મહામારીના ભય વચ્ચે નવરાશના સમયનો સદ્પયોગ કરીને લોકોને માસ્કના કાળાબજારથી લૂંટાતા બચાવવાનું ભગીરથ કાર્ય

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાઈરસ હવે ભારતમાં પણ પગપેસારો કરી રહ્યો છે કોરોના વાઈરસગ્રસ્ત દર્દીઓની વધી રહેલી સંખ્યાથી ચિંતિત બનેલી સરકારે અગમચેતીના ભાગરૂપે વિવિધ રક્ષણાત્મક પગલાઓ લીધા છે. કોરોના વાઈરસ માટે સરકારે જાહેર કરેલી સલાહમાં જે લોકોને શરદી, ઉધરસ હોય તેમને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ સરકારની આ સલાહનો ખોટો અર્થ કાઢીને મોટા પ્રમાણમાં લોકો માસ્ક લેવા પડાપડી કરવા લાગ્યા છે. જેના કારણે બજારમાં માસ્કની તંગી ઉભી થવા પામી છે. આ તંગીનો લાભ લઈને અમુક વેપારીઓ માસ્કનાકાળાબજાર પણ કરવા લાગ્યા હતા દરમ્યાન માસ્કના કોરોના વાઈરસને આગળ વધતો અટકાવવા સરકારે લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે નવરા પડેલા અમુક સોસાયટીવાસીઓએ નવરાશનો સદપયોગ કરીને કોરોના વાઈરસ સામે લડવામાં મદદ કરવા ઉપરાંત લોકોને માસ્કના કાળાબજારમાંથી બચાવવાનો વિચાર આવ્યો હતો. આવા જ વિચારોને લઈને રાજકોટનાં યુનિવર્સિટી રોડ પર આવેલી પામ યુનિવર્સલ ટાઉનશીપના સોસાયટીવાસીઓએ નવરાશ માસ્ક બનાવવાનો નિર્ણય કર્યો હતો.

DSC 0457

આ સોસાયટીવાસીઓએ માસ્ક બનાવવા માટેના મટીરીયલના રોલ મેળવવા મોરબીના વિક્રેતાનો સંપર્ક કર્યો હતો. આ વિક્રેતાએ પણ સોસાયટીવાસીઓની લાગણી અને લોકપયોગી પ્રવૃત્તિને જાણીને મટીરીયલનો રોલ નિ:શુલ્ક આપ્યો હતો. જે બાદ સોસાયટીવાસીઓએ સ્વ. ખર્ચે માસ્ક માટેની દોરીની ખરીદી કરીને માસ્કનું ઉત્પાદન શરૂ કર્યું હતુ. જેમાં સોસાયટીના અબાલ વૃધ્ધ એવા ૩૦ જેટલા લોકોએ આ સેવા કાર્યમાં લાગી જઈને પ્રથમ દિવસે એક હજાર માસ્ક બનાવ્યા હતા આ માસ બનાવ્યા બાદ સ્વહસ્તે જ પોતાના વિસ્તારમાં આ માસ્કનું નિ:શુલ્ક વિતરણ કર્યું હતુ. આ માસ્ક વિતરણ સમયે સોસાયટીવાસીઓએ લોકોને કોરોના વાઈરસ અંગે રાખવી પડતી કાળજી અંગેની વિગતો પણ આપી હતી. આ સોસાયટીવાસીઓએ ‘ગો-કોરોના-ગો’ના સુત્રોચ્ચારો કરીને કોરોના વાઈરસને ભગાડવામાં પોતાની પ્રતિબધ્ધના વ્યકત કરી હતી.

1.monday 2 1

પામ યુનિવર્સલ ટાઉનશીપના આ સેવાધારી લોકો માસ્ક બનાવતા પહેલ પોતાના શરીરને સેનેટાઈઝ કરીને જ માસ્ક બનાવવાની કામગીરીનો પ્રારંભ કરે છે ઉપરાંત માસ્ક બનાવતી વખતે રાખવી પડતી તમામ સુરક્ષા કાળજીઓને પણ ધ્યાનમાં રાખે છે.

DSC 0496

રાજકોટની પામ યુનિવર્સલ ટાઉનશીપના સેવાભાવી સોસાયટીવાસીઓની જેમ ભારતના દરેક નાગરિક મહામારીની આપત્તિના આ સમયમાં પોતાની જવાબદારી સમજીને તંત્ર સાથે ખંભેખંભા મિલાવીને કામ કરે તો કોરોના વાઈરસનો અવશ્ય આગળ ફેલાતો અટકાવી શકવાની સાથે લોકોને કાળાબજારથી પણ બચાવી શકાય તેમા બેમત નથી.

પામ યુનિવર્સલ ટાઉનશીપના સોસાયટીવાસીઓની આ અનોખી માનવસેવામાં જતીન કોઠારી, મનીષભાઈ અમૃતીયા, અશોકભાઈ અમૃતીયા,હિરેનભાઈ કાલરીયા, ગૌરવભાઈ, ચંદ્રેશભાઈ, સંજયભાઈ મેહુલભાઈ, વિવેકભાઈ ઉપરાંત સેંકડો મહિલાઓ પોતાનાથી થતુ યોગદાન આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.