તમે જ્યારે પણ ભારતના દરીયા કિનારા વિશે વિચારતા હશો તો તમારા મગજમાં સૌથી પહેલા ગોવા, મુંબઇ અને ચેન્નઇના દરિયા કિનારા આવતા હશે. પરંતુ તમે ક્યારેય વિચાર્યુ છે ગુજરાતના જ કેટલાક સુંદર દરિયાકિનારા વિશે…. તો ચાલો જાણીએ ગુજરાતના કેટલાય એવા બીચ છે જે ટુરિસ્ટને પોતાની તરફ આકર્ષિત કરે છે.
૧- પોરબંદર બીચ
– પોરબંદર બીચએ ખૂબ જ લોકપ્રીય અને આકર્ષક દરિયાકિનારો છે અહીં બાળકો માટે એક સ્કેટિંગ રિંગ પણ છે. તેમજ દર વર્ષે અહીં જન્માષ્ટમીમાં મેળો પણ ભરાતો હોય છે.
૨- ચોરવાડ બીચ
– ચોરવાડ બીચ સોમનાથથી આશરે 32kmના અંતરે આવેલું છે. અને દરિયા કિનારો એક સમયે જુનાગઢના નવાબનું નિવાસસ્થાન હતું.
– બીજા બીચની સરખામણીમાં આ બીચની સુંદરતા અને શાંતિ લોકોને આકર્ષિત કરે છે.
૩- દ્વારકાધીશ
– જામનગર જીલ્લામાં આવેલુ દ્વારકાબીચ ધાર્મિક મહત્વના કારણે વિશ્વભરમાં જાણીતુ છે. દરિયાકાંઠે આવેલા દ્વારકાધીશ મંદિરના દર્શનાર્થે બહોળી, સંખ્યામાં ભક્તજનો ઉમટે છે. તેમજ દ્વારકાના દરિયામાં ડોલફિન, પોર્પાઇઝ, ઓક્ટોપસ સ્ટાર ફિશ જેવા દરિયાઇ જીવો પણ જોવા મળે છે.
૪- માંડવી બીચ
– કચ્છમાં આવેલું માંડવી બીચ ગુજરાતનું સૌથી વધુ લોકપ્રીય બીચમાંથી એક છે. જેની રેતી અને પાણી એકદમ સફેદ અને ચોખ્ખી છે.
૫- દીવ
– જો તમે શહેરની દોડધામથી દૂર બીચ પર એકાંત માણવા ઇચ્છતા હોવ તો તેમને દીવના બીચમાં જ મળશે. ગોવાની સરખામણીમાં અહીં ઘણા ઓછા લોકો આવે છે. કારણકે અહીંનાં બીચ વધારે ખતરનાક હોય છે.
– તેમજ આ બીચની ખાસીયત એ છે કે અહીં ટૂરિસ્ટ વર્ષ દરમિયાન કોઇ પણ સીઝનમાં આવી શકે છે.