તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ટપ્પુએ ગ્લોબલ સ્કીલ એકેડમીના વિદ્યાર્થીઓને એકટીંગના પાઠ ભણાવ્યા
રાજકોટ ખાતે ગ્લોબલ સ્કીલ એકેડમી કાર્યરત છે. જેમાં ફિલ્મી સ્ટારને આમંત્રીત કરી ગ્લોબલ સ્કીલ એકેડમીનાં વિદ્યાર્થીઓને ટ્રેનીંગ આપવામાં આવે છે.
ભવ્ય ગાંધી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટમાં તેઓ ગ્લોબલ સ્કીલ એકેડમીમાં આવ્યા ત્યારે બધા વિદ્યાર્થીઓને મળી તેમને ખુબજ આનંદ આવ્યો રાજકોટમાં અખુટ ટેલેન્ટ ભર્યા છે. અને આવા લોકો માટે ગ્લોબલ સ્કીલ એકેડમી એ એક ખૂબજ અગત્યનું છે.
રાજકોટ પોતે એક ઈન્ડસ્ટ્રી બની શકે છે. ખાસ તો ભવ્ય છેલ્લા ૧૭ વર્ષથી ટેલીવીઝન ઈન્ડસ્ટ્રીમાં છે રોજે નવુ શીખવા પણ તેમને મળે છે. ઉપરાંત હાલમાં યંગસ્ટર જે સુસાઈડ અટેમ્પ કરે છે.તેના વિશે જણાવ્યું કે જે કામ કરો તે કામ દિલથી કરો અને ભણવામાં પાસ પણ થઈ જાય તો તેનો આનંદ લેવો જોઈએ.
જે જોઈએ છે તે સાચા દિલથી માંગવામાં આવે તો તે ૧૦૧ ટકા મળે છે. આગામી દિવસમાં ભવ્ય ગાંધીની ‘બહુ ના વિચાર’ નામની ફિલ્મ આવી રહી છે. જેમાં ભવ્ય વનની ભૂમિકા ભજવે છે. ખાસ તો આ ફિલ્મ એ દર્શાવે છે કે ઓવરથીકીંગ બંધ કરી જે દિલમાં છે તે કરવું જોઈએ.કોઈ પણ કામ કોઈને પ્રુફ કરવા માટે ન કરવું હંમેશા તમારા કામથી તમને સંતોષ હોવો જોઈએ કોઈને દેખાડવા માટે કહ્યું ના કરવું જોઈએ.