અબતક,રાજકોટ
ભારતમાં વિમેન્સ બોટમ-વેર બ્રાન્ડ અને નાણાકીય વર્ષ 2019-20માં વિમેન્સ બોટમ-વેર બ્રાન્ડના બજારમાં અંદાજે 8 ટકા બજારહિસ્સો ધરાવતી ગો ફેશન (ઇન્ડિયા) લિમિટેડ (ગો ફેશન અથવા કંપની)એ 17 નવેમ્બર, ના રોજ એનો આઇપીઓ (ઓફર) લાવવાની યોજના બનાવી છે.
ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ.655થી રૂ.690 નક્કી થઈ છે, જેમાં દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ.10 છે. બિડ લઘુતમ 21 ઇક્વિટી અને પછી 21 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.
રૂ.10 ફેસ વેલ્યુના ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ.655થી 690 નક્કી કરાઈ
ઓફરમાં ગો ફેશન (ઇન્ડિયા) લિમિટેડના રૂ.10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો કુલ રૂ. 1,250 મિલિયનનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને પીકેએસ ફેમિલી ટ્રસ્ટના 745,676 ઇક્વિટી શેર, વીકેએસ ફેમિલી ટ્રસ્ટના 745,676 ઇક્વિટી શેર (સંયુક્તપણે પ્રમોટર વિક્રેતા શેરધારકો) તથા સીક્વોઇયા કેપિટલ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ્સ ઈંટના 7,498,875 ઇક્વિટી શેર, ઇન્ડિયા એડવાન્ટેજ ફંડ જ4 ઈંના 3,311,478 ઇક્વિટી શેર અને ડાયનેમિક ઇન્ડિયા ફંડ જ4 ઞજ ઈંના 576,684 ઇક્વિટી શેર (સંયુક્તપણે રોકાણકાર વિક્રેતા શેરધારકો)ના વેચાણની ઓફર સામેલ છે.
ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957, જેમાં થયેલા સુધારા (એસસીઆરઆર) મુજબનાં નિયમ 19(2)(બી)ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (મૂડી ઇશ્યૂ અને ડિસ્ક્લોઝરની જરૂરિયાતો) નિયમનો, 2018ના નિયમન 31 સાથે વાંચીને રજૂ કરવામાં આવી છે. આ ઓફર સેબી આઇસીડીઆરના નિયમન 6(2) સાથે સુસંગત રીતે બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે થઈ છે, જેમાં ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી) (ક્યુઆઇબી પોર્શન)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં અમારી કંપની અને વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો એન્કર રોકાણકારો(એન્કર ઇન્વેસ્ટર પોર્શન)ને સપ્રમાણ આધારે ફાળવી શકે છે. એન્કર રોકાણકાર પોર્શનનો એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જે તેમની પાસેથી એન્કર રોકાણકારોને જે કિંમતે ફાળવણી થઈ હોય (એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇસ)એ કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.
ઉપરાંત ક્યુઆઇબી પોર્શન (એન્કર રોકાણકાર પોર્શનને બાદ કરતાં)નો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સને (એન્કર રોકાણકારો સિવાય)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે. જો ઓફરનો ઓછામાં ઓછો 75 ટકા હિસ્સાની ફાળવણી ક્યુઆઇબીને નહીં થઈ શકે, તો સંપૂર્ણ એપ્લિકેશ રકમ રિફંડ કરવામાં આવશે.