વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૧૮ સફળતા પૂર્વક પૂર્ણ થતાની સાથે જ ગુજરાતના માધ્યમથી દેશના વિકાસની અનેક નવી દિશાઓનાં દ્વારા ખૂલવાની આશા અને ઉજજવળ ભવિષ્યની શુભ શરૂઆત સાથે ખૂલ્વા પામ્યા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના વિકાસ મોડેલને ખૂબજ આદરભાવ સાથે ચરિતાર્થ કરવામાં ગુજરાત દેશના તમામ રાજયોમાં અગ્રેસર રહેવા પામ્યું છે.
નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે શરૂ કરેલા ‘ગુજરાત ગ્લોબલ ટ્રેડ સમીટ’ના પ્રારંભથી ગુજરાતના માધ્યમથી દેશને આધુનીક વિશ્વ અને ખાસ કરીને વેપાર અને ઉદ્યોગ જગતમાં પોતાની આગવી અને મૂળભૂત ઓળખ ઉભી કરવાનો જે અવસર પ્રાપ્ત થયો હતો તેનો સવર્ણીમ તક બનાવીને ગુજરાતના મૂડી રોકાણ ક્ષેત્ર અને અનેક નાના મોટા ઉદ્યોગીક વેપારી દેશો સાથે ગુજરાતના ઘનિષ્ટ સંબંધોની સ્થાપના થઈ હતી ઈઝારાયેલ, આફ્રિકાના દેશો, ચીન, અમેરિકા અને જાપાનના વિવિધ ક્ષેત્રનાં ઉદ્યોગ સાહસીકોના ગુજરાત ભણી શરૂ થયેલા નવા સંબંધો એ જે વિકાસની નવી દીશા ખોલી છે.તેની ફળશ્રુતિઓ દેશને પ્રાપ્ત થવા લાગી છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટમાં આ વર્ષે અભૂતપૂર્વ ટેક્ષટાઈલ, ખેતીની સાથે સાથે ઉર્જા ક્ષેત્રના વિકાસ માટે ઘણા જ મહત્વના પરિણામ પ્રાપ્ત થયા છે. ૩૦૪૦થી વધુ ટોચના વેપાર-ઉદ્યોગ રાજકીય નિષ્ણાંત પ્રતિનિધિઓ ઉપરાંત હજારોની સંખ્યાની ઉપસ્થિતિમાં સફળતાથી યોજાયેલ ગુજરાત ગ્લોબલ સમીટમાં ટેક્ષટાઈલ ઉદ્યોગને નવી ઉંચાઈએ આંબવાના અભીયાનને વધુ વેગ મળ્યો છે.
ગુજરાતમાં ઘર આંગણે કપાસનુ ઉત્પાદન અને કાપડ ઉદ્યોગ વણાટકાળના ભૂળભૂત હુન્નરને વિશ્વ ફલક પર લઈ જવાના પ્રયત્નો પરિણામદાયી બન્યા છે. ટેક્ષસ્ટાઈલ ક્ષેત્ર ગુજરાતના ટેક્ષસ્ટાઈલ ઉદ્યોગની તકોની ચર્ચા થઈ હતી કેન્દ્રીય મંત્રી એ સરકારની ટેક્ષટાઈલ નીતિને ગુજરાત સરકારે જે રીતે ફળદાયી બનાવ દેશમાં અગ્રેસર છે. ૨૦૧૮માં ટેક્ષટાઈલ પાર્ક અને વધારાના ૮ પાર્કને સૈધ્ધાંતિક મંજુરી મળી હતી જેનાથી ગુજરાતને પુન: વિશ્વનુ માન્ચેસ્ટર બનાવવાની દિશામાં મહત્વનું પ્રદાન ગણવામાં આવી છે.
ટેક્ષટાઈલ ઉદ્યોગના વિકાસથી કપાસના ભાવને પોષણ મળશે. ખેડુતોની આવક, રોજગારી વધવાની દિશામાં ખુબ મહત્વના પરિણામો મળવાનું શરૂ થયું છે. સરકાર કાર્ય યોજનાના સંકલ્પ અમલ માટે આ પ્રશ્ર્ન ફળદાયી બનાવવા એજ સાચી સિધ્ધી છે. વાયબ્રન્ટ સમીટમાં ટેક્ષટાઈલ ઉદ્યોગ, ખેતી અને ઉર્જા ક્ષેત્રના વિકાસ માટેની પરીયોજનામાં જે કામ થયા છે. તે સરકારની વિકાસની પ્રબળ ઈચ્છા શકિતનું પ્રતિબિંબ છે.
વાયબ્રન્ટ સમીટમાં કોમનવેલથ દેશોનાં ૭૫થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી ગુજરાતના આ પ્રયત્નોને વૈશ્વીક પ્રતિશાદ આપ્યો છે. કોમન વેલ્થ દેશો સાથે ગુજરાતમાં ઉર્જા અને હેલ્થકેર સહિતના વિકાસના દ્વાર ખૂલ્યા છે. કોમનવેલ્થ દેશો ગુજરાતની આરોગ્ય સુવિધાઓના લાભ માટે પ્રતિબધ્ધ બન્યા છે.
કોમનવેલ્થ દેશોના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ ગુજરાતમાં આરોગ્ય શિક્ષણ લઈને તેમના દેશની આરોગ્ય સુવિધાના વિકાસ માટે ગુજરાતને સંભાન બનાવશે. ગુજરાતમાં મેડીકલ ટુરીઝમના દ્વાર ખૂલવાની તકો ઉભી થવા પામી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના વિકાસ મસલતમાં ગુજરાતની ભૂમિકા વધુ દમદાર બનાવવામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારની પ્રતિબધ્ધતા હવે પરિણામલક્ષી બની છે.