અત્યારના આધુનિક જમાનામાં ઉર્જા એસ વિકાસનો પર્યાય છે. પહેલાના જમાનામાં સંસાધનો ઓછા હતા એટલે ઉર્જાનો વપરાશ ઓછો હતો. પરંતુ અત્યારે ઉર્જાના વપરાશ વગર માનવીને ઘડી પણ ચાલતુ નથી. જેમકે ઉનાળામાં પંખો, એસી, ફ્રિઝ વગેરે સાધનો ઉર્જાથી ચાલે છે. જ્યારે શિયાળામા હિટર જેવા સાધનો પાણી ગરમ કરવા માટે તેમજ ઘરમાં ગરમીનું પ્રમાણ વધારવા વપરાય છે. ઘરમાં બારેમાસ રાંધવા માટે ઈલેક્ટ્રીક સગડી, ગેસ જેવા સાધનો વપરાય છે. લોકોના આવન જાવન અર્થે વપરાતા સાધનોમાં પેટ્રોલ, ડિઝલ વગેરે સંચાલીત સાધનો વપરાય છે પરંતુ પ્રશ્ન એ છે કે રસોડામાં વપરાતો ગેસ વાહનમાં વપરાતા પેટ્રોલ, ડિઝલ વગેરે ક્યાં સુધી ચાલશે ?
ગોબર ગેસ એટલે શું…?
જો સામાન્ય રીતે જોઈએ તો પશુના છાણા માંથી જે ગેસ પેદા થાય તેને ગોબરગેસ કહેવાય છે. આમ ગોબરગેસ, કિચન વેસ્ટ ગેસ, વગેરે નામથી ઓળખીએ છીએ. સામાન્ય રીતે ભારતમાં વિપૂલ પ્રમાણમાં પશુ ઉપલબ્ધ છે. જેના પરિણામે તેનું છાણ પણ મોટા જથ્થામાં મળી રહે છે. આમ આ બાયોમાસ ને જો ગેસ બનાવવા માટે વાપરીએતો ગામડામાં છાણ ને ઉકરડામાં ગામડાનાં લોકો નાખે છે, તેનાથી ફેલાતી ગંદકી થી આપણે બચી શકીએ. ઉકરડામાં નાખવાનો આશય ફક્ત ખાતર બનાવવાનો છે. પરંતુ વાસ્તવિકરીતે આમાથી સારૂ ખાતર આપણે બનાવી શકતા નથી અને વર્ષ પછી એ ખાતર ખેતરમાં નાખવાથી નિંદામણ તેમજ જીવાતો પેદા થાય છે.
આપણે છાણનાં વપરાશથી ગેસ બનવીએ તો ઘરમાં વપરાશ અર્થે ચોખ્ખુ બળતણ મળી શકે અને ધૂમાડો કે અન્યમુશીબતો થી આપણે બચી શકીએ અને રસોઈ પણ ઓછા સમયમાં બની શકે. કારણ કે બાયોમાસની દહન શક્તિ ૩૫૦૦ કિલો કેલેરી પ્રતિ કિલો છે. જ્યારે ગોબરગેસની દહન શક્તિ ૫૫૦૦ કિલો કેલેરી પ્રતિ ઘનમીટર છે અને ગેસ બન્યા પછી જે રબડી ગોબરગેસમાથી બહાર નીકળે તે ઉત્તમ ખાતર તરીકેની ગરજ સારે છે. જેના નિંદણ નાશક બી કે જંતુઓ હોતા નથી. અને નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છાણીયા ખાતર કરતા ૦.૫ થી ૨ % વધારે અનુભાવ ને આધારે જોવા મળે છે.
ઘણા ખેડૂતોની માન્યતા એવી છે કે ગેસ પ્લાન્ટ બનાવવાથી આપણને સારૂ ખાતર મળતું નથી કારણ કે છાણમાં રહેલા તત્વોનો ગેસ ઉત્પન્ન થઇ જાય છે. આ બધી માન્યતાઓના કારણે ખેડુત ઘણી વખત આ પ્લાન્ટ અપાનાવતા હોતા નથી. પરંતુ આ માન્યતાઓ તદ્દન પાયા વગરની છે. પ્રથમ આપણે એ જાણવું જરૂરી છે કે ગેસ કઈ રીતે ઉત્પન્ન થાય છે ?
પ્રાણીઓના જઠરમાં પ્રાણવાયુ રહિત વાતાવરણમાં થતા સુક્ષ્મ જીવાણુંઓ સેલ્યુલોઝ નામના પદાર્થનો ઉપયોગ કરી પ્રાણીઓને સહાય કારક બને છે તાજા છાણમાં આવા જીવાણુંઓ હોય છે. આવા સુક્ષ્મ જીવાણુંની વૃધ્ધિ માટે જરૂરી બધા પોષકતત્વો છાણમાંથી મળી રહે છે. જો પ્રાણવાયુ રહિત આથો આવી શકે તેવા જરૂરી સંજોગો અને દ્રવ્યો પૂરા પાડવામાં આવે તો જીવાણુંઓ મિથઈન, હાઈડ્રોજન અને અંગારવાયુને ઉત્પન્ન કરે છે જેમાંથી મિથઈન તથા હાઈડ્રોજન સળગી શકે તેવા છે.”
ગોબર ગેસના પ્રકારો કેટલા…?
ગોબર ગેસના મુખ્યત્વે બે પ્રકારના ગેસ પ્લાન્ટ બનાવવામાં આવે છે.
1. ટાંકીવાળો ગેસ પ્લાન.
2. ધાબાબંધ ગેસ પ્લાન્ટ.
ટાંકીવાળો ગેસ પ્લાન :
ટાંકી વાળા ગેસ પ્લાન બનાવવા માટે સૌ પ્રથમ એક વિશાળ ખાડો ગલવામાં આવે છે. ત્યારબાદ આ ખાડામાં એક લોખંડની ટાંકી બેસલવામાં આવે છે.જેની અંદર ગેસનો સંગ્રહ થાય છે. ત્યારબાદ એની એક બાજુ છાણ નાંખવા માટે પૂરક કુંડી બનાવેલી છે. જેમા છાણ –મળ-મુત્ર-એઠવાડ વગેરે નાંખવામાં આવે છે. આ પુરક કુંડીમાં પાણી નાખી તાજા છાણનો રગડો તૈયાર કરવો. તૈયાર રગડો પાઈપ વાડે કુંડીમાં જશે અને ત્યાં સડે છે. આશરે ચાર અઠવાડીયામાં ગેસ ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થયેલો ગેસ જે કુવા ઉપર ટાંકી રાખેલ હોય છે, તેમાં સંગ્રહ થાય છે. અને ટાંકીને ઉપર ધકેલે છે. આ ટાંકીમાં સંગ્રહ થયેલ ગેસ પાઈપ દ્વારા જ્યાં જરૂર હોય ત્યાં લઈ જઈને તેને સીધે સીધો ઉપયોગ રાધવા માટે થાય છે.
દરરોજ વપરાઈ ગયેલો છાણનો રગડો આપોઆપ જ નીકાલ કુંડી મારફત બહાર નીકળી ખાતરના ખાડામાં ચાલ્યો જશે આ માટે નીકાલ કુંડીની જોડે, જગ્યા પ્રમાણે બે થી ત્રણ ખાડા બનાવવા જેથી તેમા રગડો એકઠો થાય અને સમય મળ્યે ભરેલા ખાડા ખાલી કરી ઉકરડામાં કે સીધેસીધા ખેતરમાં ઉપયોગ કરી શકાય છે.
ગોબર ગેસના ફાયદાઓ અને ઉપયોગ :
• બાયોગેસ સસ્તુ અને પ્રદુષણ મુકત બળતણ છે.
• બાયોગેસનો રસોઈ માટે તેમજ પ્રકાશ માટે ઉપયોગ થાય છે.
• બાયોગેસથી જનરેટર ચલાવી વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય છે.
• બાયોગેસથી સસ્તી, કાયમી અને પ્રદુષણમુકત ઊર્જા મળે છે.
• કેરોસીન, જલાઉ લાકડા જેવા પરંપરાગત બળતણનો વિકલ્પ છે.
• એલ.પી.જી. ગેસના બાટલાનો વિકલ્પ પૂરો પાડે છે.
એવું ક્યૂ કારણ જેને લઈને તેનો ઉપયોગ ઘટ્યો :
સૌ પ્રથમતો હાલમાં ગોબર ગેસ નો ઉપયોગ સાવ નહિવત જેવો થાય ગયો છે. તેનું એક મૂળ કારણ જગ્યાનો અભાવ કહી શકાય છે. કારણકે ગોબરગેસના પ્લાન્ટ માટે એક તો વીશાળ જગ્યાની જરૂરિયાત રહે છે જે એક મુખ્ય કારણ છે.
જો તેનું બીજું કારણ જોઈએ તો તેનું મેંટેનસ છે. તમારા મનમાં એવા વિચારો આવતા હશે કે આ ગોબર કેસ માટે વારી શું મેંટેનસ લાગે…?પણ તમને જણાવી દઈએ કે આ ગેસ ઉત્પન કરવા માટે છાણ, પ્રાણીઓના મળ-મૂત્ર,નકામો કચરો વગેરે ની જરૂર પડે છે.
પાકિસ્તાન : આવતા 4 વર્ષમાં 200 બસ ગોબર ગેસથી દોડશે
ઇન્ટરનેશનલ ગ્રીન ક્લાઇમેટ ફંડની મદદથી પાકિસ્તાનનું સૌથી મોટું શહેર કરાચીને શૂન્ય ઉત્સર્જનવાળી ગ્રીન બસો ચલાવશે. ૨૦૨૦થી બસો બસ રેપિડ ટ્રાન્ઝિટ કોરિડોરમાં ચલાવાશે.
આ યોજના ચાર વર્ષમાં પૂરી થશે. પાકિસ્તાન ૨૦૦ બસ માટે ઈંધણ પ્રશાસન મેળવશે. કરાચીમાં ચાર લાખ દૂધ આપતી ભેંસો છે. પ્રશાસન તેનું છાણ ભેગું કરશે અને છાણથી બાયો મિથેન બનાવાશે અને બસોને પુરવઠો અપાશે.
ભારતની જેમ પાકિસ્તાનમાં પણ શહેરોની પ્રદૂષણથી હાલત ખરાબ થઈ છે. સારાં જાહેર પરિવહનના અભાવને કારણે લોકો પોતાનાં ખાનગી વાહન ઘણાં વાપરે છે, તેને કારણે ઉત્સર્જન થાય છે અને બીમારી પણ.
કરાચીમાં હવે 200 બસ આવતા 4 વર્ષમાં ગોબર ગેસથી દોડશે..
સરકારે કરાચી શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ૫૦થી પણ ઓછી બસ ચલાવી છે. એ દરમિયાન ખાનગી બસો અને મિની બસોની સંખ્યા પણ ૨૫ હજારથી ઘટીને ૮ હજાર થઈ ગઈ છે.
અત્યારે ગોબરની સફાઈ માટે રોજનું ૨૫ હજાર ગેલન પાણીનો ઉપયોગ થાય છે. આ યોજનાથી દરરોજ ૩,૨૦૦ ટન છાણ અને મૂત્ર સમુદ્રમાં જતું રોકાશે. કરાચી શહેરમાં અત્યારે છાણ સાફ કરવા માટે દરેક દિવસ ૫૦ હજાર ગેલન પાણી વપરાય છે. અલી તૌકીર શેખ લીડરશિપ ઓફ એન્વાર્યન્મેન્ટ એન્ડ ડેવલપમેન્ટ પાકિસ્તાનના સીઈઓ છે. આ નીતિઓ સાથે જોડાયેલી થિન્કટેન્ક છે. એવું કહેવામા આવે છે કે જો પાકિસ્તાનમાં આ બધુ બરાબર થયું તો તે સ્વચ્છ પરિવહન અને સ્વચ્છ પર્યાવરણના માર્ગમાં એક મોટું પગલું ગણાશે.
જો પાકિસ્તાન આવું મોટું પાગળું ભરી શકતું હોય તો ભારત કેમ નહીં…? હાલમાં ભારતમાં પણ દિવસે ને દિવસે પ્રદૂષણનું પ્રમાણ વધુ જઇ રહ્યું છે. અને આ પ્રદૂષણ સૌથી વધુ વાહનો થી ફેલાય છે. એવું પણ કહેવામા આવે છે કે અત્યારના સમયમાં ભારતમાં જેટલી વસ્તી છે એના થી પણ વધારે ભારતમાં વાહનો છે. જો માથાદીઠ એક વાહન ગણીએ તો પણ કેટલા વાહન થઈ જરા ખાલી વિચારો અને આ વાહનો માં રોજનું કેટલું ઈંધણ જોતું હશે…? અને આ ઇંધનથિ રોજનું કેટલું પ્રદૂષણ ફેલાતું હશે….?
શું આ બધુ વિચાર ભારતના એક નાગરિક તરીકે આપણે ના કરી શકીએ…? શું સરકાર આ મુદ્દે ના વિચારી શકે…? ભારતમાં તો સૌથી વધુ ગાય ને એક માતા તરીકે પૂજવામાં આવે છે તો શું એના ગોબર થી આપણે આપના દેશને પ્રદૂષણ રહિત ના કરી શકી એ…?