Abtak Media Google News
  • સૌરાષ્ટ્રભરમાં કરબલાના શહીદોની યાદમાં કોમીએખલાસના વાતાવરણમાં મોહરમ મનાવવામાં મુસ્લિમો સાથે હિન્દુઓ ખંભે ખંભા મિલાવી જોડાયા
  • યા હુસેનકરબલા તો દૂર હે જાના જરૂર હે.. ના નાદ સાથે

ઇસ્લામના મહાન પેગંબર હજરત મહંમદ સાહેબ ના દોહીત્રનવાસાહજરત ઈમામ હુસેન અને તેમના 72 સાથીદારોએ ધર્મ અને માનવતા કાજે ઈરાક ના કરબલા ના રણમાં આપેલી શહીદીની અમર યાદમાં દર વર્ષની જેમ વર્ષે પણ મોહરમ ના ગમના પર્વ બનાવવામાં આવી રહ્યા છે દસ દિવસના ગમના પર્વ ના અંતિમ તબક્કામાં ગઈકાલે સૌરાષ્ટ્ર ભરમાં રાજકોટ જૂનાગઢ જામનગર ભાવનગર અમરેલી થી લઈ કચ્છ અને પોરબંદર ઉના સુધીના નાનામોટા શહેર ગામમાં તાજીયા પડો માં આવ્યા હતા રાત ભર મુસ્લિમ સમાજે મસ્જિદો અને ઈમામ બારગાહોમાં ખુદાની ઈબાદત કરી વિશ્વ શાંતિ ની દુઆ અને શહીદોને અંજલી આપી હતી.

આજે 10 મી મોહરમ આસુરા ના દિવસે મુસ્લિમ જગત કરબલા ના શહીદો ના ગમ માં ડૂબીને શહીદોને ગમ સાથે અંજલી આપવામાં લીન બન્યું છે.  પરંપરા મુજબ માતમમાં રહેલા તાજીયા આજે દફનવિધિ માટે લઈ જવાશે રાજકોટ જામનગર અને કોડીનારના કલાત્મક ઇકો ફ્રેન્ડલી તાજીયા ની સાથે સાથે કોડીનારના વિશાળ તાજીયા નું જુલુસ અને દફનવિધિ માં મુસ્લિમો સાથે હિન્દુ સમાજ પણ ખંભા મિલાવીને જોડાશે સૌરાષ્ટ્ર ભરમાં તાજીયા ની દફનવિધિ બાદ મહોરમના દસ દિવસના શહીદ પર્વની પુર્ણાહુતિ થશે.

શું છે મોહરમ નો ઇતિહાસ?

આજથી 1400 વર્ષ પહેલા સત્ય માટે પોતાના સમગ્ર પરિવારને બલિદાન આપી શહીદી વોહરનાર ઇસ્લામના પેગંબર હજરત મહમદ સાહેબ ના દોહીત્ર હજરત ઈમામ હુસેન અને તેમના 72 સાથીદારોએ યઝીદ નામના દુરાચારી સામે સત્ય કાજે શહીદી વહોરી લીધી હતી શહીદોની યાદમાં દર વર્ષે મહોરમ માગમ મનાવવામાં આવે છે અને મોહરમની નવ અને 10 તારીખે કરબલામાં આવેલ ઇમામ હુસેન ના મજાર ની પ્રતિકૃતિ તાજીયા બનાવી શહીદોને યાદ કરવામાં આવે છે.

 પો.કમિશ્નર બ્રજેશ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ ચાલુ વરસાદે હેડક્વાર્ટર ખાતે તાજીયામાં હાજરી આપી

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા સહિતના અધિકારીઓએ વર્ષો જૂની પરંપરા જાળવી રાખી હતી. પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓએ તાજીયામાં હાજર રહ્યા હતા. પોલીસ હેડક્વાર્ટર ખાતે મુસ્લિમ બિરાદરો સ્વરા વર્ષોથી તાજીયા અને ઝૂલુસનું આયોજન કરવામાં આવે છે ત્યારે પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલીયા સહીતના અધિકારીઓ ચાલુ વરસાદે તાજીયામાં હાજરી આપી વર્ષો જૂની પરંપરા જાળવી રાખી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.