જીવનમાં કરવું કઈક અનોખુ,
તો ચાલો બદલાવ સાથે
સરળતાથી સમજવું જીવનને,
તો ચાલો બદલાવ સાથે
સંબંધોને સમજવા હોય થોડા,
તો ચાલો બદલાવ સાથે
લાગણીઓને વ્યક્ત કરવી કોઈને,
તો ચાલો બદલાવ સાથે
સમાજને એકતા સમજાવી થોડી,
તો ચાલો બદલાવ સાથે
આંબવું હોય જમીનથી આભને,
તો ચાલો બદલાવ સાથે
વિચારો સમજવા માનવતા સંગાથે,
તો ચાલો બદલાવ સાથે
પ્રેમમાં શોધવી સમાનતાને,
તો ચાલો બદલાવ સાથે
નિષ્ફળતામાં શોધવી સફળતાને,
તો ચાલો બદલાવ સાથે
શબ્દોને જોડવા સાહિત્યની સાથે,
તો ચાલો બદલાવ સાથે
અંધકારમાથી જવું ઉજાસ તરફ,
તો ચાલો બદલાવ સાથે
વ્યક્તિને જોડવું વ્યક્તિત્વથી,
તો ચાલો બદલાવ સાથે
મહેનતને જોડવી શોધથી,
તો ચાલો બદલાવ સાથે
સમયને જોડવા સંજોગો જોડે
તો ચાલો બદલાવ સાથે
હાસ્યને જોડવું હકીકત સાથે,
તો ચાલો બદલાવ સાથે
સંસ્કૃતિને જો જોડવી તહેવાર સાથે,
તો ચાલો બદલાવ સાથે
લેખનને જોડવું જો વાચક સાથે,
તો ચાલો બદલાવ સાથે.
કવિ : દેવ એસ. મહેતા