ઝાલાવડ પંથકમાં શ્રાવણીયા જુગારના પટ મંડાયા: નવ શખ્સોની ધરપકડ

સુરેન્દ્રનગરના લીંબડી શહેર, લીંબડીના પાણશીણા અને સુરેન્દ્રનગર શહેરમાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં લીંબડીમાં સુરેન્દ્રનગરથી જુગાર રમવા જતા જુગારીયાઓ કુલ રૂ. 11,62,300ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા. બીજી તરફ દેવપરામાં 6 શખ્સો રૂ. 10,280ની મત્તા સાથે અને સુરેન્દ્રનગર શહેરમાં 3 શખ્સો રૂ. 3550ની મત્તા સાથે પકડાયા છે. લીંબડીમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો યુવાન જુગાર રમાડતો હોવાનું બહાર આવ્યું છે.

લીંબડી પોલીસની ટીમ કબીર આશ્રામ પાછળના ભાગે આવેલા રહેણાક મકાનમાં જુગાર અંગેની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા દિનેશ ભગવાનભાઈ કાટોડીયા, અજીત રેવાભાઈ ડાભી, ઘનશ્યામ બેચરભાઈ પટેલ, રહેમાન ગુલામહુસેનભાઈ સામતાણી અને જીગ્નેશ વિનોદભાઈ સોલંકી ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. 1,47,300, રૂ. 15 હજારના 3 મોબાઈલ ફોન અને રૂ. 10 લાખની ક્રેટા કાર સહીત રૂ. 11,62,300નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તપાસમાં લીંબડીનો છગન રૂડાભાઈ સોંડલા તેના રહેણાંક મકાનમાં તેના મિત્ર અને લીંબડીમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હિંમત દલાભાઈ ડાભી અને વાલમ ભરવાડ સાથે મળી બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો. આથી પોલીસે આઠેય સામે ગુનો નોંધી હાજર ન મળી આવનાર 3ને ઝડપી લેવા તપાસ આરંભી છે. બીજી તરફ લીંબડી તાલુકાના દેવપરા ગામે આવેલ શાળા સામેની ગલીમાં જાહેરમાં જુગાર રમતા ચંદુ ચીકાભાઈ ઝાંપડીયા, ગોવીંદ મગનભાઈ ઝાંપડીયા, અરજણ લખમણભાઈ સાપરા, રામજી મકનભાઈ સાપરા, કૌશીક નારાયણભાઈ ચાવડા અને અંબારામ ગોબરભાઈ ઝાપડીયા રોકડા રૂ. 10,280 સાથે ઝડપાયા હતા. ડી સ્ટાફે બાતમીને આધારે ટીમે શહેરની ફીરદોષ સોસાયટી પાસે આવેલ વસાહતમાં રમાતા જુગાર પર દરોડો કર્યો હતો. જુગારી ભરત ખાટાભાઈ સરવૈયા, બ્રીજેશ વિનોદભાઈ કોઈસા, મનસુખ સવશીભાઈ જખવાડીયા રોકડા રૂ. 3550 સાથે પકડાયા હતા.

કાર પાર્ક કરી જુગાર રમવા જતા હતાખોડીયારપરામાં રહેતો અજીત રેવા ડાભી પોતાની કારમાં જુગારીયાઓને લઈને લીંબડી જુગાર રમવા જતો હતો. જેમાં કાર લીંબડી બસ સ્ટેશનમાં પાર્ક

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.