દેશના 84% જિલ્લાઓ હીટવેવની ‘પક્કડ’ માં..!
બદલાયેલા ઋતુચક્ર થી ચોમાસાની તાસીર બદલાઈ ગઈ. આગામી દિવસો વધુ કપરા બને તેવા એંધાણ
ભારત સહિત સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા દિવસે દિવસે વધુ કપરી બનતી જાય છે અને તેની અસરો દેખાવા લાગી છે આ વર્ષે ચોમાસાના મોસમમાં ભારતના 84% થી વધુ જિલ્લાઓ હિટવેવની પકડમાં આવી ગયા છે.
ભર ચોમાસે ગરમીના આ પ્રકોપથી દેશના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સિસ્ટમમાં પણ અ કુદરતી ફેરફાર આવી ગયા છે ક્યાંક અનાવૃષ્ટિ તો ક્યાંક અતિવૃષ્ટિ થઈ રહી છે, તાજેતરમાં જ હવામાન પુરવાનુંમન માટે કાર્યરત આઈ પી ઈ ગ્લોબલ લિમિટેડ અને એશરી ઇન્ડિયા ટેકનોલોજી દ્વારા ચોમાસાના ઋતુચક્ર માટે કરેલા એક સંશોધન અહેવાલમાં જણાવ્યું છે કે ભર ચોમાસે દેશમાં ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે અને 84% થી વધુ જિલ્લાઓ હીટ વેવ ની પકડમાં આવી ગયા છે જે આગામી દિવસો માટે અમંગળના એંધાણ કહી શકાય ઈંઙઊ ગ્લોબલ લિમિટેડના ક્લાઈમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબિલિટી ના વડા અને અભ્યાસના લેખક અવિનાશ મોહંતીએ જણાવ્યું હતું કે, “અમારું વિશ્લેષણ સૂચવે છે કે 10 માંથી આઠ ભારતીયો 2036 સુધીમાં ગ્લોબલ વોર્મિંગ ની અસરો નો ભોગ બનશે.’
ભારતને આર્થિક મહાસત્તા બનવા માટે જરૂરી કૃષિ ઉદ્યોગોને આંતરમાળખાકીય સુવિધાઓ માટે ની કાર્યવાહી ને વધતા જતા તાપમાનથી સુરક્ષિત રાખવાની કામગીરી જરૂરી બની છે અને આ માટે વેદશાળાઓની સ્થાપના ને અગ્રતા આપવાનો સમય પાકી ગયો છે
સતત બદલાતા જતા વાતાવરણમાં 2013 થી 22 ના દાયકામાં સૌથી વધુ ગરમ રાજ્યો તરીકે રહેલા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત અને ત્રિપુરા માં હવે દરિયાકાંઠાના પ્રદેશો પહાડી વિસ્તાર પણ સામેલ થઈ ગયું છે અત્યારે દેશના 84% થી વધુ જિલ્લાઓ ગરમીના પક્કડમાં આવી ગયા છે
અગાઉ 1998 ના દાયકા માં આવેલા ગરમીના પ્રોગ્રામ બાદ 2015માં તેનું પુનરાવર્તન થયું હતું અને હવે ફરીથી ગરમીના દિવસો શરૂ થયા હોય તેમ 2013 થી 10 વર્ષના સમયગાળામાં ગરમી વધુ ઘાતક બની છે એક દાયકામાં 10,635 લોકોના ગરમીથી જ મોત થયા હતા. દરિયાકાંઠાના જિલ્લામાં પણ ગરમીનું પ્રમાણ વધ્યું છે
આ સમયગાળા દરમિયાન આંધ્રપ્રદેશમાં 2,203 મૃત્યુ નોંધાયા છે, જે તમામ રાજ્યોમાં સૌથી વધુ છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ (1,485), તેલંગાણા (1,172), પંજાબ (1,030), બિહાર (938), મહારાષ્ટ્ર (867), ઓડિશા (609), ઝારખંડ ( 517, હરિયાણા (461), પશ્ચિમ બંગાળ (357), રાજસ્થાન (345), ગુજરાત (263), અને મધ્ય પ્રદેશ (213).
દિલ્હીમાં આવા 13 મૃત્યુ નોંધાયા છે.
આ ઉનાળામાં, ભારતે 536 હીટવેવ દિવસોનો સામનો કર્યો છે , જે 14 વર્ષમાં સૌથી વધુ છે, જ્યારે ઉત્તરપશ્ચિમ પ્રદેશે 1901 પછીનો સૌથી ગરમ જૂન નોંધ્યો હતો, એમ ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ) અનુસાર.દેશમાં જૂન મહિનામાં 181 હીટવેવ દિવસો નોંધાયા હતા, જે 2010 પછી સૌથી વધુ ગણવામાં આવી રહ્યા છે બદલાતી જતી ઋતુ અને વધતી જતી ગરમીના કારણે આંતરમાળખા કે સુવિધાઓની સાથે સાથે ખેડૂતોને કૃષિમાં પાક પસંદગી સહિતની વ્યવસ્થામાં પણ ફેરફાર કરવા માટે તૈયાર રહેવું પડશે.