‘મારું સ્ટેટમેન્ટ નોંધી લો, આવનારા ૫ વર્ષોમાં ધરખમ ફેરફારો થશે
સડક પરિવહન મંત્રાલય નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષોમાં ખાસ કરીને ભારતના શહેરી વિસ્તારોમાં જાદુઈ ફેરફારો આવવામાં છે, તેમાં વાહનો એકદમ પ્રદુષણ મુકત અને સ્વચ્છ ઈંધણ ધરાવતા ઈ-વ્હીકલ હશે. આપણો દેશ બાયો ફયુબમાં પરિવર્તીત થશે જેમાં ઈલેકટ્રીક, ઈથેનોઈલ, મેથેનોઈલ, બાયો ડિઝલ અને બાયો સીએનજીની આયાત કરવામાં આવશે જે ઓછી રકમમાં વધુ ફાયદાકારક સાબિત થશે અને ઉલ્લેખનીય છે કે પ્રદૂષણ મુકત રહેશે જેથી વડાપ્રધાન મોદીનું મેઈક ઈન ઈન્ડિયાનું સ્વપ્ન ૧૦૦ ટકા પૂર્ણ થશે.
નિતીન ગડકરીએ આત્મવિશ્ર્વાસ સાથે કહ્યું કે તમે મા‚ સ્ટેટમેન્ટ લખી લો ૫ વર્ષ બાદ તમને ચોકકસ ૧૦૦ ટકા મારા કહેલા શબ્દો હકિકતે દેખાશે. એક મારા નેતા તરીકે તેમણે સચોટ સમયે આ વાત કહી લોકોના દિલ જીતી લીધા છે. જો કે હાલ લોકો પ્રદુષણના મામલે પિડાઈ રહ્યાં છે. તો હજારોને દવાખાને ખસેડાયા છે. સરકાર જયારે આ નિયમોનું અમલીકરણ કરે તે પહેલા જ નેશનલ કેપિટલ રિજન સારા ૬ નવા ઈંધણોનો પરિચય આપશે.
જો કે ઈ-વાહનો સામાન્ય ઈંધણોથી ચાલતા વાહનો જે પેટ્રોલ, ડિઝલથી ચાલે છે તેના કરતા ઈ-વ્હીકલ મોંઘા પડશે પરંતુ પ્રદુષણ મુકત પણ છે. પરંતુ અમલીકરણના થોડા સમય બાદ જ મેન્યુફેકચરીંગ કોસ્ટમાં ઘટાડો આવશે અને ઈ-વ્હીકલોની ઓપરેટિંગ કોસ્ટમાં પણ ઘટાડો આવશે. મુંબઈમાં દોડતી બસોમાં હાલ ડિઝલ પ્રતિ કિલોમીટર ‚ ૧૧૦ ઉપાડે છે.
નાગપુરમાં એર ક્ધડીશન બસો પ્રતિ કિલોમીટર ‚ ૭૮ ઉપાડે છે. ત્યારે ઈલેકટ્રોનીક એર બસ માત્ર ‚ ૬૫ પ્રતિ કિલોમીટરનો જ ખર્ચ કરાવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતને પ્રદુષણ મુકત બનાવવા આપણે આટલું તો કરી જ શકીએ.