરતીમાં જોડાયા હતા. ત્યારબાદ મહંતસ્વામી મહારાજે સૌ હરિભક્તોને વિડીયો આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, સત્સંગ છોડીને જતા નહી. સત્સંગ દ્રઢ કરીને રાખજો. સત્સંગ મળવો ખૂબ દુર્લભ છે.સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુ:ખ હોય તો કાંટે મટે છે માટેભગવાન અને સંતમાં દ્રઢ પ્રીતિ કરીને રાખજો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com