નેશનલ સિનીયર ચેમ્પિયનશીપ ફોર સંતોષ ટ્રોફીના આરંભ કરાવતી વેળાએ મુખ્યમંત્રીએ સ્વામી વિવેકાનંદ કથન આત્મસાત કરવા જણાવ્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સૌ પ્રથમ વાર યોજાયેલી નેશનલ સિનીયર ચેમ્પીયનશીપ ફોર સંતોષ ટ્રોફી ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ ફૂટબોલના ખેલાડીઓને પ્રેરણા આપતા સ્વામી વિવેકાનંદના કનનું સ્મરણ કરતા જણાવ્યું કે તેઓ કહેતા કે, ગીતાના પાઠનો બોધ લેવા ફૂટબોલના મેદાનમાં જવું જોઇએે.  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતના વૈશ્વિક વિકાસની સાસા રમતગમત ક્ષેત્રે પણ  ગુજરાત અવ્વલ રહે તે માટે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેલમહાકુંભ અને ખેલે ગુજરાત દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે અને તે માટે ખેલાડીઓને અદ્યતન સુવિધાઓ મળી રહે તે માટે સ્ટેડિયમો પણ નિર્માણ કર્યા છે.  ગુજરાતમાં પ્રમ વખત યોજાયેલી આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ૭ ટીમોએ ભાગ લઇ રહ્યા છે. જેમાં ગોવા, રાજસન, મહારાષ્ટ્ર, દિવ-દમણ તા ગુજરાત સહિતની ટીમના ખેલાડીઓ ટુર્નામેન્ટ રમશે.

આ પ્રસંગે રમત ગમત રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય જગદીશભાઇ પંચાલ, સુરેશભાઇ પટેલ, ગુજરાત ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ધનરાજભાઇ નવાણી, ટ્રાન્સટેડિયાના ઉદીત શેઠ, સ્પોર્ટસ ઓોરિટિ ઓફ ઇન્ડિયાના અધિકારીઓ તા રમતવીરો અને નગરજનો ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.