“તે સમયે પોરબંદરના રાજકારણીઓની હેસીયત રાજ્યના મુખ્યમંત્રીને ટકાવી રાખવા કે ગબડાવવા જેટલી પણ હતી!
ફોજદાર જયદેવ ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં મુકાયો તે પહેલાથી તેના પ્રયત્નો સૌરાષ્ટ્રમાં ગમે તે રેલ્વે પોલીસ સ્ટેશન માટેના હતા. પરંતુ તેને પંદર દિવસના હુકમ ઉપર ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં બે વર્ષ સુધી રહેવાનો વારો આવેલો. આખરે બે વર્ષ પછી તેની બદલી ગોધરાથી ધોળા જંક્શન રેલ્વે પોલીસ સ્ટેશનમાં થયેલી. ધોળા રાજાશાહીથી જ મીટરગેજનું અગત્યનું સ્ટેશન હોય પોલીસ સ્ટેશન હતું. અહિં તો કાંઇ કામ કાજ ન હતું. મર્યાદીત ટ્રેનો ભાવનગર મહુવા ઢસા અમરેલી-જુનાગઢ-પોરબંદર થી આવતી. અને બોટાદ-અમદાવાદ તરફ જતી. પરંતુ તમામ ટ્રેનો લગભગ બાવા ગાડીઓ જ હતી. અગત્યની એક શેત્રુંજય એક્સ્પ્રેસ ઇન્ટરસીટી ટ્રેન હતી.
ઘોળામાં કોઇ કામ-કાજ લગભગ નહી હોય એક તપાસ કાઢી જયદેવ જેતલસર થઇ પોરબંદર આવ્યો. પોરબંદર જીલ્લા ક્રાઇમ બ્રાંચમાં તે સમયે ફોજદાર તરીકે જયદેવના જૂના મિત્ર રાણા હતા. બંનેની મુલાકાત થઇ અને તેની ભલામણી જયદેવની નિમણૂંક પહેલા એક મહિનો પોરબંદર ભોજેશ્વર ગેસ્ટ હાઉસમાં મુકામ થયો. તે જૂનાગઢ જીલ્લા પંચાયત સંચાલિત-વિશ્રામ ગૃહ હતું.
રાજાશાહિના સમયમા આ ભોજેશ્વર-ગેસ્ટ હાઉસમાં સ્વામી વિવેકાનંદજીએ તેમના ટૂંકા જીવનકાળના સમયમાં પણ લાંબો સમય એટલે કે અગીયાર મહિના સુધી આ અતિથીગૃહમાં રાજ્યના દીવાનના મહેમાન તરીકે રોકાયેલા ! ત્યાર પછી તો સને ૧૯૯૭માં ભોજેશ્વર ગેસ્ટ હાઉસને રાજ્ય સરકારે “રામકૃષ્ણ મીશનને સ્મારક તરીકે વિકસાવવા માટે આપતા હાલમાં આ જગ્યાએ રામકૃષ્ણ મીશનનું સ્મૃતિ-સ્થળ, સંગ્રહાલય, પુસ્તકાલય અને યાત્રા સ્થળ બની ગયું છે.
આમેય પોરબંદર સુદામા પુરી તરીકે અને મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ તરીકે અને પર્યટન સ્થળ તરીકે તે પ્રખ્યાત હતું જ : પરંતુ આઝાદી પછી પોરબંદર રાજ્યના પેલેસ બાજુમાં દરિયાકાંઠે ચોપાટી ઉપર નવુ બનેલ વિલાગેસ્ટ હાઉસ રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ માટે માનીતું બનેલું.
સૌરાષ્ટ્રમાં અને દેશભરમાં આઝાદી પહેલા જે કાયદો અને વ્યવસ્થાની આંધાધૂંધી અને અરાજકતા અજ્ઞાનતા અને ‘મારે તેની તલવાર’ જેવો સમય હતો તેવો જ સમય હજુ સુધી પોરબંદરમાં જયદેવની નીમણૂંક સુધી ચાલુ જ હતો ! પોરબંદરમાં સમૃધ્ધ ખેતી ઉપરાંત લાઇમ સ્ટોન અને બોક્સાઇટ અને સમુદ્ર તટને કારણે તથા ઓલવેધર પોર્ટ રેલ્વે અને રોડ રસ્તાને કારણે મોટા ઉદ્યોગો વિકસ્યા હતા. સાથો સાથ કાયદો અને વ્યવસ્થામાં ઓર્ગેનાઇઝડ ગેંગો એટલે કે ધંધાદારી માફીયા ટોળકીઓ દાણચોરીમાં, ટ્રાન્સ્પોર્ટેશનમાં તેમજ બરડા ડુંગરમાં લાઇમ સ્ટોન એરિયા હતો.
જેમાંનો માલ મીઠાપુર ટાટા કંપની, પોરબંદર બીરલા કંપની, સૌરાષ્ટ્ર સીમેન્ટ આદીત્યાણા, જ્યુપીટર સીમેન્ટ મોકાણા, ભાણવડ અને ધ્રાંગધ્રા કેમીકલ્સ જી. સુરેન્દ્રનગર જતો હતો તેના ઉત્પખનન અને હેરાફેરી માટે ધંધાદારી ગેંગો વચ્ચે ઝડફો તી તે માટે ઘણા ખૂન ખરાબા પણ થયેલા. પછી તો ગેંગો રાજકારણમાં પ્રવેશી હોય કે રાજકારણ ગેંગોમાં પ્રવેશ્યુ હોય, પોલીસ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાના કપરા ચઢાણ થઇ ગયા હતા. કેમ કે જો કોઇ ગેંગના માણસો સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી એટલે તો સરકાર સામે જ કાર્યવાહી ! આથી પોલીસનું શું થાય ? – પરિણામ સમજી શકાય !
જયદેવની પોરબંદરમાં નીમણૂંક થઇ તે સમયે પ્રજાપક્ષ અને રાષ્ટ્રવાદી પક્ષની સંયુક્ત સરકાર હતી. પરંતુ રાજકારમાં તો લગ્ન-છૂટાછેડા-ઘરઘરાણુ કે નાતરુ અને નહી તો છેલ્લે ઉપવ (લીવ ઇન રીલેશનશીપ) રુપે એટલે કે સોદાબાજીથી સાથે રહેવાની પધ્ધતિ ચાલતી જ હોય છે. તે રીતે પ્રજા પક્ષના મુખ્યમંત્રીએ રાષ્ટ્રવાદી પક્ષી છુટાછેડ લઇ સત્તા માટે રાષ્ટ્રીય પક્ષ સાથે નાતરુ કર્યુ.
પરંતુ આ નાતરામાં બે વિધાયકોની સંખ્યાનો વીકટ પ્રશ્ન હતો. પ્રજાપક્ષ (સત્તાધારીપક્ષ)ના બે વિધાયકો એક ઉપલેટા અને એક ભાણવડના હતા તેઓ વ્યક્તિગત રીતે રાષ્ટ્રવાદી પક્ષના ટેકામાં હતાં. તેમના પ્રજાપક્ષ + રાષ્ટ્રીયપાર્ટીના નહી. આી રાષ્ટ્રવાદી પાર્ટીએ આ બે વિધાયકો સાથે પોતાના વિધાયકો સહિત રાજ્યન આ બે વિધાયકો મહામહિમ ગર્વનર શ્રીસમક્ષ ઓળખ પરેડમાં અને ટેકામાં હોવાનું દર્શાવવા માટે લાવવા અને રુબરુ રજૂ કરવા પડે તેમ હતા તો જ સરકાર લઘુમતીમાં હોવાનું સાબિત તથા સરકાર ગબડી પડે !
પરંતુ તે સમયના મુખ્યમંત્રી કે જેનું ગુજરાતના રાજકારણમાં મુત્સદી રાજકારણ તરીકે સન હતું. તેમણે પોરબંદરના બાહુબલી રાજકારણનો સાથ લઇ પોરબંદરી સાથે સવાસો જેટલા બાહુબલી ટેકેદારોને બે લક્ષજરી બસોમાં ભરીને ગાંધીનગરમાં ઠાલવી દીધા ! જેમણે ગવર્નર હાઉસ તરફ આવતા રસ્તાઓ ઉપર પોઝીશન લઇ લીધી ! (આવુ તો જ શક્ય બને કે સરકાર અને તેના તંત્રનો સાથે હોય) આથી આ પ્રજાપક્ષના બે વીધાયકો રાષ્ટ્રવાદી પક્ષના ટેકામાં રાજ્યપાલ સમક્ષ જઇ શક્યા નહી. અનેતે પ્રજાપક્ષની સરકાર રાષ્ટ્રીય પક્ષના ટેકાથી બચી ગઇ !
સરકાર ઉપરનું આ અહેસાન જેવુ તેવુ તો ન જ કહેવાયને ? તેના ફળ સ્વરુપે પ્રજાપક્ષની સરકારમાં પોરબંદરના રાજકારણીઓનો સિક્કો પડવા લાગ્યો હતો. લોકો એમ વાતો કરતા હતા કે આ પોરબંદરના રાજકારણીઓ મુખ્યમંત્રીની ચેમ્બરનો દરવાજો હાથથી નહીં પરંતુ પગનું પાટુ મારીને ખોલતા હતા !
પરંતુ “સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બળવાન, કાબે અર્જુન લૂંટીયો વહી ધનુષ્ય વહી બાણ કોઇનો સમય એક સરખો નથી રહે તો તે- હકીકત શાોક્ત ઉપરાંત સનાતન સત્ય પણ છે. આ સત્યને તે સમય ના આ રાજકારણીઓ સમજી શક્યા નહી. તે પછીની ચુંટણીમાં રાષ્ટ્રવાદી પક્ષની સરકાર ચુંટાઇ આવી અને આ બે વિધાયકોની ઓળખ પરેડ વાળા મામલાનો બરાબર હિસાબ લેવાયો તે ઇતિહાસ તો સર્વવીદીત છે.
પોરબંદર જીલ્લો તે સમયે હજુ રેવન્યુ જીલ્લો બન્યો ન હતો, પરંતુ પોલીસ જીલ્લો ખાસ કાયદો અને વ્યવસની વિચિત્ર પરિસ્તિીને કારણે બનાવવામાં આવ્યો હતો અને રેવન્યુની દ્રષ્ટિએ પોરબંદર જૂનાગઢ જીલ્લામાં ગણાતું હતું. પોરબંદર પોલીસ જીલ્લામાં તે સમયે પોરબંદર શહેરના બે પોલીસ સ્ટેશનો ઉપરાંત ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન અને તાલુકા બે પોલીસ સ્ટેશનો બગવદર અને માધવપુર ઉપરાંત તાલુકા પોલીસ સ્ટેશનો રાણાવાવ અને કુતીયાણાના હતા. જયદેવના ભાગે અગાઉ જેમ પડકારરુપ જગ્યાઓ આવતી તેમ પોરબંદરનો બરડો વિસ્તાર કે જેનો ભરોસો સાથી ગુનેગારો પણ આપસમાં કરતા નહી તે બગવદર પોલીસ થાણું આવ્યું.
આ બગવદર પોલીસ થાણા ના બખરલા ગામે જ ગામના ચોકમાં પોરબંદરના તા દેશની પ્રસિધ્ધ ફિલ્મ સંસ આઇ.એન.ટી. મુંબઇના કલાકારો દ્વારા મનોરંજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયેલો. ત્યાં સેંકડો માણસોની હાજરીમાં કાર્યક્રમ દરમ્યાન જ મેર અગ્રણી સરમણ મૂંજાનું ખૂન થયેલું. અને ત્યાં જ હરીફ ટોળકીના બે ત્રણ-જણાના વળતા પ્રત્યાઘાત કે તાત્કાલીક ન્યાયના રુપે ક્રૂર રીતે ખૂન કરવામાં આવેલા. આથી જીલ્લા પોલીસ દ્વારા તે સમયે તાત્કાલીક નાકાબંધી કરવામાં આવેલી.
આ નાકાબંધીમાં રહેલ એક પોલીસ કર્મીએ આ બનાવ તા નાકાબંધી અંગે જણાવેલું કે તેઓ નાકાબંધી માં બખરલાી પોરબંદર આવતા રસ્તા ઉપર બોખીરા ખાતે ચેકીંગ કરતા હતા. અને એક કાર બખરલા બાજુથી આવતા તે ચેક કરતા તેમાં મુંબઇ આઇએનટીના કલાકારો હતા.
જેમાં તે સમયનો વિખ્યાત ફિલ્મી વીલન પણ હતો કે જ્યારે ફિલ્મી પર્દે તેનો સીન (દ્રશ્ય) આવતા જ ઘણા નબળા મનના પ્રેક્ષકોને પરસેવો વળી જતો તે વીલન પણ હતો ! પોલીસે તે કાર ચેક કરવા રોકતા આગળની સીટ ઉપર બેઠેલા આ ક્રૂર અને ઘાતકી છાપ ધરાવતા વીલને જ પોલીસને કહેલું કે સાહેબ કપડા બગડી ગયા છે. નીચે ઉતારવા રહેવા દો તો સારૂ ; પરંતુ ફરજના ભાગરુપે કારનું ચેકીંગ કર્યુ અને પોલીસે કરૂણાસભર દ્રશ્યો જોયેલા ! આ સ્થિતિ જ દર્શાવતી હતી કે બનાવ વખતે કેવો ભયાનક (ક્રૂર)-માહોલમાં બન્યો હશે ?
આમ તો પોલીસ ખાતાના અધિકારીઓ પોરબંદરમાં નિમણૂંક પામતા તેઓને કોઇ આધારભૂત રીતે પોરબંદરના ભૂતકાળની ગેંગવોર અંગે કાંઇ જાણકારી પ્રાપ્ત તી ની પરંતુ તાબાના કર્મચારીઓ અને જે તે વીસ્તારના લોકો દ્વારા કર્ણોપકર્ણ રીતે વાતો જાણવા મળતી.
પરંતુ જયદેવ પોરબંદરી બદલાઇને અમરેલી જીલ્લાના બાબરા પોલીસ સ્ટેશનમાં હાજર યો અને જે ફોજદાર વી.જી. રાવળ પાસેી ચાર્જ સંભાળેલો. તેઓએ હેડકોન્સ્ટેબલ થી લઇ ફોજદારના પ્રમોશન સુધી લાંબો સમય પોરબંદરમાં ચાવીરુપ સ્થળોએ ફરજો બજાવેલી
. જયદેવ જ્યારે શરુઆતમાં રાજકોટ ગ્રામ્ય જીલ્લાના લોધીકા પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે આ વી.જી. રાવળ સાહેબ પોરબંદરના હેડકોન્ટેબલ વીઠ્ઠલ ગોવિંદ તરીકે જયદેવને મળેલા કેમકે વિઠ્ઠલાભાઇનું વતન લોધીકા હતું કે સમયે પોરબંદરની ગેંગોનો હજુ સુર્યોદય તો હતો અને છાપાઓમાં નિયમિત રીતે પોરબંદરના ખૂના મરકીના ફાયરિંગ-દાણચોરીના સમાચારો ચમકતા રહેતા સો આ વીઠ્ઠલભાઇનું જાંબાઝ-જમાદાર સો નામ ચમકતું રહેતું.
આ વિઠ્ઠલભાઇ હોશિંયાર કાબેલ અને પેન માસ્ટર તરીકે વ્યક્તિગત કૌટુંબિક પ્રશ્ને મદદ માટે જયદેવને મળેલા કામ તો સામાન્ય હતું અને જયદેવે તેના સ્વભાવ મુજબ મદદ રખાવટ કરેલી તે વિઠ્ઠલભાઇને બરાબર યાદ હતી. આથી તેમણે જયદેવનું બાબરામાં આગમન તા સામેી સરકીટ હાઉસમાં મળીને ભૂત-કાળની યાદો તાજી કરેલી.
આ ચર્ચા દરમ્યાન જયદેવને યું કે આપણે ભલે પોરબંદર નોકરી કરી પરંતુ લાંબો સમય અને કટોકટીના સમયે તો વીઠ્ઠલ ગોવિંદ જ પોરબંદર હતા તેમનાી આ પોલીસ ખાતાનો અને ગુનેગારોનો સાચો ઇતિહાસ જાણીએ તેથી વિઠ્ઠલભાઇને પૂછ્યુ કે તમે લોધીકાના વતની પોરબંદર કેવી રીતે પહોંચી ગયા ? અને પોરબંદરની ગેંગોની આટલી ર્આકિ અને રાજકીય ક્ષમતા કે વિધાયકોને ચુંટવા તથો ઠીક પણ રાજ્ય સરકારને ટકાવી રાખવા કે ગબડાવી દેવાની પણ થઇ ગઇ હતી. ગેંગોનું એવુ તો કેવુ રાજકીયકરણ યેલું કે આ લોકો ઉચ્ચકક્ષાના આઇપીએસ અન્ય અધિકારીઓની બદલી નીમણૂંકો પણ કરાવી શકતા?
આી વીઠ્ઠલભાાઇ ગોવિંદભાઇ રાવળે નીરાંતે સીગારેટનો દમ ખેંચતા વાત કરેલી કે હું તો સુરેન્દ્રનગર જીલ્લામાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલો. અને ઝાલાવાડની મુત્સદીગીરી અને કાગળની કામગીરી સુરેન્દ્રનગર અને તેની માસ્ટરી લીંબડી- પોલીસ સ્ટેશનમાં મેળવેલી ! તે સમયે જુનાગઢ-જીલ્લામાં કેસ કાગળોના જાણકારી હેડકોન્સ્ટેબલોની અછત ઉભી થયેલી સામે વિશાળ જિલ્લામાં કાયદો અને વ્યવસની સ્થિતિ કળતી જતી હતી.
આથી એવી યોજના આવેલી કે અન્ય જીલ્લામાંથી અમૂક સીનીયોરીટી ધરાવતા કોન્સ્ટેબલોને ખાસ કિસ્સામાં હેડકોન્સ્ટેબલ તરીકે જૂનાગઢ-જીલ્લામાં પ્રમોશન અપાતું. ત્યારે પોરબંદર જૂનાગઢનું સબ ડીવીઝન એટલે કે ડીવાયએસપીનું મક હતું.
જયદેવને અનુભવ હતો કે અન્ય જીલ્લાઓની સરખામણીમાં સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ કર્મચારીઓ કાયદો અને કાયદાની અમલવારીમાં તા કેસ કાગળો બનાવવામાં ખંતીલા અને હોશિંયાર હતા. વિઠ્ઠલભાઇને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન જૂનાગઢ જીલ્લામાં મળતા તેમને પોરબંદર સબડીવીઝનના સીટી પોરબંદર (હાલનું શીતળા ચોક પો.સ્ટે)માં નિમણૂંક આપી. તે સમયે સમગ્ર પોરબંદર શહેરનું તે એકમાત્ર પોલીસ સ્ટેશન હતું. હવે વિઠ્ઠલભાઇ જમાદારે જે વાતો પોરબંદર-ગેંગવોર-બંદર અને લાઇમ સ્ટોન એરીયા અને રાજકારણ તા પોલીસ ખાતા વિશે કરી તે જયદેવે અગાઉ ક્યારેય સાંભળેલી નહીં!