ઈદ ઉલ અઝા (બકરી ઈદ) વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને આ મુસ્લિમ તહેવાર પર ભેટ આપવામાં આવે છે. ઈદ-ઉલ-જુહા, કુરબાનીનો તહેવાર, ભારત અને વિશ્વમાં પરંપરાગત ધર્મોત્સાહ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. આને અરબી ભાષામાં ઈદ-ઉલ-જુહા અને ભારતીય ઉપ મહદ્વીપમાં ઉર્દૂમાં બકરી-ઈદ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે બકરાની કુરબાની આપવામાં આવે છે. બકરી ઈદ કુરબાનીનો સંદેશ આપે છે. બકરી ઈદથી જોડાયેલી એક કથા પણ પ્રચલિત છે, જે આ પ્રકારે છે – એવું માનવામાં આવે છે,
કે પયગંબર હજરતને અલ્લાહે હુકમ કર્યો કે આપની સૌથી પ્યારી ચીજને મારા માટે કુરબાન કરી દો. પયગંબર સાહેબને પોતાનો એકનો એક દિકરો ઈસ્માઈલ, સૌથી વધારે પ્રિય હતો. ખુદાના હુકમ અનુસાર તેને પોતાના પ્રિય ઈસ્માઈલને કુરબાન કરવા મનાવી લીધો. આ વાતથી ઈસ્માઈલ પણ ખુશ હતો કે તે અલ્લાહની રાહ પર કુર્બાન થશે. બકરી ઈદના દિવસે જ જ્યારે કુર્બાનીનો સમય આવ્યો ત્યારે ઈસ્માઈલની જગ્યાએ એક દુમ્બા કુરબાન થઈ ગયો. અલ્લાહે ઈસ્માઈલને બચાવી લીધો અને પયગંબર સાહેબની કુર્બાની કબુલ કરી લીધી. ત્યારથી દરેક વર્ષે પયગંબર સાહેબ દ્વારા આપવામાં આવેલી કુર્બાનીની યાદમાં બકરી ઈદ મનવવામાં આવે છે.
આ તહેવાર ત્રણે દિવસોમાંથી એક દિવસ, પ્રત્યેક એવા મુસલમાન દ્વારા જેની પાસે ૪૦૦ ગ્રામ કે તેનાથી વધુ સોનુ છે, બકરો, ઘેંટુ અથવા કોઈપણ ચારપગવાળા પશુને કુર્બાન કરવામાં આવે છે. આ અલ્લાહ અને તેના હુકમ પ્રત્યે શ્રધ્ધાનુ પ્રતિક છે. ઈદની નમાઝ પછી કુરબાનીનુ ગોશ્ત વહેંચવામાં આવે છે અને સાથે બેસીની ખાવામાં આવે છે. બકરી ઈદના દિવસે બલિ માટે જરૂરી પશુઓનું વેચાણ અનેક દિવસો અગાઉ શરૂ થઈ જાય છે. જેમાં બકરી, ઘેટા અને પાડા સહિત ચારપગવાળા પશુઓને ખરીદવામાં આવે છે. બકરી ઈદના મહિના અગાઉથી જ મોટાપાયે પશુઓની ખરીદી શરૂ થઈ જાય છે. બલિદાન માટે એકદમ તંદરસ્ત અને કોઈપણ ખામી વિનાના પશુની પસંદગી કરવામાં આવે છે. ઈસ્લામ ધર્મના જાણકારોના મતે પશુ બલિદાન કરી મુસ્લિમો સ્વાર્પણના ભાવનાની અનુભૂતિ કરે છે.
ઈદ-ઉઝ-ઝુહા (બકરી ઈદ) પણ વિશેષ મહિમા ધરાવે છે. કારણ કે આ પર્વ પોતાની જાત સહિત સર્વસ્વ ધન, વૈભવ, સિદ્ધાંત, ન્યાય અને સત્ય માટે નિછાવર કરવાનું આહવાન આપે છે.મુસ્લિમ બિરાદરોના મતે જીવનમાં એક વખત પણ હજયાત્રાએ ગયેલી અથવા ન ગયેલી વ્યક્તિ આ દિને પશુબલિ ધરવાનું પોતાનું કર્તવ્ય સમજે છે. મક્કા નગરીમાં હજની ફરજ અદા કર્યાની સમાપ્તિના વળતે દિવસે ઈદ-ઉઝ-ઝુહા ઉજવવામાં આવે છે. આ તહેવાર હજ (સઉદી અરબના મક્કાની ધાર્મિક યાત્રા) ના પૂરા થવાનુ પણ પ્રમાણ છે. પરંપરા અનુસાર ધનિક પરિવારમાં પ્રતિ વ્યક્તિ એક જાનવર કુરબાનન કરીને માંસનું એક ભાગ ગરીબ લોકોમાં વહેંચવામાં આવે છે. જે લોકોની યથાશક્તિ ઓછી હોય એ પરિવારમાં એક જાનવરની કુરબાની કરવામાં આવે છે. બહુ જ ગરીબ લોકો 60થી 70 પરિવારો સાથે મળીને એક જાનવરની કુરબાન કરી શકે છે.