ચહેરા પરના ડાઘ, ફોલ્લી, કરચલીઓ દુર કરી સુંદરતા જાળવવાના જાણો શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપચારો
આજના સમયે લોકો એક ફેશનના ભાગ‚પે પોતાની ત્વચાની સુંદરતા અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ કાળજી દાખવતા થયા છે તો બીજી તરફ એમાં પણ ચોમાસાની ઋતુમાં ત્વચાની સવિશેષ કાળજી લેવી પડે છે. મુખ્યત્વે યુવતીઓ પાર્લરમાં જતી હોય છે અથવા તો બજારમાંથી મળતા ફેસપેકનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ બજારમાં મળતા આ ફેસપેકને બદલે રસોડામાંથી જ ફેસપેક બનાવી ત્વચાની ખાસ કાળજી લઈએ તો આપણો સમય અને ખર્ચ બંને બચી જાય. તો ચાલો, આપણે આ ઘરગથ્થુ ઉપચાર વિશે જાણીએ.
૧.ત્વચાને સ્વચ્છ રાખવા ચંદનનો ઉપચાર:-
ચોમાસાની ઋતુમાં ત્વચાને શુઘ્ધ અને મોચ્યુરાઈઝ રાખવી અત્યંત આવશ્યક છે. આ માટે ચંદનનો પાઉડર, નારંગીની છાલનો પાઉડર અને મુલ્તાની માટીને મિકસ કરો. તેની પેસ્ટ મોં પરની મૃત ત્વચા અને કોશિકાઓને દુર કરે છે. આ રીતે પેસ્ટ અઠવાડિયામાં એક વખત લગાવાથી ત્વચા શુઘ્ધ અને ખીલી ઉઠે છે.
૨.ચહેરા પર ડાઘ દુર કરવા બેસન અને મેથી:-
ચહેરા પર થતા ડાઘ, એલર્જી વગેરેને દુર કરવા સાબુ અને અન્ય કોસ્મેટિકસનો ઉપયોગ ટાળવો જોઈએ અને હર્બલ ફેસપેકનો ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો આ માટે ઘરગથ્થુ ઉપચાર જાણીએ. લીલી મેથીનો અને બેસન સરખી માત્રામાં લઈ મિકસ કરો અને તેમાં મેથીના બીજનો પાઉડર અડધી માત્રામાં ભેળવો. તેમાં પાણી નાખી સરખુ મિકસ કરી ચહેરા પર લગાવો. આમ કરવાથી ચહેરા પરના ડાઘ ફોલ્લીઓ વગેરે દુર થશે.
૩. ઓઈલી સ્કીન માટે મધ:-
મધના અનેકો જાદુઈ ગુણ છે. તેમાનો એક ગુણ ત્વચાની કાળજી માટેનો છે. તૈલી ત્વચા હોય તો આ ઉપચારથી ત્વચા પરનું તેલ દુર થશે અને સ્કીન ગ્લો કરશે. વરસાદના પાણીનો એક ગ્લાસ લો અને તેમાં મધ નાખી મિકસ કરો. આ મિકસ મધને ચહેરા પર લગાવી અડધી કલાક બાદ ઠંડા પાણીથી ધોઈ લો. જેનાથી ચોમાસુ ઋતુ દરમિયાન તમારી તૈલી ત્વચા દુર થશે.
૪. ખીલ માટે મુલતાની માટી અને કલવ ઓઈલ:
બદલાતી ઋતુઓને લઈ ત્વચા પર ફોલ્લીઓ, ખીલ એક મુખ્ય સમસ્યા બની જાય છે તો આ સમસ્યાને દુર કરવા શું કરવું જોઈએ ચાલો જાણીએ. બે ચમચી મુલતાની માટી, ચપટી કપુર અને લવિગના તેલના બે ટીપા નાખી ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવી થોડો સમય રાખો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો. લવિંગનું તેલ નાખતી વેળાએ કાળજી રાખવી કારણકે આ તેલ અત્યંત ગર્મ હોય છે તેના વધુ પડતા ઉપયોગથી ત્વચા બળી પણ શકે છે તેથી કાળજી રાખવી.
૫. ત્વચાની કાળાશ દુર કરવાનો ઉપચાર
ત્વચાની કાળાશ દુર કરવા નારંગીની છાલનો પાઉડર અને લીંબુના રસનું મિશ્રણ કરી પેસ્ટ બનાવો. તેમાં ચંદનનો પાઉડર અને મુલતાની માટી ભેળવો. આ પેસ્ટને ચહેરા પર લગાવી વીસ મીનીટ સુધી રાખો. આ ઉપચારથી ત્વચા પરની કરચલીઓ, ફોલ્લી અને વધુ પડતી કાળાશ દુર થશે.