- એક જ દિવસમાં લગુતમ તાપમાનનો પારો 9 ડિગ્રી જેટલો ગગડ્યો: શિવરાત્રીએ પણ ઠંડાગાર પવનો ફુંકાશે
- 7 થી 12 માર્ચ ફરી વાતાવરણમાં પલટો આવશે: રાજ્યના 8પથી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો: આગામી 24 કલાક બાદ ઠંડીનો ચમકારો ઓછો થશે
ગુજરાતમાં વાવાઝોડા પવન સાથે અચાનક ત્રાટકી પડેલા વરસાદે ચારેતરફ ઠંડક પ્રસરાવી છે. ગ્લોબલ વોર્મિંગની અસર તળે રાજ્યભરમાં શિયાળો-ઉનાળો અને ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.ગુજરાતના લગભગ 80 થી વધુ તાલુકાઓમાં છેલ્લાં બે દિવસમાં વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદ બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પરંતુ બીજો રાઉન્ડ આવવાનો બાકી છે. જલ્દી જ ગુજરાતમાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. એટલું જ નહિ, માર્ચના ત્રીજા રાઉન્ડમાં 14 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે.
ગઈ કાલે રાજ્યમાં પડેલા માવઠા બાદ આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી અનુભવાશે. જોકે, લઘુત્તમ તાપમાનમાં 8 થી 9 ડિગ્રીનો ઘટાડો થયો છે. આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો ઓછો થશે. આ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, હવે કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં પડે. પરંતું 5 માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થશે.
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં શિવરાત્રિ નજીક પણ ઠંડા પવન ફૂંકાશે. 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. આ સમયે ઠંડા પવનો ફંકાવાની સાથે વધારા સાથે અંધારિયું વાતાવરણ ઉભું થવાની શક્યતા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે. 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે. 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે.
સાબરકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ
સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી સહિત ઇડરના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથેના વરસાદના પગલે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે.. જેમાં વડાલી પંથકમાં 12 હજાર 665 હેક્ટરમાં ઘઉં તેમજ 800 હેક્ટરમાં ચણાનું વાવેતર કરાયું છે… સાથોસાથ 630 હેક્ટરમાં શાકભાજી સહિત જીરું અને મકાઈનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયેલું છે..વડાલી તાલુકાના વાસણા, ભંડવાલ, કેસરગંજ, રહેડા, અરસામડા, અસાઈ, બડોલ, કંજેલી, વડગામડા, મોરડ, ચામુ, મેધ, ડોભાડા ગામડી, ધામડી, જેવા આજુબાજુના તમામ મોટાભાગના વડાલી તાલુકાના ગામોમાં મોટી નુક્સાની વેઠવાનો વારો આવ્યો છે.અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદને પગલે રવિ પાકમાં વાવેતર કરાયેલા ઘઉ,મકાઈ,વરિયાળી,બટાકા જેવા પાકોમાં વ્યાપક નુકશાન થયું છે.
- અમદાવાદ 13.3
- અમરેલી 13.0
- બરોડા 12.0
- ભાવનગર 15.9
- ભુજ 13.2
- ડીસા 11.4
- દ્વારકા 16.6
- ગાંધીનગર 12.4
- કંડલા 14.3
- નલિયા 9.2
- પોરબંદર 10.6
- રાજકોટ 10.4
- સુરેન્દ્રનગર 14.0
- વેરાવળ 14.7