રેજાંગલાનાં શુરવીરોને શ્રદ્ધાંજલી અર્પવા હજારોની સંખ્યામાં આહીર સમાજનાં લોકો પરંપરાગત વસ્ત્રોમાં ઉપસ્થિત રહેતા વર્લ્ડ રેકોર્ડ

રેજાંગલાનાં શુરવીરોને શ્રદ્ધાંજલી અર્પવા માટે આજે રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં ભવ્યાતિભવ્ય રીતે આહીર શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ વિશેષ હાજરી આપી હતી. બપોરે શૌર્ય દિવસની ઉજવણીનો આરંભ પૂર્વે શહેરનાં તમામ વોર્ડમાંથી બહોળી સંખ્યામાં આહીર સમાજનાં લોકો વિશાળ રેલી સાથે રેસકોર્સ મેદાન ખાતે પહોંચ્યા હતા. હજારોની સંખ્યામાં આહીર સમાજનાં લોકોએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીતસિંહ ઉપરાંત આહીર સમાજમાંથી આવતા અને રાજય સરકારનાં કેબિનેટ મંત્રીઓ, સંસદ સભ્યો અને ધારાસભ્યો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સન ૧૯૬૨માં ચીન અને ભારત વચ્ચેનાં યુદ્ધમાં ચીનનાં ૧૩૦૦થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતારનાર અને દેશની રક્ષા કાજે શહિદી વ્હોરનાર આહીર સમાજનાં ૧૧૪ જવાનો અને ર્માં ભોમની રક્ષા માટે બલિદાન આપનાર દેશના તમામ શૂરવીરોને શ્રદ્ધાંજલી અર્પવા આજે રેસકોર્સ ખાતે ૧૫,૦૦૦થી વધુ આહીરો ઉમટી પડયા છે. આહીર સમાજના પરંપરાગત સફેદ વસ્ત્રો પહેરીને શ્રદ્ધાંજલી અર્પી વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જે ક્ષણનાં સાક્ષી બનવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અતિથિ વિશેષ રહ્યા હતા.

IMG 20191118 WA0106

આહીર સમાજના ઇતિહાસ તરફ એક નજર કરવામાં આવે તો…. દેવાયતબાપા બોદર, રાઘાબાપા ભમર, સાદુળબાપા ભંમર, ભોજાબાપા મકવાણા, વીહાબાપા ડેર, ખીમરો – લોડણ, ભૂવડબાપા ચાવડા, રામબાપા ડાંગર, હાજાબાપા નંદાણીયા, નોડાબાપા ડાંગર, નગાબાપા હૂંબલ, મેપાબાપા મોભ, નગાબાપા, અમર માં, રામબાઇમાં, ડગાઇચા દાદા ડાંગર, ખીમાબાપા બકુત્રા, રતાબાપા સોનારા, દેવાબાપા ડેર, હમીરબાપા ડાંગર, જાદવબાપા ડાંગર, વીહાબાપા ડેર, દલાદાદા છૈયા જેવા મહાન શુરવીરો કોઇએ આશરાધર્મ માટે કોઇએ ગાયોના રક્ષણ માટે તો કોઇએ બેન – દિકરીની ઇજજત માટે તો કોઇએ ગામના રક્ષણ માટે પોતાના પ્રાણ આપ્યા અને રાષ્ટ્ર માટે સમર્પિત થઇ ગયા એવા શુરવીરની શૌર્યતાને યાદ કરવા અને જેણે દેશના સીમાડા પર હજારો વર્ષોથી લઇને આજસુધીમાં ભારતીના રક્ષણ માટે પોતાના પ્રાણ પાથરી દીધા તેવા સૌ શહીદોની શુરવીરતાનાં, બહાદુરોની બહાદુરીના, દાતારોના દાતારીના ગુણગાન ગાવા માટે, એને વંદન કરવા માટેનું આ શૌર્ય દિનનું આયોજન કરાયું છે.

આ કાર્યકમમાં ખાસ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,  કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીતસિંહ, કેબીનેટ મંત્રી અને ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઇ ચાવડા, રાજય કક્ષાના મંત્રી વાસણભાઇ આહિર, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્યો વિક્રમભાઇ માડમ, ભગવાનભાઇ બારડ, અમરીશભાઇ બારડ, અમરીશભાઇ ડેર, રવિ યાદવ (મુંબઇ), અનિલ યાદવ, મુકેશ યાદવ, મુળુભાઇ બેરા, રાજશીભાઇ જોટવા, આરતીસિંહ રાવ, લાભુભાઇ ખીમણીયા, નાગદાનભાઇ ચાવડા, ઉદયભાઇ કાનગડ, અર્જુનભાઇ ખાટરીયા, વેજાબાપા રાવલીયા, ભાનુભાઇ મેતા, ભીખુભાઇ વારોતરીયા, સુરેશભાઇ ગરૈયા, રણછોડભાઈ હડીયા, જીવણભાઇ કુંભારવાડીયા, બાબુભાઇ હુંબલ, રઘુભાઇ હુંબલ, બાબાભાઇ ડાંગર, માસાભાઇ ડાંગર, ગેમાભાઇ ડાંગર, સામતભાઇ જારીયા, લાખાભાઇ જારીયા, વિક્રમભાઇ કટાર, કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ ડેર, કીરીટભાઇ હુંબલ, મુળુભાઇ કંડોળીયા, મેરામણભાઇ ગોરીયા, રાજશીભાઇ આંબલીયા તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના આહિર સમાજના આગેવાનો અને દિલ્હી, હરિયાણા, ઉતર પ્રદેશ, બિહાર, મુંબઇથી આહિર સમાજના આગેવાનો હાજર રહ્યા હતાં.

IMG 20191118 WA0108

આ શૌર્ય દિવસને સફળ બનાવવા માટે ઘનશ્યામભાઇ હેરભા, પ્રદીપભાઇ ડવ, શૈલેષભાઇ ડાંગર, દિલીપભાઇ બોરીચા, અર્જુનભાઇ ડવ, હિરેનભાઇ ખીમણીયા, હેમતભાઇ લોખિલ, ખોડુભાઇ રોગલિયા, મુકેશભાઇ ચાવડા, લાલાભાઇ હુંબલ, પ્રવીણભાઇ સેગલિયા, કરશનભાઇ મેતા, જેઠુરભાઇ ગુજરીયા, ચંદુભાઇ મિયાત્રા, રોહિત  ચાવડા, મનવીર ચાવડા, વિમલ ડાંગર, પ્રવીણભાઇ મૈયડ, અજય ખીમણીયા, મૌલિક રાઠોડ, પ્રભાતભાઇ ડાંગર, કમલેશ કોઠીવાર, ભરતભાઇ સવસેટા, રમેશભાઇ બાલાસરા, સુરેશભાઇ રાઠોડ, જયદીપ ડવ, હિતેશ ચાવડા, વિક્રમ ડાંગર સુરજ ડેર, જે.ડી.ડાંગર, કરણ લાવડીયા, અશ્ર્વિન બકુત્રા, સહીતના જહેમત ઉઠાવી હતી.

અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબુક પર લાખો લોકોએ નિહાળી આહીર શૌર્ય દિવસની ઉજવણી

આજે રાજકોટમાં આહીર શૌર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અબતક ચેનલ, અબતક યુ-ટયુબ પેઈજ અને અબતક ફેસબુક પેઈજ પર આ ઉજવણીનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું. વિશ્ર્વભરમાં લાખો લોકોએ આ લાઈવ ટેલીકાસ્ટને નિહાળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.