ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરને ગુરૂવારે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. તેઓ છેલ્લાં 8 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાં બાદ સીધા જ તેઓ ગોવા વિધાનસભા પહોંચ્યા હતા. જ્યાં ગોવાનું બજેટ રજૂ કર્યું હતું. પર્રિકર ગોવાના સીએમ હોવાની સાથે નાણા મંત્રીનો પણ કાર્યભાર સંભાળે છે. 15 ફેબ્રુઆરીએ પેટના દર્દની ફરિયાદ બાદ તેઓને દાખલ કરવામાં આવ્યાં હતા.

વિધાનસભાનું સત્ર ઘટાડવામાં આવ્યું હતું

પારિકરની તબિયત બગડ્યાં પછી ગોવાના બજેટ સેશનને 33 દિવસથી ઘટાડીને 4 દિવસનું કરવામાં આવ્યું હતું.
પેટદર્દની ફરિયાદ પછી પારિકરે ગોવાના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, પરંતુ તે બાદ   ડોકટર્સની સલાહ પછી તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બજેટ રજૂ કરવા સમયે ગોવા સરકારે શું કહ્યું હતું?

ગોવાના ડેપ્યુટી સ્પીકર માઈકલ લોબોએ કહ્યું હતું કે, “સારા સમાચાર છે કે પારિકરને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, તેઓ ગોવા આવી ગયાં છે. તેમનું મનોબળ મજબૂત છે, અને તેઓએ બીમારીનો સામનો કર્યો છે.”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.