આજે ગૂગલની ઘણી સેવાઓ ખોરવાઈ ગઈ છે. સાંજે લગભગ 5.20 વાગ્યે ગૂગલની જીમેલ સેવા અને હેંગઆઉટ્સ સહિતની ઘણી સેવાઓ પર એરર (જીમેલ-યુટ્યુબ ડાઉન) પેજ દેખાવાનું શરૂ થયું હતું. પરિણામે ઉપભોક્તાઓ અકળાયા હતા ગૂગલના યૂટ્યૂબ અને જીમેઇલ સહિતની સેવાઓ માત્ર ગણતરીની મિનિટો માટે ઠપ્પ થઇ હોવા છતાં લોકો ઊંચા નીચા થવા લાગ્યા હતા અલબત્ત થોડી મિનિટોમાં જ ફરીથી સેવાઓ પૂર્વવત્ થઈ ગઈ હતી.
યુટ્યુબમાં એરર પેજ દેખાવા લાગ્યું હતું. જો કે, ગૂગલ સર્ચ એન્જિન એટલે કે google.com કામ કરતું હતું. ગૂગલની આ સેવાઓ વિક્ષેપને લીધે, લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
વિશ્વભરમાં જીમેલના આશરે 180 કરોડથી વધારે યુઝર્સ છે. તેમની પાસે 2020માં ઈમેલ સર્વિસનો 43 ટકા બજાર હિસ્સો છે. જ્યારે 27 ટકા લોકો ફોનથી ઈમેલ કરે છે. ઈમેલના એક્સેસ માટે 75 ટકાથી વધારે લોકો ફોનનો ઉપયોગ કરે છે. વર્ષ 2020માં દરરોજ 306.4 બિલિયન ઈમેલ મોકલે છે અને પ્રાપ્ત કરે છે.
સોશિયલ મીડિયા પર આપવામાં આવેલા મેસેજમાં કહેવામા આવ્યુ છે કે અમારા ઘણાબધા યુઝર્સને સેવાને લઈ સમસ્યા સર્જાઈ છે,જે અંગે અમે વાકેફ છીએ, અમારી ટીમ આ સમસ્યા ઉકેલવા કામ કરી રહી છે અને ટૂંક સમયમાં અપટેડ કરવામાં આવશે.