અબતક, રાજકોટ

હિમાલયમાંથી નીકળતી મહા નદીઓ પર ભવિષ્યનું જોખમ: બરફના તળાવ ઝડપથી ઓગળી રહ્યા હોવાથી ભવિષ્યની ચિંતા સેવતા નિષ્ણાંતો

ગ્લોબલ વોર્મિંગના ખરાબ પરિણામો માટે હવે આપણે 25 50 વર્ષોની રાહ જોવી નહીં પડે.. ગ્લોબલ વોર્મિંગ ની આડઅસરો દેખાવાની શરૂ થઈ છે .અને તે કેટલી ભયંકર હશે? તેનો તાગ મેળવવો મુશ્કેલ છે પરંતુ આવનારા દિવસોમાં જો આ ને આ પરિસ્થિતિ રહી તો ગંગા અને બ્રહ્મપુત્ર જેવી મહા નદીઓમાં પણ પાણીની અછત સર્જાય તેવી સ્થિતિ ની  ચિંતા સેવાઈ રહી છે.ગ્લોબલ વોર્મિંગના કારણે હિમશીલાઓ અને હિમાલય અને ઉત્તર ધ્રુવ ક્ષેત્રમાં સર્જાયેલા વિશાલ ગ્લેસિયલો ની પીગળવાની ઝડપ દિવસે દિવસે વધતી જાય છે.

પૃથ્વીના બદલતા જતા વાતાવરણ અને ખાસ કરીને પર્યાવરણની કુદરતી સાયકલ વચ્ચે તાપમાનને લઈને બાળકના ગ્લેશિયર ઓગળવાની ઝડપ દિવસે દિવસે વધતી જાય છે, જેના કારણે પર્વતો પરથી પૂરનું પ્રમાણ વધ્યું છે તાજેતરમાં સ્વિત્ઝરલેન્ડની એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા પર્વતીય ગ્લેશિયર ની ઓગળવા ની ઝડપ અને તેની સાથે ઊભી થનારી ભવિષ્યની પાણીની અછત નો એક અહેવાલ જારી કરવામાં આવ્યો છે જેમાં પૂર્વ અને ખાસ કરીને મધ્ય હિમાલય ના 319 જેટલા ગ્લેશિયલ પર્વતીય તલાવો નું અવલોકન કરવામાં આવ્યું છે,  ત્રણ ચોરસ કિલોમીટર નો વિસ્તાર ધરાવતા આવા ગ્લેશિયલ મોટાભાગે ગંગા અને બ્રહ્મપુત્રા પાણીના નિમિત્ત અને કરોડો લોકોની પાણીની જરૂરિયાતો પૂરી પાડે છે ,વધતા જતા તાપમાનના કારણે આ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે.

જેના કારણે કેટલાક ભૌતિક પરિવર્તનો પણ આવી રહ્યા છે ઓગળવાથી આવતાં પૂરના કારણે કાપથી નવા તળાવ નું સર્જન થાય છે, અને ભારે પુરના કારણે કુદરતી રીતે પાણીની વ્યવસ્થિત સાયકલ માં અવરોધ ઊભો થાય છે.તાજેતરમાં યુરોપિયન ટાઈમ સેટેલાઇટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં દર વર્ષે 20 મીટર જેટલા ગ્લેશિયર ના તળાવો ઘટતા જાય છે જેના કારણે ભવિષ્યમાં પાણીની સમસ્યા સુધીની મુશ્કેલીઓ ઉભા કરનારા પરીબળો તરીકે ચિંતાનો વિષય બન્યા છે, વિજ્ઞાનિકોએ અગાઉ ચેતવણી આપી છે કે જો આ પરિસ્થિતિ આવી ને આવી રીતે ચાલશે તો હિમાલય ના ગ્લેશિયરો ના તળાવો માંથી તેના સ્ત્રાવીવિસ્તારના લોકોને મોટી મુશ્કેલીઓ પડશે.

ગ્લેશિયર ઝડપથીબરફ પીગળતા હોવાથી અનામત જથ્થામાં પણ મોટો ઘટાડો આવશે, તાજેતરમાં જ યુનિવર્સિટી ઓફ સ્કોટલેન્ડ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ગલસિયલ ઝડપથી પીગળી જતા હોવાથી પાણી ની અછત ની સમસ્યા સર્જાઇ શકે છે ગ્લોબલ વોર્મિંગની અસર અને તેના વિધાતક પરિણામો માટે હવે દાયકાઓની રાહ નહીં જોવી પડે તેની અસરો દેખાવા લાગી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.